fbpx
Saturday, June 3, 2023

એક ડોશા ડોશી વચ્ચે અદ્ભુત પ્રેમ હતો.

એક ડોશા ડોશી વચ્ચે અદ્ભુત પ્રેમ હતો.
ડોશો ક્યારેય ડોશીને એકલી મુકતો નથી.
ડોશાની આ આદતથી ડોશી હંમેશા પરેશાન રહેતી હતી.
ડોશો પોતાની ડોશી માટે એટલો ગાંડો હતો કે જ્યાં પણ ડોશી જતી,
તે તેની પાછળ પાછળ જતો.
તેણે એક ક્ષણ માટે પણ ડોશીને એકલી છોડી ન હતી.
એક દિવસ ડોશીના પિયરથી ફોન આવ્યો કે તમે અહીં રોકાવા આવો.
પણ જવું કેવી રીતે? ડોશો પીછો નહીં છોડે.
કંઈક વિચારીને ડોશીએ ડોશાને કહ્યું : ચાલો,
આજે આપણે સંતાકૂકડી રમીએ છીએ. તમે સંતાઈ જાવ,
હું તમને શોધી લઈશ.
પછી ડોશો સંતાઈ ગયો. એ પછી ડોશી ઉતાવળમાં બીજા રૂમમાં ગઈ,
અને પોતાની પેટી લઈને પિયર પહોંચી ગયા.
ડોશીએ મનમાં વિચાર્યું કે ચાલો થોડા દિવસ માટે ડોશાથી છુટકારો મળ્યો.
પણ ડોશીએ પિયર પહોંચીને પેટી ખોલી
તો તેમાંથી ડોશો બહાર નીકળ્યો અને બોલ્યો : ધપ્પો!😂😜🤣😛😆🤪

પોલીસ ને જોઇને લોકો
એટલી ઝડપથી માસ્ક પહેરે છે,
કે
જેવી રીતે પહેલાના જમાનામાં
સસરાંને જોઇને વહુઓ લાજ કાઢતી…

પેપરમાં જાહેરાત હતી..!!
જોઇએ છે…
ધરના ઉંબરામાં
ચોખાથી ભરેલા કળશને
લાત મારવા વાળી..!!
ટચૂકડી જાહેરાત

અમારી બધી ખુશી
છીનવી લેશો તો ચાલશે,
પણ જો કોઇએ ગોદડું ખેચ્યું
તો માથાકૂટ થઇ જશે…
ઠંડી લાગે છે બાપલિયાવ

નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.

Related Articles

નવીનતમ