fbpx
Tuesday, May 30, 2023

જાહેરમાં કેન્દ્ર સરકાર પર રાહુલ ગાંધીના આકરા પ્રહાર, રાષ્ટ્રપતિના નિવૃત્તિ જણાવે છે કે વાત આવી છે

દિલ્હી: લોકસભામાં મંગળવારે રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજના અને રાષ્ટ્રપતિના અભિભાષણ પર કેન્દ્ર સરકારને ઘેરી. રાહુલ ગાંધીએ કહ્યું કે અગ્નિવીર યોજના આરએસએસનો એજન્ડા છે અને રાષ્ટ્રપતિ અભિભાષણમાં મોંઘવારી શબ્દનો ઉલ્લેખ નથી. ત્યાં જ રાહુલ ગાંધીના આ નિવેદન પર કેન્દ્ર સરકારના મંત્રી રિજિજૂએ પલટવાર કર્યો જેને લઇ થોડા સમય માટે લોકસભામાં બબાલ શરુ થઇ ગઈ.

લોકસભામાં મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવાની કોશિશ કરી. એમણે કહ્યું કે, યાત્રા દરમિયાન યુવાનોને સવાલ કર્યા તો કોઈ કહે છે હું બેરોજગાર છું, કોઈ કામ નથી કરતો, ઉબર ચલાવું છું. ત્યાં જ જયારે ખેડૂતો સાથે વાત કરી તો ખેડૂતોએ કહ્યું કે અમારી જમીન છીનવી લેવામાં આવે છે, એનો રેટ મળતો નથી.

અગ્નિવીર યોજના અંગે રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે અગ્નવીર યોજના આરએસએસ, ગૃહ મંત્રાલય અને અજીત ડોભાલના કહેવા પર લાગુ કરવામાં આવી. રાહુલ ગાંધીએ કહ્યું કે સેનાના નિવૃત્ત વરિષ્ઠ લોકોએ કહ્યું કે આર્મી પર અગ્નિવીર યોજના થોપવામાં આવી છે. આ યોજના આરએસએસ અને ગૃહ મંત્રાલય તરફથી આવી છે. અજીત ડોભાલે આ સ્કીમ સેના પર થોપી છે.

અદાણી કેસ પર બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘બધા પૂછતા હતા કે આ અદાણી શું કરે છે, કોઈપણ બિઝનેસમાં પ્રવેશ કરે તે સફળ થાય છે અને કોઈપણ બિઝનેસમાં ઘુસી જાય છે. જ્યારે પહેલા તે એક-બે જગ્યાએ હતું, હવે તે દરેક જગ્યાએ છે.

રાષ્ટ્રપતિના સંબોધનનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધનમાં અગ્નિવીર વિશે એક લીટી પણ બોલાઈ નથી. બેરોજગારી શબ્દ નહોતો. મોંઘવારીનો કોઈ શબ્દ નહોતો, જે યાત્રામાં સંભળાતો હતો તે રાષ્ટ્રપતિના ભાષણમાં નહોતું.

Related Articles

નવીનતમ