Homeધાર્મિકરાશિ-ભવિષ્ય 2024: ધન રાશિના...

રાશિ-ભવિષ્ય 2024: ધન રાશિના નોકરી, ધંધાર્થી, વિદ્યાર્થીઓ, લગ્ન ઇચ્છુક માટે આ વર્ષ કેવું રહેશે?

ક્રાંતિવૃત્તના ૨૪૦થી ૨૭૦ અંશ સુધીના ભાગમાં ધન રાશિ આવે છે. મૂળ પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્ર ધન રાશિમાં સ્થાન પામે છે. અગ્નિ તત્ત્વની આ દ્વિ-સ્વભાવ રાશિ છે. તે પૂર્વ દિશામાં બળવાન બને છે. તેનું ચિહ્ન ધનુર્ધારી અર્ધમાનવ અને અર્ધઅશ્વ છે. અર્ધમાનવના હાથમાં તીર-કમાન છે. આ ક્ષત્રિય વર્ણની રાશિના સ્વામી ગુરુ છે. ધન રાશિના જાતકો મોટે ભાગે ધામક હોય છે.

સ્વભાવે ગરમ હોય છે. પિત્ત પ્રકૃતિ ધરાવે છે. તેમનામાં આળસ જોવા મળે છે, પરંતુ અગ્નિ તત્ત્વની રાશિ હોવાના કારણે આ જાતકો પૂરી મહેનતથી કામ કરે છે અને હાથમાં લીધેલું કામ પૂરું કરીને જંપે છે. શરત એટલી જ છે કે કામ તેમને ગમવું જોઈએ. જ્યાં સુધી મનપસંદ કામ ન મળે ત્યાં સુધી તેઓ આળસ કર્યા કરશે. ધ્યેયપ્રાપ્તિ તેઓ પૂરી તાકાત લગાવી દે છે. તેમના જીવનનું ધ્યેય નક્કી જ હોય છે. જ્યાં સુધી લક્ષ્‍ય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. તેમનો શારીરિક રીતે સામાન્યપણે મજબૂત હોય છે. વફાદારી અને પરગજુપણું એમનાં શુભ ગુણો છે. તેમને ચેલેન્જ ઉપાડવી ખૂબ ગમે છે. ધર્મ પ્રત્યે રુચિ હોવાને કારણે તેઓ પૂજાપાઠ અને મંત્ર આરાધના કરે છે. પરિણામે તેઓ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. અલબત્ત, સિદ્ધિ મેળવ્યા પછી જો તેઓ ફરી સાંસારિક મોહમાયામાં પડી જાય તો ધીરે-ધીરે આ સિદ્ધિઓ નષ્ટ પણ પામી શકે છે.

ભણતર અને ગણતર

ધન રાશિના જાતકોને અભ્યાસમાં આ વર્ષે સારા ફળની પ્રાપ્તિ કરવાના યોગ બને છે. હા, તેમણે વધારે મહેનત કરવી પડશે. મહેનત કર્યા પછી યોગ્ય ફળની પ્રાપ્તિ સારી રીતે મેળવી શકશો. પરદેશમાં અભ્યાસ ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સારા યોગ બને છે. સરકારી પરીક્ષા આપનારા જાતકો માટે આ વર્ષ ઘણી સફળતા લાવશે. સરકારી કોલેજોમાં એડમિશન લેવા માટેની એન્ટ્રેન્સ એક્ઝામ્સમાં પણ આ જાતકો સારું પરિણામ લાવી શકશે. આ વર્ષે વિશેષ શુભ પરિવર્તનના મજબૂત સંજોગો ઊભા થશે.

ગાડી ઔર બંગલા

જે જાતકોને ફ્લેટ કે જમીન ખરીદવાની ઈચ્છા હોય તેમની ઇચ્છા આ વર્ષે પૂરી થશે. જે જાતકો વાહન ખરીદવા માગે છે તેમના માટે મે મહિના સુધીનો સમય વધારે અનુકૂળ રહેશે. મકાન રિ-સેલમાં લેવું હશે કે સેકન્ડ-હેન્ડ ગાડી ખરીદવી હશે તો એપ્રિલ મહિના સુધીનો સમય વધારે સારો છે. ટૂંકમાં, ધન રાશિના જાતકો માટે ૨૦૨૪નું વર્ષ સુખસગવડનાં સાધનો અને તેનો ભોગવટો લખાવીને આવ્યું છે.

શાદી અને સંતતિ

લગ્ન કરવા ઈચ્છુક ધન રાશિના જાતકોને આ વર્ષ ખૂબ સારું પરિણામ મળે તેવા યોગ બને છે. લવમેરેજ કરવા ઇચ્છતાં યુવક-યુવતીઓને મેષ રાશિનું ગુરુ વધારે શુભ ફળની પ્રાપ્તિ કરાવે તેમજ ધાર્યું પરિણામ આપે. સંતાનપ્રાપ્તિ કરવા ઈચ્છતા દંપત્તિઓને માટે એપ્રિલ મહિના પછીનો સમયગાળો ગર્ભાધાન માટે વધારે અનુકૂળ રહેશે. મે મહિનાથી આ જાતકોના સંતાનપ્રાપ્તિના યોગ પ્રબળ બને છે.

જોબ, બિઝનેસ અને કરીઅર

જે જાતકો બિઝનેસ કરે છે તેમને આ વર્ષે ખૂબ પ્રગતિ થાય તેવા પ્રયોગો વિશેષ પ્રમાણમાં બને છે. ધન રાશિના જાતકો ધંધામાં નવું સાહસ કરીને પ્રગતિ અને વિસ્તાર કરી શકે છે. જો સાહસ કરશો તો સિદ્ધિ મળશે તે નક્કી છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી શુભ ફળની પ્રાપ્તિ મળતી જ હોય છે. નોકરી ઇચ્છતી વ્યક્તિઓને પણ આ ૨૦૨૪નું વર્ષ શુભ ફળ આપશે. શેર બજારમાં સાથે પનારો પાડતા જાતકોએ ખૂબ સાવચેતી રાખવી જરૂરી છે. નહીં તો પૈસા ગુમાવવાનો વારો આવશે. ધન રાશિની વ્યક્તિઓને આ વર્ષે શેરબજારથી ખાસ ફાયદો થાય તેવા યોગ બનતા નથી.

દેશ-દેશાવર

પરદેશ જવું એ એક ફેશન બની ગઈ છે. નાની-મોટી મુસાફરીના યોગ અને સંજોગ બનતા હોય છે. ધન રાશિના વ્યક્તિઓ માટે વિઝા તેમજ પરદેશનાં કાર્યો કરવા માટે ૨૦૨૩નું વર્ષ ઉત્તમ પૂરવાર થવાનું છે. જે જાતકોને અગાઉ વિઝા ન મળ્યા હોય તેઓ આ વર્ષે જો ફરીથી અપ્લાય કરશે તો વિઝા મળી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

નારી તું નારાયણી

ધન રાશિની બહેનોને ફક્ત ઘરકામ કરીને બેસી રહેવું ફાવતું નથી. તેમને કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવી ગમતી હોય છે. આ રાશિની મહિલાઓ જો નોકરી કરવા ઈચ્છતી હશે તો આ વર્ષે તેમને ખૂબ સારું પરિણામ મળશે. પરદેશ ફરવા જવા કે સ્થાયી થવા વિચારતી બહેનોને આ વર્ષે સારી સફળતા મળે તેવા યોગ ગ્રહબળના આધારે જોઈ શકાય છે. અભ્યાસ કરતી બહેનો ખૂબ સારું પરિણામ મેળવી શકશે. સંતાન મેળવવા ઈચ્છુક બહેનોને આ વર્ષે સફળતા ઓછી મળી શકે તે શક્ય છે. જોકે તેમના માટે મે મહિના પછીનો સમય વધરે અનુકૂળ છે. હા, લગ્નોત્સુક યુવતીઓ માટે આ વર્ષે સારા યોગ બને છે. શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરતી બહેનોને સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.

વિશેષ ઉપાય

અગ્નિ તત્ત્વની ત્રણ રાશિ – મેષ, સિંહ અને ધન – એક ત્રિકોણમાં આવે છે. આ જાતકોએ હંમેશા અગ્નિની ઉપાસના કરવી જોઈએ. તેમણે ગાયત્રી મંત્રના જાપ કરવા જોઈએ. સૂર્યના મંત્ર કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય. ગણપતિના મંત્ર કરવાથી તેમજ ગુરુએ આપેલો મંત્ર જપવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. સૂર્યનારાયણને જળ ચઢાવવું જોઈએ. દર મંગળવારે ગાયને ઘી-ગોળ અને રોટલી ખવડાવવાથી ધન રાશિના જાતકોને વિશેષ શુભ ફળને પ્રાપ્તિ થઈ શકે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા. 😅😝😂😜🤣🤪

પત્ની ગુસ્સામાં પતિને કહે છે, પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર...

મારા 👨🏼પતિને ભેટ આપવા માટે કંઈક વસ્તુ જોઈએ છે 😅😝😂😜🤣🤪

છગન : હું જન્મ્યો મુંબઈમાં પણ ભણ્યો અમદાવાદમાં. 😎મગન : તો...

કાતિલ તો તારી નજર છે…!! 😅😝😂😜🤣🤪

🙋🏻‍♀️પત્ની:- તમારી માટે 🍲દૂધીનું શાક બનાવ્યું છે,શેની સાથે ખાશો? 🤦🏻પતિ:- મજબુરી સાથે!!...

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા,...

Read Now

મારાથી શરૂઆતથી જ ટાઇપ કરવામાં ભૂલો થતી. 😅😝😂😜🤣🤪

બાળકે શાળાનું એડમિશન ફોર્મ ભરતી વખતેપૂછ્યું… પાપા Mother Tongue માં શું લખવું? પપ્પા : લખી દે દીકરા,બહુ લાંબી અને લીમીટ બહારની હોય.😅😝😂😜🤣🤪 મારાથી શરૂઆતથી જટાઇપ કરવામાં ભૂલો થતી.પણ આજે મારાથીસૌથી મોટી ભૂલ થઈ ગઈ.પત્નીને મેસેજમાં પ્રિયતમાની જગ્યાએપ્રેતાત્મા લખીને મોકલી દીધું.સવારથી ભૂખ્યો છું…ચા પીવા પણ નથી મળી…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ...

મોસાળ પક્ષે લાભ, દામ્પત્ય જીવનમાં શાંતિ…, આજનો દિવસ આ રાશિના જાતકો માટે નીવડશે લાભદાયી

આજનું પંચાંગ 04 03 2024 સોમવારમાસ મહાપક્ષ સુદતિથિ બીજનક્ષત્ર શતતારાયોગ પરિઘ સવારે 10:37 પછી શિવકરણ બાલવ સવારે 10:56 કૌલવરાશિ કુંભ (ગ.સ.શ.ષ.) મેષ (અ.લ.ઈ) આ રાશિના જાતકોને કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે તેમજ નોકરી-ધંધામાં સારી તકો મળશે અને કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું તેમજ સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે વૃષભ-(બ.વ.ઉ) મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે...

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા. 😅😝😂😜🤣🤪

પત્ની ગુસ્સામાં પતિને કહે છે, પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર કેમ રાખ્યો છે? પતિ : કેમ, શું થયું? પત્ની : તમે પરમ દિવસે હોટલમાંથી જે ચાંદીની પ્લેટ લાવ્યા હતા,તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪 પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય...