Homeધાર્મિકગોવા - શિમલા નહીં...

ગોવા – શિમલા નહીં આ મંદિરમાં દિવ્ય દર્શનથી કરો વર્ષ 2024ની શરૂઆત, સમગ્ર વર્ષ શુભ અને મંગલમયી રહેશે

વર્ષ 2023 વિદાય થવાની તૈયારીમાં છે અને વર્ષ 2024ની શરૂઆત થશે, એટલે કે નવું વર્ષ શરૂ થવાનું છે. આવા સંજોગોમાં લોકોએ નવા વર્ષને આવકારવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમુક લોકો નવા વર્ષના પ્રથમ દિવસે ધમાકેદાર પાર્ટી કરે છે, તો ઘણા લોકો વર્ષની શરૂઆતમાં લાંબી પ્રવાસ પર જાય છે. જો કે અમુક લોકો એવું પણ માને છે કે જો ધાર્મિક માર્ગ અપનાવીને અને ભગવાનના દર્શન કરીને વર્ષની શરૂઆત કરવામાં આવે તો સમગ્ર વર્ષ દરમિયાન તમારા દિવસો સારી રીતે પસાર થાય છે.

અમે તમને કેટલાક એવા દિવ્ય મંદિરો વિશે જણાવી રહ્યા છીએ, જેની મુલાકાત લઈને તમે તમારા વર્ષને વધુ ખાસ બનાવી શકો છો.

વૈષ્ણો દેવી

તમે વર્ષ 2024ની શરૂઆત માતા વૈષ્ણો દેવીના દર્શનથી કરી શકો છો. 1 જાન્યુઆરીના રોજ માતાના દરબારમાં લોકોનો મોટો મેળાવડો જોવા મળી રહ્યો છે. આ માટે તમે હવેથી સીધી કટરા ટ્રેન બુક કરાવી શકો છો. તમે અમદાવાદ રેલવે સ્ટેશનથી જમ્મુ- કટરા સુધી પહોંચી જશો. આ પછી 2-3 દિવસ માટે માતાના દિવ્ય દરબારની મુલાકાત લો. જો તમે ઇચ્છો તો, તમે વૈષ્ણોદેવીથી સીધી 3 કલાકની મુસાફરી કરી શકો છો અને શિવખોડી તરફ જઈ શકો છો. વર્ષની શરૂઆત ચોક્કસપણે આનાથી વધુ સારી કોઇ ન હોઈ શકે.

મથુરા-વૃંદાવન

જો તમે શાંતિ અને ભક્તિની શોધમાં છો, તો તમે શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરા અને રાધા રાણીના શહેર વૃંદાવન જઈ શકો છો. ખાસ કરીને જો તમે થોડીક સકારાત્મક ઉર્જા શોધી રહ્યા છો, તો વર્ષની શરૂઆતમાં મથુરા-વૃંદાવનની મુલાકાત અવશ્ય લો. અહીં તમને મનમોહક નજારો જોવા મળશે તેમજ ખોવાયેલી શાંતિ પણ જોવા મળશે, જેને તમે શોધી રહ્યા છો. તમે એક સપ્તાહમાં બાંકે બિહારી અને રાધા રાણીના મંદિરોની મુલાકાત લઈ શકો છો.

હરિદ્વાર

હરિદ્વારા એ હિન્દુ શાસ્ત્રમાં વર્ણિત સાત મોક્ષદાયની નગરીઓમાં સ્થાન ધરાવે છે. નવા વર્ષે તમે હરિદ્વાર અને ઋષિકેશ જવાનો પ્લાન પણ બનાવી શકો છો. અહીં તમને ભગવાન શિવના દર્શનનો લ્હાવો મળશે. તેમજ સાંજની ગંગા આરતી તમારા ટેન્શન અને તણાવને એક ક્ષણમાં દૂર કરશે અને નવા વર્ષ માટે એક અલગ ઉર્જા પ્રદાન કરશે. ઉપરાંત તમે હરિદ્વારમાં મનસા દેવી અને ચંડી દેવીના મંદિરોની પણ મુલાકાત લઈ શકો છો. આ માટે તમારે થોડું ચઢાણ કરવું પડશે, જે તમારી યાત્રાને વધુ યાદગાર બનાવશે. તેમજ જો તમે ચઢી ન શકો, તો તમે ઉદનખાટોલામાં મજાની સવારી કરીને પણ મંદિર સુધી પહોંચી શકો છો.

મહાકાલ મંદિર

ઉજ્જૈનમાં આવેલું મહાકાલ મંદિર ભગવાન શિવના પ્રસિદ્ધ મંદિરો પૈકીનું એક છે. નવા વર્ષ પર તમે ભોલેનાથના દર્શન કરવા માટે મહાકાલ મંદિર જઈ શકો છો. સમગ્ર વર્ષ દરમિયાન અહીં ભક્તોનો મેળો જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે મહાકાલના મંદિરમાં સાચા મનથી કરવામાં આવેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

તિરુપતિ બાલાજી

જો તમારી પાસે વધારે રજા છે. તો તમે આંધ્રપ્રદેશ જઈને તિરુમાલા તિરુપતિ બાલાજી મહારાજના દિવ્ય મંદિરની મુલાકાત લઈ શકો છો. આ મંદિરમાં ભગવાન વિષ્ણુ વેંકટેશ્વર અવતારમાં બિરાજમાન છે. એવી માન્યતા છે કે આ મંદિરમાં ભગવાનના દર્શન કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને પરેશાનીઓ દૂર થાય છે. આવી સ્થિતિમાં, જો તમે આવનારા વર્ષમાં કંઈક નવું કરવા માંગો છો, તો તમે ખાસ કરીને તિરૂપતિ બાલાજીના મંદિરમાં જઈને તેમના આશીર્વાદ મેળવી શકો છો.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત...

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😅😝😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને કહે છે કે,…😅😝😂😜😅😝😂😜

પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ...

Read Now

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત પાક્કું બદલી દઈશ.થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તોપીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો...

મિથુન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં સફળતા મળશે, આવકમાં વધારો થશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત વગાડ્યું🎵“કોઈ જબ તુમ્હારા 🫀હદય તોડ દે તડપતા હુવા તુમ્હે છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિયે🥰 મેરા ઘર🏡 ખુલ્લા હૈ ખુલ્લા હી રહેગા 😍તુમ્હારે લીયે…”આ 👂🏻સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો પત્ની🤵🏻‍♀️ આદુવાળી ☕️ચા...