Homeક્રિકેટબૅન્ગલોરમાં અફઘાનિસ્તાનનાં સૂપડાં સાફ...

બૅન્ગલોરમાં અફઘાનિસ્તાનનાં સૂપડાં સાફ કરવા માટે ઊતરશે ટીમ ઇન્ડિયા

અફઘાનિસ્તાન સામે મોહાલી અને ઇન્દોરમાં જીત સાથે ભારતે ટી૨૦ શ્રેણી જીતી લીધી છે. ત્રીજી અને છેલ્લી ટી૨૦ મૅચમાં તે ક્લીન સ્વીપ કરવાના ઇરાદા સાથે અફઘાનિસ્તાન સામે ઊતરશે. ફૅન્સ કૅપ્ટન રોહિત શર્માના ફૉર્મમાં પરત ફરવાની પણ આશા રાખશે. જૂનમાં યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમની આ છેલ્લી ટી૨૦ મૅચ હશે.

પ્રથમ બૉલથી જ આક્રમક રમતની ભારતની વ્યૂહરચના બન્ને મૅચમાં ૬ વિકેટે જીત મેળવવામાં મહત્ત્વની હતી.

ભારતે પ્રથમ મૅચમાં ૧૭.૩ ઓવરમાં ૧૫૯ રન અને બીજી મૅચમાં ૧૫.૪ ઓવરમાં ૧૭૩ રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. અગાઉ ટી૨૦માં ભારતીય ટીમ શરૂઆતમાં સાવધાનીથી રમી રહી છે અને છેલ્લી ઓવરોમાં હાથ ખોલીને રમવાની રણનીતિ અપનાવી રહી છે.

૧૭ જાન્યુઆરીના રોજ બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામેની ત્રીજી ટી૨૦ મૅચ સાંજે ૭ વાગ્યે શરૂ થશે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા કુલ ૭ ટી૨૦ મૅચ રમી છે, જેમાંથી ૩ મૅચમાં જીત અને ૩ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે એક મૅચ વરસાદને કારણે રદ થઈ છે. બૅન્ગલોરમાં અફઘાનિસ્તાન સામે ત્રીજી ટી૨૦ મૅચ જીતીને ટીમ ઇન્ડિયા ક્લીન સ્વીપનો ટાર્ગેટ રાખશે. ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં આ જીત ટીમ ઇન્ડિયામાં આત્મવિશ્વાસ વધારવાનું કામ કરશે.

આ ખેલાડીઓ પર રહેશે નજર
શિવમ દુબે અને વિરાટ કોહલી જેવા બૅટ્સમેન પ્રથમ બૉલથી જ આક્રમક રમત રમી રહ્યા છે. ત્રીજી ટી૨૦માં કૅપ્ટન રોહિત શર્મા પર સૌની નજર રહેશે. છેલ્લી મૅચમાં કુલદીપ યાદવ અને અવેશ ખાનને તક મળી શકે છે. રવિ બિશ્નોઈ અથવા વૉશિંગ્ટન સુંદરની જગ્યાએ કુલદીપને અને મુકેશ કુમારની જગ્યાએ અવેશને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. વિકેટકીપર જિતેશ શર્માને આરામ આપવા માટે સંજુ સૅમસનને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. બીજી તરફ અફઘાનિસ્તાન બન્ને મૅચમાં નિષ્ફળ રહેલા ઓપનિંગ બૅટ્સમૅન રહેમાનુલ્લા ગુરબાઝ પાસેથી વધુ સારા પ્રદર્શનની આશા રાખશે.

પિચ અને વેધર રિપોર્ટ
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ બૅટ્સમેનો માટે સ્વર્ગ માનવામાં આવશે. આ સ્ટેડિયમમાં રનનો વરસાદ જોવા મળી શકે છે. શરૂઆતમાં આ પિચ બોલર્સને મદદ કરી શકે છે. ૧૭ જાન્યુઆરીના રોજ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હવામાન સાફ રહેશે.

Most Popular

More from Author

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત...

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😅😝😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને કહે છે કે,…😅😝😂😜😅😝😂😜

પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ...

Read Now

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત પાક્કું બદલી દઈશ.થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તોપીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો...

મિથુન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં સફળતા મળશે, આવકમાં વધારો થશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત વગાડ્યું🎵“કોઈ જબ તુમ્હારા 🫀હદય તોડ દે તડપતા હુવા તુમ્હે છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિયે🥰 મેરા ઘર🏡 ખુલ્લા હૈ ખુલ્લા હી રહેગા 😍તુમ્હારે લીયે…”આ 👂🏻સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો પત્ની🤵🏻‍♀️ આદુવાળી ☕️ચા...