Homeહેલ્થદરેક વ્યક્તિ આ એક...

દરેક વ્યક્તિ આ એક વાત જાણે છે કે બર્લિન હાર્ટ કયું છે જેણે 2 વર્ષની બાળકીને મોતના મુખમાંથી બચાવી?

કહેવામા આવે છે કે મા-બાપ બાળકને જન્મ આપે છે પણ જે તેને મોતના મુખ માંથી બચાવે છે તે ભગવાન છે. આવું જ કંઈક બર્લિન હાર્ટ દ્વારા બે વર્ષની બાળકીને જીવનદાન આપવામાં આવ્યું છે. એપોલો હોસ્પિટલના ડૉક્ટરોની ટીમે આ સમગ્ર કામગીરી કરી છે.

શું છે બર્લિન હાર્ટ ?

આ છોકરીને લગાવવામાં આવેલ આર્ટિફિશિયલ હાર્ટને મેડિકલ ટર્મમાં બર્લિન હાર્ટ કહેવામાં આવે છે.

બર્લિન હાર્ટ એ વેન્ટ્રિક્યુલર સહાયક ઉપકરણનો એક પ્રકાર છે. મહત્વનુ છે કે આ વસ્તુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા દર્દીઓ માટે એક અસ્થાયી ઉપાય માનવમાં આવે છે.

બર્લિન હાર્ટની આ સર્જરી કરનાર ડોકટરોની ટીમમાના એક, ડો. મુકેશ ગોયલે જણાવ્યું હતું કે, બર્લિન હાર્ટ એવા દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે જેમને તાત્કાલિક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે. પરંતુ કોઈ હૃદય નું ડોનેશન આપનાર નથી. કોઈ પણ દર્દીને હાર્ટ ડોનર મળવામાં લગભગ 6 મહિનાથી 2 વર્ષનો સમય લાગી શકે છે.

આવી સ્થિતિમાં આ કૃત્રિમ ઉપકરણ દ્વારા દર્દીને જીવિત રાખવામાં આવે છે. આ ઉપકરણમાં પંપ શરીરની બહારની મશીનરી સાથે જોડાયેલ રહે છે. અને લોહી પંપ કરે છે. આવી સ્થિતિમાં દર્દીને હોસ્પિટલના ICUમાં રહેવું પડે છે.

પરંતુ ઘણા કિસ્સાઓમાં જ્યાં વાસ્તવિક હૃદય ટ્રાન્સપ્લાન્ટ મુશ્કેલ હોય છે, જેમ કે દર્દીઓ જેઓ ખૂબ વૃદ્ધ છે અથવા જેમનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય નથી. આવી સ્થિતિમાં, તે દર્દીઓએ અંતિમ ઉપચાર દ્વારા કૃત્રિમ હૃદય પર બાકીનું જીવન પસાર કરવું પડશે. આમાં વ્યક્તિ 8 થી 10 વર્ષ સુધી જીવિત રહી શકે છે.

ચાર મહિના માટે કૃત્રિમ હૃદયનું કરવામાં આવ્યું હતું ટ્રાન્સપ્લાન્ટ

કૃત્રિમ અવયવો વિશે વાત કરતાં ડૉ.ગોયલે જણાવ્યું હતું કે, વર્તમાન ટેક્નોલોજીમાં હજુ પણ સુધારા માટે ઘણો અવકાશ છે અને આ કૃત્રિમ અંગો દ્વારા ભવિષ્યમાં લાખો લોકોના જીવ બચાવી શકાય છે.

હાલમાં આ કૃત્રિમ હૃદય સાથે 4 મહિના જીવતી બાળકીને સાચુ હૃદય મળી ગયું છે. તબીબોએ સફળતાપૂર્વક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીને બાળકીને નવું જીવન આપ્યું છે. હવે તેને હાલત સંપૂર્ણપણે સ્થિર છે.

અગાઉ ચેન્નાઈમાં આવી જ એક સર્જરી કરવામાં આવી હતી. પરંતુ તે સર્જરીમાં દર્દી કૃત્રિમ હૃદય વડે માત્ર 2 અઠવાડિયા સુધી જીવિત રહી શક્યો. ભારતમાં આ બીજી આવી જ સર્જરી છે જે દિલ્હીની એપોલો હોસ્પિટલના ડોકટરો દ્વારા કરવામાં આવી હતી, જેમાં છોકરી 4 મહિના સુધી લાંબુ અંતર કાપવામાં સફળ રહી હતી.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)

Most Popular

More from Author

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી...

મારી ઈચ્છા છે કે પલંગની બીજી બાજુ પર પણ શાંતિથી સૂઈ શકું😅😝😂😜🤣🤪

એકવાર કોઈએ પૂછ્યું કે,લગ્ન ક્યારે થાય છે?મેં કહ્યું ,જ્યારે તમારો સમય...

બોસ : તમે તમારી પાછલી નોકરી કેમ છોડી દીધી? 😅😝😂😜🤣🤪

પપ્પુ તેની ઓફિસની સૌથી સુંદર છોકરી મીનાનેપ્રેમની વાતોથી પટાવી રહ્યો હતો.પપ્પુ...

દીકરો : કઈં નહિ યાર,આજે વધારે ચોકલેટ માંગી લીધી,તો તમારી આઈટમે ધોઈ નાખ્યો.😅😝😂😜🤣

છોકરો બાઈક ચલાવી રહ્યો હતો.એક છોકરીએ સ્કૂટીથી તેને ઓવરટેક કર્યો.છોકરાએ બૂમ...

Read Now

વૃશ્ચિક રાશિના લોકો લક્ષ્ય હાંસલ કરવા નવી યોજનાઓ બનાવશે, જાણો અન્ય રાશિઓનો દિવસ કેવો રહેશે

મેષ રાશિ- આજનો દિવસ કાર્યસ્થળમાં પ્રગતિ લાવવાનો રહેશે. માતા-પિતા સાથે તમારા સંબંધો સુધરશે. લોકો તમારો સાથ આપશે. તેનાથી તમારા મનમાં ખુશી જળવાઈ રહેશે. તમે દરેક પગલે સત્યનો સાથ આપશો. આજે તમને કોઈ ધાર્મિક પુસ્તક વાંચવામાં રસ હોઈ શકે છે. વૃષભ રાશિ- આજનો દિવસ મધ્યમ રહેશે. આજે તમે કાર્ય સંબંધિત પ્રવાસ પર...

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી ગયા તો તારક મેહતા નહિતર નરસિંહ મેહતા😅😝😂😜🤣🤪 જેને ગર્લફ્રેન્ડ મલવાની ઉમ્મીદ જખતમ થઇ જાય એ પછી એમ જ કહેશે કેઆ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે....

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ રાખવાનો છે, મીન રાશિને મળશે નવી તક, વાંચો રાશિફળ

મેષ રાશિ આજનો દિવસ પડકારોને સ્વીકારવાનો અને તમારા વિશે વધુ જાણવાની આકર્ષક તકો પ્રદાન કરવાનો છે. કાર્યસ્થળ પર કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે. જવાબદારીઓ વધી શકે છે. વૃષભ રાશિઆજે તમે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો. મનમાં સંતોષની લાગણી આવી શકે છે. ઓફિસમાં તમને પ્રમોશન મળી શકે છે. રોમેન્ટિક...