Homeરસોઈનવા વર્ષે ઘરે આવતા...

નવા વર્ષે ઘરે આવતા મહેમાનો સાથે ટેસ્ટી અને ક્રિસ્પી પનીર બૉલ્સની મજા માણો, જાણી લો બનાવવાની એકદમ સરળ રીત

ક્રિસ્પી પનીર બોલ્સ એવો નાસ્તો છે જેને ગમે ત્યારે બનાવીને ખાઈ શકાય છે. દિવસ દરમિયાન ક્યારેક ઓછી ભૂખ લાગે, તો તેને ઝડપથી તૈયાર કરી શકાય છે. કિડ્સ પાર્ટીમાં પણ આ હેલ્ધી નાસ્તો ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પનીર પ્રોટીનથી ભૂરપૂર હોય છે, આવી સ્થિતિમાં તેનાથી બાળકોના સ્વાસ્થ્યને પણ લાભ મળે છે. પનીર બોલ્સને બનાવવા ખૂબ જ સરળ હોય છે અને આ ફૂડ રેસિપી સ્વાદમાં પણ લાજવાબ હોય છે.

તમે પણ જો ક્રિસ્પી પનીર બોલ્સની રેસિપીને ટ્રાય કરવા માંગો છો તો અમે તમને તેને બનાવવાની સરળ રીત જણાવી રહ્યા છીએ. તેને ફોલો કરીને તમે સ્વાદિષ્ટ પનીર બોલ્સ બનાવી શકો છો.

ક્રિસ્પી પનીર બોલ્સ બનાવવા માટે સામગ્રી

100 ગ્રામ પનીર
2 ડુંગળી બારીક સમારેલી
2 લીલા મરચા બારીક સમારેલા
આદુનો 1 ઇંચનો ટુકડો
2 ચમચી ચોખાનો લોટ
1 ચમચી ચણાનો લોટ
1 ચમચી કોર્નફ્લોર
2 ચમચી બારીક સમારેલી કોથમીર
સ્વાદ મુજબ મીઠું
ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ
ક્રિસ્પી પનીર બોલ્સ બનાવવાની રીત

સૌથી પહેલા પનીરને સારી રીતે મેશ કરી લો. આ માટે તમે ઈચ્છો તો છીણી પણ શકો છો. હવે બાઉલમાં આ મેશ કરેલા પનીરની સાથે બારીક સમારેલી ડુંગળી ઉમેરો.
તમે ઈચ્છો તો સાથે લીલી ડુંગળીને પણ બારીક કાપીને લઈ શકો છો. સાથે તેમાં બારીક સમારેલા લીલા મરચા, કોથમીર અને બારીક સમારેલ આદુ પણ ઉમેરો.
સાથે જ કાળા મરી, ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ પણ મિક્સ કરી લો. મીઠું ઉમેરો અને સાથે ચોખાનો લોટ નાખીને મિક્સ કરો.
સાથે તેમાં ચણાનો લોટ અને કોર્નફ્લોર પણ ઉમેરી દો. ચણાનો લોટ સમગ્ર મિશ્રણને બાંધવામાં મદદ કરે છે અને ચોખાના લોટથી ક્રિસ્પીનેસ મળે છે. એટલા માટે એક પણ સામગ્રીને છોડશો નહીં.
તમે ઈચ્છો તો થોડો ચાટ મસાલો અને ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. બધું બરાબર મિક્સ કરો. સમાન માત્રામાં લો અને તેને ગોળ આકાર આપો.
એક કડાઈમાં તેલ ગરમ કરો અને આ બધા પનીર બોલ્સને ધીમી આંચ પર સોનેરી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે ટેસ્ટી ક્રિસ્પી પનીર બોલ્સ, તેને ટામેટા અને ચીલી સોસની સાથે ગરમ-ગરમ સર્વ કરો.

Most Popular

More from Author

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા. 😅😝😂😜🤣🤪

પત્ની ગુસ્સામાં પતિને કહે છે, પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર...

મારા 👨🏼પતિને ભેટ આપવા માટે કંઈક વસ્તુ જોઈએ છે 😅😝😂😜🤣🤪

છગન : હું જન્મ્યો મુંબઈમાં પણ ભણ્યો અમદાવાદમાં. 😎મગન : તો...

કાતિલ તો તારી નજર છે…!! 😅😝😂😜🤣🤪

🙋🏻‍♀️પત્ની:- તમારી માટે 🍲દૂધીનું શાક બનાવ્યું છે,શેની સાથે ખાશો? 🤦🏻પતિ:- મજબુરી સાથે!!...

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા,...

Read Now

મારાથી શરૂઆતથી જ ટાઇપ કરવામાં ભૂલો થતી. 😅😝😂😜🤣🤪

બાળકે શાળાનું એડમિશન ફોર્મ ભરતી વખતેપૂછ્યું… પાપા Mother Tongue માં શું લખવું? પપ્પા : લખી દે દીકરા,બહુ લાંબી અને લીમીટ બહારની હોય.😅😝😂😜🤣🤪 મારાથી શરૂઆતથી જટાઇપ કરવામાં ભૂલો થતી.પણ આજે મારાથીસૌથી મોટી ભૂલ થઈ ગઈ.પત્નીને મેસેજમાં પ્રિયતમાની જગ્યાએપ્રેતાત્મા લખીને મોકલી દીધું.સવારથી ભૂખ્યો છું…ચા પીવા પણ નથી મળી…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ...

મોસાળ પક્ષે લાભ, દામ્પત્ય જીવનમાં શાંતિ…, આજનો દિવસ આ રાશિના જાતકો માટે નીવડશે લાભદાયી

આજનું પંચાંગ 04 03 2024 સોમવારમાસ મહાપક્ષ સુદતિથિ બીજનક્ષત્ર શતતારાયોગ પરિઘ સવારે 10:37 પછી શિવકરણ બાલવ સવારે 10:56 કૌલવરાશિ કુંભ (ગ.સ.શ.ષ.) મેષ (અ.લ.ઈ) આ રાશિના જાતકોને કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે તેમજ નોકરી-ધંધામાં સારી તકો મળશે અને કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું તેમજ સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે વૃષભ-(બ.વ.ઉ) મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે...

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા. 😅😝😂😜🤣🤪

પત્ની ગુસ્સામાં પતિને કહે છે, પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર કેમ રાખ્યો છે? પતિ : કેમ, શું થયું? પત્ની : તમે પરમ દિવસે હોટલમાંથી જે ચાંદીની પ્લેટ લાવ્યા હતા,તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪 પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય...