Homeરસોઈસમય ન હોય તો...

સમય ન હોય તો બનાવી લો ફટાફટ બનતા આ બ્રેકફાસ્ટ, ઘટશે વજન

  • ચણાના લોટના પૂડલા બનશે લો કેલેરી બ્રેકફાસ્ટ
  • ફળની સાથે ઓટ્સનું સેવન બનશે ફાયદારૂપ
  • ફણગાવેલા મગનું સેવન ઘટાડશે વજન

સવારની શરૂઆત સારા નાસ્તાથી થાય તો આખો દિવસ એનર્જી બની રહે છે. આ માટે નાસ્તો પોષણથી ભરપૂર અને સ્વાદિષ્ટ હોય તે જરૂરી છે. નાસ્તો સારો હશે તો મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને પાચન સારું રહે છે. તો જાણો કેટલીક એવી વાનગીઓ જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

આ હેલ્ધી ફૂડ્સથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેનાથી વારેઘડી ભૂખનો અહેસાસ થતો નથી. આ નાસ્તા તમારા ડાયટને બેલેન્સ રાખશે. જેઓ નોકરી કરે છે તેમના માટે અને સાથે બાળકોના લંચબોક્સ માટે પણ આ વાનગીઓ બેસ્ટ રહેશે. તો જાણો અને ફટાફટ બનાવીને કરો ટ્રાય.

ચણાના લોટના પૂડલા

સૌથી સરળ રેસિપિમાં એક છે ચણાના લોટના પૂડલા. તે શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે. આ એક લો કેલેરી બ્રેકફાસ્ટ છે. તેના ચિલ્લા બનાવવા માટે એક વાટકીમાં બેસન લો અને તેમાં થોડા સુધારેલા શાક ઉમેરો, સામાન્ય મસાલા સાથે પાણી મિક્સ કરીને ખીરું તૈયાર કરો. તેને તવા પર થોડું તેલ મૂકીને ફેલાવી લો, તમારા પૂડલા તૈયાર થઈ જશે. તેને ચટણી કે સોસ સાથે ખાઈ શકાય છે.

ફળની સાથે ઓટ્સ

હાઈ ફાઈબરના ઓટ્સ થોડા ખાવાથી પણ પેટ ભરાઈ જાય છે અને પાચન સારું રહે છે. તેને વેટ લોસ ડાયટ માટે સારો માનવામાં આવે છે. ઓટ્સમાં દૂધ, ફળ અને સ્વાદ માટે મધ અને તજનો પાવડર મિક્સ કરી શકાય છે. તેમાં કેટલાક સૂકામેવા પણ મિક્સ કરી શકાય છે.

ફણગાવેલા મગ

આ નાસ્તો બનાવવા માટે લીલી મગને રાતે ધોઈને પલાળી લો. તેનાથી મગ અંકુરિત થઈ જાય છે. રાતે શાક સુધારીને રાખો જેથી સવારે જલ્દી નાસ્તો તૈયાર થશે. મગમાં ટામેટા, મરચા, ટામેટા મિક્સ કરો. તેમાં લીંબુ અને મીઠું પણ મિક્સ કરો. સ્વાદની સાથે હેલ્થ પણ સારી રહેશે.

Most Popular

More from Author

પ્રેમિકા 👱🏻‍♀️: શું તું મારા માટે ચંદ્ર 🌛તોડી લાવીશ??? 😅😝😂😜🤣🤪

લોકો ગમે તેવા તેલમાં તળેલા વડા-સમોસા ખાય છે…. ~ ગટરના પાણીથી ભરેલી...

સ્ત્રીઓ બહુ જ હોશિયાર થતી જઈ રહી છે 😅😝😂😜🤣🤪

પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી લાગતું પતિ- અરે ગાંડી...

એક વખત એક ગામમાં શરત લાગી કે.. 😅😝😂😜🤣🤪

મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા.એક ચુડેલે એમને અટકાવ્યા.‘હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’મિશ્રાજી...

તો મને મૂકવા તમે જ કેમ આવો છો? 😅😝😂😜🤣🤪

હદ થઈ ગઈ યાર,સચ્ચાઈનો તો જમાનો જ નથી રહ્યો.આજે મે મારી...

Read Now

લાલ પૌવા શરીર માટે હેલ્ધી છે, જાણો આ સુપરફૂડના ફાયદા

પૌષ્ટિક નાસ્તાની વાત આવે છે, ત્યારે પૌવાનો વિચાર પણ મનમાં આવતી વસ્તુઓમાંથી એક છે. પોષક તત્વોથી ભરપૂર પૌવા ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, બસ તેને બનાવવાની રીત થોડી અલગ હોવી જોઈએ. ચોખામાંથી બનાવેલા પૌવા ભારતના ઘણા ભાગોમાં ખૂબ જ શોખથી ખાવામાં આવે છે. તે એટલું...

પ્રેમિકા 👱🏻‍♀️: શું તું મારા માટે ચંદ્ર 🌛તોડી લાવીશ??? 😅😝😂😜🤣🤪

લોકો ગમે તેવા તેલમાં તળેલા વડા-સમોસા ખાય છે…. ~ ગટરના પાણીથી ભરેલી પાણીપુરી ખાય છે…. ~ ફૂટપાથ પર ઉડતી ઘૂળ પાસે ભાજીપાઉં ખાય છે…. ~ કોક અને પેપ્સીનું ઝેર રુપિયા ખર્ચીને પેટમાં ઉતારે છે…. ~ સિગારેટ ફુંકે છે, તમાકુ ચાવે છે, મોઢામાં માવાના ડુચાભરાવી રાખી પિચકારીઓ મારે છે… …પણ જયારે ડૉકટર કંઇક...

ગીતાની આ પાંચ વાતોને આજે જ તમારા જીવનમાં અપનાવો, ક્યારેય નિષ્ફળ ન થાઓ

શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોનું વર્ણન છે. મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો.કૃષ્ણએ અર્જુનને ગીતા શીખવી જ્યારે તેના પગલાં યુદ્ધના મેદાનમાં ડગમગવા લાગ્યા. કહેવાય છે કે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ગીતામાં મળે છે. ગીતાના ઉપદેશો આપણને કામ કરવા અને જીવનમાં આગળ વધવાની...