Homeરસોઈએક કિલો દૂધીથી બનાવો...

એક કિલો દૂધીથી બનાવો સ્વાદિષ્ટ બરફી, સૌ કોઈ પૂછશે રેસિપી

ગળ્યું ખાવાના શોખીન છો તો આ વખતે ઘરે જ તૈયાર કરો દૂધીની બરફી. થોડા સમયમાં જ તૈયાર થઈ જતી આ મીઠાઈ એકદમ સ્વાદિષ્ટ લાગશે અને તે વગર મહેનતે બનીને તૈયાર થઈ જશે, તો ચાલો જાણીએ દૂધીની બરફી બનાવવાની રેસિપી..

સામગ્રી

  • 1 કિલો દૂધી
  • 2 ચમચી ઘી
  • 1 કપ દૂધ
  • 1/2 કપ મિલ્ક પાવડર
  • 4 ચમચી નાળિયેર છીણેલું
  • 1/2 કપ ખાંડ
  • એલચી પાવડર
  • લીલો ફૂડ કલર (વૈકલ્પિક)
  • બારીક સમારેલા ડ્રાયફ્રુટ

બનાવવાની રીત
દૂધીની બરફી બનાવવા માટે સૌથી પહેલા એક કિલો દૂધી લો. હવે દૂધીને છોલીને છીણીની મદદથી છીણી લો. હવે છીણેલી દૂધીમાંથી વધારાનું પાણી કાઢી લો. ત્યારબાદ એક કડાઈને મધ્યમ આંચ પર રાખો અને તેમાં 2 ચમચી ઘી ગરમ કરો. હવે કડાઈમાં છીણેલી દૂધી ઉમેરો અને સતત હલાવતા રહીને મિક્સ કરો.

ત્યારબાદ કડાઈને ઉપરથી ઢાંકી દો અને 3-4 મિનિટ પકાવો. 3-4 મિનિટ પછી ઢાંકણને હટાવીને તેમાં 1 કપ દૂધ અને 1/2 કપ ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરો.

હવે ફરીથી ઢાંકણ ઢાંકીને ધીમી આંચ પર પકાવો. થોડીવાર પછી ઢાંકણ હટાવી લો અને તેમાં 1/2 કપ મિલ્ક પાવડર, 4 ચમચી છીણેલું નાળિયેર અને 1/2 ચમચી એલચી પાવડર નાખીને ધીમી આંચ પર સારી રીતે મિક્સ કરો.

હવે તેમાં 2 ચપટી ગ્રીન ફૂડ કલર અને ઝીંણા સમારેલા ડ્રાય ફ્રુટ્સ ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેમાં 1 ચમચી ઘી ઉમેરો. થોડીવાર સુધી પકાવો.

ત્યારબાદ એક ટ્રે લો અને તેને ઘી વડે ગ્રીસ કરો. હવે ગેસ બંધ કરીને આ મિશ્રણને ટ્રેમાં નાખીને ફેલાવી દો. હવે તેને સેટ થવા માટે 1 કલાક માટે ફ્રિજમાં રાખો. થોડા સમય બાદ ટ્રેને ફ્રિજમાંથી બહાર કાઢીને બરફીના ટુકડા કરી લો. તો તૈયાર છે દૂધીની બરફી…

Most Popular

More from Author

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત...

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😅😝😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને કહે છે કે,…😅😝😂😜😅😝😂😜

પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ...

Read Now

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત પાક્કું બદલી દઈશ.થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તોપીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો...

મિથુન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં સફળતા મળશે, આવકમાં વધારો થશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત વગાડ્યું🎵“કોઈ જબ તુમ્હારા 🫀હદય તોડ દે તડપતા હુવા તુમ્હે છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિયે🥰 મેરા ઘર🏡 ખુલ્લા હૈ ખુલ્લા હી રહેગા 😍તુમ્હારે લીયે…”આ 👂🏻સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો પત્ની🤵🏻‍♀️ આદુવાળી ☕️ચા...