Homeહેલ્થસોફ્ટ ડ્રિંક પ્રેમીઓ સાવધાન!...

સોફ્ટ ડ્રિંક પ્રેમીઓ સાવધાન! તમે આ મોટા રોગોનો શિકાર બની શકો છો

ગરમી હોય છે કે પછી ઠંડી દરેક ઘરોના ફ્રીજમાં તમને કોલ્ડ ડ્રિંક્સ તો જોવા મળશે જ. ઘર, ઓફિસથી લઈને લોકો પાર્ટી ફંક્શનમાં પણ કોલ્ડ ડ્રિંક્સ પીવાનું પસંદ કરે છે. યુવાનોમાં તો કોલ્ડ ડ્રિંક્સનો ખાસ ક્રેઝ છે. યુવાનો માટે કોલ્ડ ડ્રિંક્સ વગર પાર્ટી જાણે અધૂરી છે. 

સોફ્ટ ડ્રિંક્સ સ્વાસ્થ્યને પહોંચાડે છે નુકસાનઃ
કોલ્ડ ડ્રિંક્સ ભલે ગમે તેટલી પસંદ હોય પણ તે શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તે તમારા વજનને વધારે છે સાથે જ લિવરને પણ નુકસાન પહોંચાડે છે. આ સિવાય તમારા મેટાબોલિઝમને પણ ડિસ્ટર્બ કરે છે. તે ડાયાબિટિઝ ટાઈપ-2નું પણ કારણ બની શકે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, તમે કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરો છો તો તમારા શરીરને શું શું નુકસાન થાય છે. 

સુગર વધવાનો ખતરોઃ
જ્યારે તમે ખાવાનું ખાવ છો તો ખાવામાં કાર્બોહાઈડ્રેટ્સ અને અન્ય પોષક તત્વોનું સેવન કરો છો. પરંતુ જ્યારે તમે તેની સાથે કોલ્ડ ડ્રિંક્સ પીવો છો તો ડ્રિંક્સની સુગર પણ તમારા શરીરમાં જાય છે અને તમારા શરીરમાં સુગરનું પ્રમાણ વધી જાય છે. એટલા માટે ખાવાની સાથે કોલ્ડ ડ્રિંક્સ ન લો. 

વજન વધવાની સમસ્યાઃ
આપણે સૌ જાણીએ છીએ કે, કોલ્ડ ડ્રિંક્સ પીવાથી વજન વધી જાય છે. સોડા અને સોફ્ટ ડ્રિંક્સમાં ખાંડ હોય છે જેના કારણે વજન ઝડપથી વધે છે. એક નિયમિત કોકા-કોલા કેનમાં 8 મોટી ચમચી ખાંડની હોય છે. કોલ્ડ ડ્રિંક્સ તમારી ભૂખને થોડા સમય માટે શાંત કરી દે છે પણ પછી તમે વધારે પ્રમાણમાં ખોરાક લેવાનું શરૂ કરી દો છો. 

દાંત ખરાબ થવાની સમસ્યાઃ
સોફ્ટ ડ્રિંક્સ તમારા દાંત માટે ખુબ જ નુકસાનકારક છે. સોડામાં ફોસ્ફોરિક એસિડ અને કાર્બોનિક એસિડ હોય છે જે લાંબા સમયે તમારા દાંતના ઈનેમલને ખરાબ કરી શકે છે. ખાંડની સાથે એસિડ તમારા મોઢામાં બેક્ટેરિયાને પેદા કરે છે જેનાથી કૈવિટી થઈ શકે છે. 

હાડકાને કમજોર કરે છેઃ
સોફ્ટ ડ્રિંક્સ તમારા હાડકામાંથી કેલ્શિયમ ઓછું કરવાનું કામ કરે છે. જેનાથી હાડકા કમજોર થઈ જાય છે. સોફ્ટ ડ્રિંક્સમાં ફોસ્ફ ફોસ્ફોરિક એસિડ હોય છે જે એમ્લીય હોય છે. તે હાડકાઓમાંથી કેલ્શિયમને ખેંચી લે છે. કૈફીન પણ કેલ્શિયમ ખોવાનું કામ કરે છે જેનાથી હાડકા પર ખરાબ અસર પડે છે.

હાર્ટની બિમારીઓઃ
સતત વજન વધવાથી તમને હદય રોગનો ખતરો પણ વધી જાય છે પરંતુ તેની સાથે જ સોડામાં રહેલું તત્વ પણ બિમારીનું કારણ બની શકે છે. સોડામં રહેલું સોડિયન અને કૈફીન હાર્ટ માટે ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. સોડિયમ શરીરમાં તરલતા રોકવાનું કામ કરે છે. જ્યારે કૈફીનથી હ્દયગતિ અને રક્તચાપ બહુ વધી જાય છે. 

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)

Most Popular

More from Author

🧑🏻‍✈️કન્ડકટર : સાહેબ, તમે બસમાં 🚬સિગારેટ ન પી શકો. 😅😝😂😜🤣🤪

એક 🧟‍♂️ભિખારી એક 👨🏻‍🔧શેઠ પાસે ગયો અને બોલ્યો : 👨🏻‍🔧શેઠ !...

એક 🧑🏻‍💼વિદ્યાર્થીએ જવાબ 🗣આપ્યો : સાહેબ, માખી 🐘હાથી પર બેસી શકે 😅😝😂😜🤣🤪

હેલ્મેટ પહેરીને વાહનના તમામ દસ્તાવેજો લઈને દીપુ ટ્રાફિક કોન્સ્ટેબલ પાસે ગયો. કોન્સ્ટેબલે...

રાજુ : ઊંડા શ્વાસ લેવાથી શરીરના વિષાણુઓ મરી જાય છે ! 😅😝😂😜🤣🤪

દર્દી : મને લાગે છે કે હું બે વ્યક્તિત્વોમાં જીવું છું.મારે...

👨🏻‍🦱પપ્પા : એમ ? એની પાસે કેટલા 🤑પૈસા છે ? 😅😝😂😜🤣🤪

👱🏻વાણિયાને 🏠ઘરે પાંચ મિત્રો આવ્યા.એની 👱🏻‍♀️પત્નીએ 🗣કહ્યું, ખાંડ ખૂટી ગઈ છે...

Read Now

બેસતા વર્ષે ઘરે આવેલા મહેમાનોને ખવડાવો ચોકલેટ બરફી, જાણો બનાવવાની રીત

દેશભરમાં ધામધૂમથી દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આવતીકાલે બેસતું વર્ષ છે. બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાના કરે નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે જાય છે. આ દરમિયાન ઘરે આવેલા મહેમાનોનું મીઠાઈ ખવડાવીને મોઢુ મીઠું કરાવવામાં આવે છે. ત્યારે બેસતા વર્ષના દિવસે તમારા ઘરે આવતા મહેમાનો માટે...

🧑🏻‍✈️કન્ડકટર : સાહેબ, તમે બસમાં 🚬સિગારેટ ન પી શકો. 😅😝😂😜🤣🤪

એક 🧟‍♂️ભિખારી એક 👨🏻‍🔧શેઠ પાસે ગયો અને બોલ્યો : 👨🏻‍🔧શેઠ ! આ ગરીબ 🧟‍♂️ભિખારી ને એક રૂપિયો આપો.👨🏻‍🔧શેઠ : કંઈક વ્યવસ્થિત તો માંગ, એક રૂપિયામાં આવે છે શું ?🧟‍♂️ભીખરી : હું માણસની આપવાની લાયકાત જોઈને માંગુ છું !!😈😈😈😈 🧑🏻‍✈️કન્ડકટર : સાહેબ, તમે બસમાં 🚬સિગારેટ ન પી શકો.🤵🏻‍♂️પ્રવાસી :...

ગરુડ પુરાણની 5 મહત્વપૂર્ણ વાતો, જે તમને સફળ બનાવશે

શાસ્ત્રો અને પુરાણોમાં કહેવાયું છે કે વ્યક્તિ જેવું કર્મ કરે છે તેવું ફળ મળે છે. ગરુડ પુરાણ સારા કાર્યો કરવાની પ્રેરણા આપે છે. જેથી માણસ સુખી જીવન જીવી શકે. ગરુડ પુરાણ એક મહાપુરાણ છે, જે પ્રાચીન કાળથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગરુડ પુરાણ જીવન, મૃત્યુ...