Homeહેલ્થશિયાળાની ખાંસીએ કર્યા હાલ...

શિયાળાની ખાંસીએ કર્યા હાલ બેહાલ તો આ ઘરેલૂ નુસખા આપશે ફટાફટ રાહત

  • ખાંસીમાં રાહત મેળવવા હળદરનો કરો ઉપયોગ
  • લીંબુ અને મધ પણ ખાંસીથી રાહત અપાવશે
  • સ્ટીમ લેવાથી શ્વાસ લેવામાં આરામ મળશે

થોડા સમયથી શિયાળાએ પોતાનું રૂપ બતાવવાનું શરૂ કર્યું છે. આ સમયે ઠંડા પવનના કારણે લોકોને શરદી અને ખાંસીની સાથે તાવની સમસ્યા પણ રહે છે. જો તમે પણ શરદી-ખાંસીથી પરેશાન છો તો દવા લો તે યોગ્ય છે પણ સાથે કેટલાક અસરકારક ઘરેલૂ નુસખા અપનાવી લેશો તો તમને ઝડપથી રાહત મળી શકે છે.

આ સમસ્યામાં તમને બેચેની વધારે રહે છે અને સાથે તમારે રોજિંદા કામ કરવામાં પણ મુશ્કેલી અનુભવવી પડે છે.

સતત ખાંસી આવવાના કારણે તમારા ફેફસા અને શરીરના અન્ય ભાગ પર પણ અસર પડે છે. કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવીને તમે તેને સરળતાથી ઠીક કરી શકો છો. આ ઉપાયોની કોઈ આડઅસર પણ થતી નથી. શિયાળો આવતા જ તમે આ દેશી નુસખાને અપનાવવાનું શરૂ કરી દેશો તો તમારે મુશ્કેલીઓનો સામનો ઓછો કરવો પડશે. તો જાણો શું કરવું.

મીઠાના પાણીના કોગળા કરો

જો તમે ખાંસીથી મુશ્કેલી અનુભવી રહ્યા છો, તો મીઠાના પાણીના કોગળા કરવાથી થોડી રાહત રહે છે. એક ગિલાસ ગરમ પાણીમાં થોડુ મીઠું મિક્સ કરો અને સવારે ઊઠીને તરત જ કોગળા કરવાથી રાહત મળે છે. તેનાથી ગળાની બળતરા ઓછી થશે અને ખાંસી પણ ઘટશે.

હળદર

હળદર તેના દવાના ગુણના કારણોથી ઘણી સમસ્યાઓથી રાહત મળે છે. ખાંસીથી આરામ મેળવવા માટે પણ તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. જ્યારે થોડું દૂધ અને કાળા મરીની સાથે તેનું સેવન કરાય છે તો ખાંસીથી રાહત મળે છે. આ સિવાય તમે આદુ અને હળદરની ચા પણ પી શકો છો.

લીંબુ અને મધ

લીંબુ અને મધ પણ ખાંસીથી રાહત અપાવવામાં ખૂબ મદદરૂપ થશે. ગરમ પાણીમાં લીંબુ અને મધ ભેળવીને પીવાથી તમારા ગળાને ઘણી રાહત મળે છે. મધમાં હાજર એન્ટિ-માઈક્રોબાયલ ગુણો અને લીંબુમાં હાજર વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તમે તમારી ચામાં એક ચમચી મધ ઉમેરીને પણ પી શકો છો.

સ્ટીમ લો

જો તમે શરદી અને ઉધરસથી પરેશાન છો, તો સ્ટીમ લેવાથી તમને આ સમસ્યામાંથી તાત્કાલિક રાહત મળી શકે છે. સ્ટીમ શ્વાસમાં લેવાય તો શરદીમાં રાહત મળે છે. તમે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરી શકો છો અથવા સ્ટીમ લઈ શકો છો. આ ઉપરાંત તમે ગરમ પાણીના બાઉલની મદદથી વરાળ લઈ શકો છો.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)

Most Popular

More from Author

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા. 😅😝😂😜🤣🤪

પત્ની ગુસ્સામાં પતિને કહે છે, પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર...

મારા 👨🏼પતિને ભેટ આપવા માટે કંઈક વસ્તુ જોઈએ છે 😅😝😂😜🤣🤪

છગન : હું જન્મ્યો મુંબઈમાં પણ ભણ્યો અમદાવાદમાં. 😎મગન : તો...

કાતિલ તો તારી નજર છે…!! 😅😝😂😜🤣🤪

🙋🏻‍♀️પત્ની:- તમારી માટે 🍲દૂધીનું શાક બનાવ્યું છે,શેની સાથે ખાશો? 🤦🏻પતિ:- મજબુરી સાથે!!...

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા,...

Read Now

મારાથી શરૂઆતથી જ ટાઇપ કરવામાં ભૂલો થતી. 😅😝😂😜🤣🤪

બાળકે શાળાનું એડમિશન ફોર્મ ભરતી વખતેપૂછ્યું… પાપા Mother Tongue માં શું લખવું? પપ્પા : લખી દે દીકરા,બહુ લાંબી અને લીમીટ બહારની હોય.😅😝😂😜🤣🤪 મારાથી શરૂઆતથી જટાઇપ કરવામાં ભૂલો થતી.પણ આજે મારાથીસૌથી મોટી ભૂલ થઈ ગઈ.પત્નીને મેસેજમાં પ્રિયતમાની જગ્યાએપ્રેતાત્મા લખીને મોકલી દીધું.સવારથી ભૂખ્યો છું…ચા પીવા પણ નથી મળી…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ...

મોસાળ પક્ષે લાભ, દામ્પત્ય જીવનમાં શાંતિ…, આજનો દિવસ આ રાશિના જાતકો માટે નીવડશે લાભદાયી

આજનું પંચાંગ 04 03 2024 સોમવારમાસ મહાપક્ષ સુદતિથિ બીજનક્ષત્ર શતતારાયોગ પરિઘ સવારે 10:37 પછી શિવકરણ બાલવ સવારે 10:56 કૌલવરાશિ કુંભ (ગ.સ.શ.ષ.) મેષ (અ.લ.ઈ) આ રાશિના જાતકોને કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે તેમજ નોકરી-ધંધામાં સારી તકો મળશે અને કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું તેમજ સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે વૃષભ-(બ.વ.ઉ) મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે...

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા. 😅😝😂😜🤣🤪

પત્ની ગુસ્સામાં પતિને કહે છે, પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર કેમ રાખ્યો છે? પતિ : કેમ, શું થયું? પત્ની : તમે પરમ દિવસે હોટલમાંથી જે ચાંદીની પ્લેટ લાવ્યા હતા,તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪 પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય...