Homeટેકનોલોજીનવો સ્માર્ટફોન ખરીદતા પહેલા...

નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી 5 બાબતો

નયના ગુપ્તા) તહેવારો અને ખાસ દિવસોમાં સ્પેશિયલ ઓફર કે સેલ-ડે આવતા હોય છે તેમાં ઓછી કિંમતે મોબાઇલ ખરીદવાની તક મળે છે. જો કે ઓછી કિંમતે મોબાઇલ ખરીદવાની લાલચમાં કેટલીક વખતે આપણે છેતરાઇ જતા હોય છે. જો તમે નવો મોબાઇલ ફોન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. નવો ફોન ખરીદતી વખતે તેની કિંમત ઉપરાંત ઘણી બાબતો પણ મહત્વપૂર્ણ હોય છે અને આ પ્રાથમિકતાઓ અલગ-અલગ લોકો માટે અલગ-અલગ હોય છે. ચાલો જાણીયે નવો મોબાઇલ ફોન ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી 5 બાબતો વિશે

બેટરી અને ચાર્જિંગ સ્પીડ
કેમેરા
સ્ક્રીન અને રિફ્રેશ રેટ
સોફ્ટવેર અપડેટ
સ્ટોરેજ કેપેસિટી
બેટરી અને ચાર્જિંગ સ્પીડ

સામાન્ય રીતે, કોઈપણ સ્માર્ટફોન ખરીદતી વખતે સૌથી વધારે ધ્યાનમાં રાખવી જે બાબત છે તેની બેટરી. બેટરી એ કોઇ પણ સ્માર્ટફોનની લાઇફલાઇન છે. હાલના સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનું સૌથી મહત્વપૂર્ણ ડિવાઇસ બની ગયું છે ત્યારે બેટરી ઝડપથી ઉતરી જવાનું જોખમ લઈ શકાય નહીં. 4000mAh કરતા ઓછી બેટરી કેપેસિટી ધરાવતા ફોન ખરીદવો અર્થહીન છે. આથી ઓછામાં ઓછી 4500mAh અથવા 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન ખરીદવો જોઇએ. જો તમે લાંબી બેટરી લાઈફ ધરાવતો સ્માર્ટફોન ખરીદવાનું વિચારો છો, તો તમને બજારમાં 6000mAh, 7000mAh બેટરીવાળા સ્માર્ટફોન પણ મળશે.

ઉપરાંત ડિવાઇસને ઝડપથી ચાર્જ કરવા માટે ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સ્પીડ માટેનું સપોર્ટ હોવું પણ જરૂરી છે. જો ફોનની બેટરી ઉતરી જાય તો તેને ઝડપથી ચાર્જ કરવા માટે ફાર્સ્ટ ચાર્જિંગ સ્પીડવાળું ચાર્જર મદદરૂપ બનશે.

કેમેરા

આજકાલ લોકોમાં સેલ્ફી ફોટા ક્લિક કરવાનો બહુ જ ક્રેઝ છે. લોકો ગમે તે સ્થળે અને ગમે ત્યારે ફોટોઝ ક્લિક કરતા હોય છે. આથી ફોનના કેમેરા સ્પેસિફિકેશન્સની માહિતી જરૂર મેળવી લેવી જોઇએ. હાલ મોટાભાગના સ્માર્ટફોનમાં ફ્રન્ટ અને બેકમાં હાઇ રિઝોલ્યુશનવાળા 3થી 4 કેમેરા આવે છે. ઉપરાંત AI ફિચર્સથી વધુ સ્પષ્ટ અને આકર્ષક ફોટો ક્લિક કરવામાં મદદ મળે છે. આથી જે સ્માર્ટફોનમાં સારા પ્રાઇમરી અને અલ્ટ્રા-વાઇડ-એંગલ સેન્સરવાળા કેમેરા હોય તેની ખરીદી કરવી જોઇએ. ફોનમાંના આ સેન્સર્સ શાનદાર રિઝોલ્યુશન અને ફોકલ અપર્ચર સાથે આવે છે. આજકાલ માર્કેટમાં લૉન્ચ કરવામાં આવતા મોટાભાગના મિડ-રેન્જ ફોન પણ શાનદાર ફ્રન્ટ કેમેરા સાથે આવી રહ્યા છે.

ડિસ્પ્લે અને રિફ્રેશ રેટ

ધ્યાનમાં રાખો કે ડિસ્પ્લે એ ફોનનું સૌથી મહત્વપૂર્ણ ફિચર્સ છે. બ્રાઇટ ડિસ્પ્લે અને કલર્સની સાથે, તમે ફોનમાં બેસ્ટ મલ્ટીમીડિયા અનુભવનો આનંદ માણી શકો છો. આથી ફોનની સ્ક્રીન સારી હોવી જોઇએ જેમાં 90 થી 120 Hz રિફ્રેશ રેટ મળે.

આજકાલ માર્કેટમાં મોટાભાગના મિડ-રેન્જ ફોનમાં 90 થી 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટની સ્ક્રીન મળી રહી છે. સ્માર્ટફોન અદભૂત FullHD+ AMOLED પેનલ સાથે બેસ્ટ યુઝર્સ એક્સપિરિયન્સ આપે છે. એટલા માટે જો તમે સ્માર્ટફોન ખરીદી રહ્યા છો, તો 60 Hz અથવા HD ડિસ્પ્લેવાળો ફોન ખરીદવાના બદલે હાઈ-રિફ્રેશ રેટ પર ધ્યાન આપો.

સૉફ્ટવેર અપડેટ્સ

નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા હંમેશા એ બાબત તપાસો કે જે-તે ડિવાઇસને કેટલા સોફ્ટવેર અપડેટ્સ મળશે. સેમસંગ, નોકિયા, ગૂગલ વનપ્લસ, મોટોરોલા જેવી કેટલીક સ્માર્ટફોન કંપનીઓ જ લાંબા સમય સુધી સોફ્ટવેર અપડેટ્સ પ્રદાન કરે છે.

સેમસંગ 5 વર્ષ માટે સિસ્ટમ અને 4 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સ આપે છે. જ્યારે ગૂગલ ફોનમાં 4 વર્ષ માટે સિસ્ટમ અપડેટ્સ અને 3 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સ મેળવવાનું વચન આપવામાં આવ્યું છે. OnePlus એ તાજેતરમાં જ તેના સ્માર્ટફોનમાં 4 વર્ષ માટે સિસ્ટમ અપડેટ્સ અને 5 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સ આપવાનું વચન આપ્યું છે. જ્યારે Realme, Xiaomi, Vivo વગેરે કંપનીઓ બે વર્ષ માટે સિસ્ટમ અપડેટની ખાતરી આપે છે.

લાંબી સિસ્ટમ અપડેટ્સ સાથે ડિવાઇસની લાઇફ પણ લાંબી થઇ જાય છે અને તેમાં નવા ફિચરો પણ મળતા રહે છે. તેથી ફોનમાં લાંબા સમય સુધી અપડેટ મળવાથી પરફોર્મન્સ પણ ઘટતું નથી. તેથી ફોન ખરીદતા પહેલા સોફ્ટવેર અપડેટ સાથે જોડાયેલી જાણકારી પણ મેળવી લો.

સ્ટોરેજ કેપેસિટી

આજકાલ સ્માર્ટફોનમાં હાઈ-રિઝોલ્યુશન અને ક્વોલિટીવાળા કેમેરા આપવામાં આવી રહ્યા છે, જેના કારણે ફોટો અને વીડિયો પણ હાઈ-ક્વોલિટીમાં ક્લિક થાય છે. આથી તેને સેવ કરવા માટે ફોનમાં વધારે સ્ટોરેજ કેપેસિટીની જરૂર પડે છે. ઉપરાંત ડાઉનલોડ કરવામાં આવેલી સંખ્યાબંધ એપ્લિકેશન્સ અને ગેમ્સ પણ મોબાઇલમાં મોટી સ્પેસ રોકે છે. તેથી સ્માર્ટફોન ખરીદતી વખતે ઓછામાં ઓછા 128GB કે તેથી વધારે સ્ટોરેજ કેપેસિટીવાળા ડિવાઇસને પ્રાધાન્યતા આપો.

Most Popular

More from Author

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત...

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😅😝😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને કહે છે કે,…😅😝😂😜😅😝😂😜

પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ...

Read Now

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત પાક્કું બદલી દઈશ.થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તોપીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો...

મિથુન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં સફળતા મળશે, આવકમાં વધારો થશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત વગાડ્યું🎵“કોઈ જબ તુમ્હારા 🫀હદય તોડ દે તડપતા હુવા તુમ્હે છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિયે🥰 મેરા ઘર🏡 ખુલ્લા હૈ ખુલ્લા હી રહેગા 😍તુમ્હારે લીયે…”આ 👂🏻સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો પત્ની🤵🏻‍♀️ આદુવાળી ☕️ચા...