Homeક્રિકેટIND vs AFG: દિલ...

IND vs AFG: દિલ ધડક ડબલ સુપર ઓવર મેચમાં ભારતની શાનદાર જીત

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી T20 મેચ રમાશે. આ મેચ બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર 7 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમે મોહાલી અને ઈન્દોરમાં મેચ જીતીને સિરીઝ પર કબજો જમાવ્યો છે.

હવે ભારતીય ટીમની નજર સિરીઝમાં ક્લીન સ્વીપ તરફ રહેશે. અફઘાનિસ્તાનની ટીમ અગાઉની બે મેચ ભુલીને નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરીને વધુ સારૂં પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ આજે બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં બે સુપર ઓવર જોવા મળી હતી. મેચમાં પ્રથમ સુપર ઓવર પણ ટાઈ રહી હતી. જે બાદ મેચનું પરિણામ નક્કી કરવા માટે બીજી સુપર ઓવર કરવામાં આવી હતી. જેમાં ભારતીય ટીમનો વિજય થયો હતો. બીજા સુપર ઓવરમાં રવિ બિશ્નોઈએ શાનદાર બોલિંગ કરી હતી. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ સિરીઝ 3-0થી કબજે કરી લીધી છે.

બીજી સુપર ઓવર શરૂ

અફઘાનિસ્તાન

રવિ બિશ્નોઇના ત્રીજા બોલ પર રહેમનુલ્લા ગુરબાઝ રિંકુ સિંહને કેચ આપી બેઠો હતો. આ દિલધડક મેચમાં ભારતની જીત થઇ છે.

રવિ બિશ્નોઇના પ્રથમ બોલ પર મોહમ્મદ નબી રિંકુ સિંહના હાથે કેચ આઉટ થયો છે. અફઘાનિસ્તાનનો કરીમ જનાત બેટિંગ કરવા ક્રિઝ પર આવ્યો છે.

અફઘાનિસ્તાનના ગુરબાઝ અને નબી ક્રિઝ પર આવ્યા છે. ભારત તરફથી સ્પિનર રવિ બિશ્નોઇ સુપર ઓવર નાખશે.

ભારત

બીજી સુપર ઓવરમાં ભારતે અફઘાનિસ્તાનને આપ્યું 12 રનનું લક્ષ્‍ય.

ભારતને ઝટકો, રિંકુ સિંહ થયો આઉટ

રોહિત શર્માએ ભારત તરફથી કરી સિક્સ સાથે શરૂઆત.

ભારતની સુપર ઓવર

ભારતે 16 રન બનાવ્યા છે આ સાથે બીજીવાર મેચ ટાઇ થઇ છે.

સુપર ઓવરમાં યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા ભારત માટે ઓપનિંગ કરશે. અફઘાનિસ્તાન તરફથી ઓમરઝાઇ બોલિંગ કરશે.

અફઘાનિસ્તાન સુપર ઓવર

સુપર ઓવર પુરી, અફઘાનિસ્તાને ભારતને 17 રનનું લક્ષ્‍ય આપ્યું છે. ભારતે જીતવા માટે 6 બોલમાં આ ટાર્ગેટ મેળવવો પડશે.

બે રન લેવાના ચક્કરમાં ગુલાબદિન નઇબ રન આઉટ.

અફઘાનિસ્તાનના બેટ્સમેન ગુલાબદિન નઇબ અને રહેમનુલ્લાહ ગુરબાઝ બેટિંગ કરવા આવ્યા છે, જ્યારે મુકેશ કુમાર સુપર ઓવર નાખશે.

અફઘાનિસ્તાનની ઇનિંગ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી દિલ ધડક મેચ ટાઇ થઇ છે. હવે સુપર ઓવર રમાશે જેમાં કઇ ટીમ બાજી મારશે તે જોવું રહ્યું.

નજીબુલ્લાહ આઉટ: અફઘાનિસ્તાનને પાંચમો ઝટકો લાગ્યો છે. 5 રન બનાવીને નજીબુલ્લાહ આઉટ થયો છે. નજીબુલ્લાહએ મોટો શોટ મારવાના ચક્કરમાં વિરાટ કોહલીના હાથમાં કેચ આપી દીધો હતો.

નબી આઉટ: અફઘાનિસ્તાનને મોહમ્મદ નબીના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો છે. નબીએ ભારતીય બોલરોની ફોર અને સિક્સ સાથે ધોલાઇ કરી હતી. નબી 16 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે અફઘાનિસ્તાનનો સ્કોર 163/4 સુધી પહોંચ્યો છે.

ગુરબાઝ આઉટ: ગુરબાઝ 50 રન ફટકારીને ખતરનાક બેટિંગ કરી રહ્યો હતો, તેને કુલદીપ યાદવે વોશિંગ્ટન સુંદરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો, 11 ઓવર પછી સ્કોર 93/1 હતો.

પાવરપ્લે પુરો

અફઘાનિસ્તાને સારી શરૂઆત કરી છે. ગુરબાઝે 21 તથા ઝદરાને 28 રન બનાવ્યા છે. આ સાથે 6 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર 51 રન થયો છે.

અફઘાનિસ્તાનની ઇનિંગ શરૂ થઇ ગઇ છે. અફઘાન હવે 213 રનના લક્ષ્‍યનો પીછો કરવા ઉતર્યું છે. અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝ અને ઇબ્રાહિમ ઝદરાન ક્રિઝ પર છે. ભારત તરફથી મુકેશ કુમાર પ્રથમ ઓવર નાખશે.

ભારતની ઇનિંગ

છેલ્લી ઓવરમાં રોહિતે 2 સિક્સ અને 1 ફોર, રિંકુએ છેલ્લા ત્રણ બોલમાં સતત સિક્સર ફટકારીને 36 રન બનાવ્યા હતા, જેના કારણે ભારતનો સ્કોર 4 વિકેટે 212 રન પર પહોંચ્યો હતો, રોહિતે 69 બોલમાં 11 ફોર અને 8 સિક્સની મદદથી 121 રન બનાવ્યા હતા તથા અને રિંકુ સિંહે 39 બોલમાં 2 ફોર અને 6 સિક્સની મદદથી 69 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 4 રન તથા શિવમ દુબે 1 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. વિરાટ કોહલી તથા સંજુ સેમસન ગોલ્ડન ડકનો શિકાર થયા હતા. શરૂઆતી ધબડકા બાદ ભારતની બાજી રોહિત – રિંકુએ સંભાળી હતી. આ સાથે ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 212 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનની બોલિંગની વાત કરીયે તો ફરિદ અહેમદ મલિકે 3 વિકેટ ઝડપી હતી જ્યારે અઝમતુલ્લા ઓમરઝાઇને 1 વિકેટ મળી હતી.

રિંકુની ફિફ્ટી: રિંકુ સિંહે કેપ્ટન રોહિત શર્માનો સાથ આપ્યો હતો. રિંકુએ 36 બોલમાં 2 ફોર અને 3 સિક્સની મદદથી 51 રન બનાવી ફિફ્ટી પુરી કરી હતી.

રોહિતનું શતક: રોહિત શર્માએ તોફાની બેટિંગ કરી છે. રોહિતે 65 બોલમાં 104 રન બનાવી ટી20 કરિયરની 5મી સદી ફટકારી છે. આ સાથે રોહિત શર્મા ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

રોહિતની ફિફ્ટી: રોહિત શર્માએ ભારતને કમબેક કરાવ્યું છે. રોહિત શર્માએ 41 બોલમાં 5 ફોર અને 3 સિક્સની મદદથી ફિપ્ટી પુરી કરી હતી. આ સાથે ભારતનો સ્કોર 100 પર પહોંચ્યો છે.

પાવરપ્લે સમાપ્ત: પાવરપ્લે સમાપ્ત થયો છે. આ સાથે ભારતનો સ્કોર 30/4 થયો છે. કેપ્ટન રોહિત શર્મા અને રિંકુ સિંહ બેટિંગ કરી રહ્યાં છે.

સેમસન આઉટ: કોહલી બાદ સંજુ સેમસન ગોલ્ડન ડકનો શિકાર થયો છે. આ સાથે અફઘાનિસ્તાને મેચમાં પકડ બનાવી ભારતને બેકફુટ પર ધકેલી દીધું છે.

દુબે આઉટ: ભારતની મુશ્કેલીઓ વધી છે. ભારતે શરૂઆતની 4 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવી દીધી છે. શિવમ દુબે 1 રન બનાવીને આઉટ થયો છે. આ સાથે ભારત દબાવમાં આવી ગયું છે. અફઘાનિસ્તાન આ મેચ જીતી સારા સરવાળે સિરીઝનો અંત કરવા માંગશે.

કોહલી આઉટ: વિરાટ કોહલી ગોલ્ડન ડકનો શિકાર થયો છે. ત્રીજી ટી20માં પહેલા બોલે જ આઉટ થયો હતો.

જયસ્વાલ આઉટ: યશસ્વી જયસ્વાલના નામે ભારતને પ્રથમ ઝટકો લાગ્યો છે. ફરિદ અહેમદના બોલ પર મોટો શોટ રમવા જતા જયસ્વાલે મોહમ્મદ નબીના હાથમાં કેચ આપી દીધો હતો. જયસ્વાલ 4 રન બનાવીને આઉટ થયો હતો.

ભારતનો દાવ શરૂ થઇ ગયો છે. કેપ્ટન રોહિત શર્મા અમે યશસ્વી જયસ્વાલ બેટિંગ કરવા માટે ક્રિઝ પર આવી ગયા છે. અફઘાનિસ્તાન તરફથી ફરિદ અહેમદ મલિક પ્રથમ ઓવર નાખશે.

ટોસ

ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. અફઘાનિસ્તાન પ્રથમ બોલિંગ કરશે. ભારતીય ટીમ ત્રણ બદલાવ સાથે ઉતરી છે. જીતેશ શર્માની જગ્યાએ સંજુ સેમસન તથા અક્ષર પટેલની જગ્યાએ કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહની જગ્યાએ આવેશ ખાનને મોકો આપવામાં આવ્યો છે.

બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ભારત: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (C), વિરાટ કોહલી, શિવમ દુબે, સંજુ સેમસન (Wk), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ, આવેશ ખાન.

અફઘાનિસ્તાન: રહેમાનુલ્લા ગુરબાઝ(Wk), ઈબ્રાહીમ ઝદરાન(C), ગુલબદિન નાયબ, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝદરાન, કરીમ જનાત, શરાફુદ્દીન અશરફ, કૈસ અહમદ, મોહમ્મદ સલીમ સફી, ફરીદ અહમદ મલિક

ચિન્નાસ્વામી મેદાનમાં ભારતનો રેકોર્ડ

બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતના T20 રેકોર્ડ પર નજર કરીએ તો તે બહુ સારો રહ્યો નથી. ભારત અહીં 7 T20 મેચ રમ્યું છે. આ સમયગાળા દરમિયાન, તેઓએ ત્રણમાં જીત મેળવી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. રોહિત શર્મા બેંગલુરુમાં નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે.

Most Popular

More from Author

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત...

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😅😝😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને કહે છે કે,…😅😝😂😜😅😝😂😜

પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ...

Read Now

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત પાક્કું બદલી દઈશ.થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તોપીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો...

મિથુન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં સફળતા મળશે, આવકમાં વધારો થશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત વગાડ્યું🎵“કોઈ જબ તુમ્હારા 🫀હદય તોડ દે તડપતા હુવા તુમ્હે છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિયે🥰 મેરા ઘર🏡 ખુલ્લા હૈ ખુલ્લા હી રહેગા 😍તુમ્હારે લીયે…”આ 👂🏻સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો પત્ની🤵🏻‍♀️ આદુવાળી ☕️ચા...