Homeધાર્મિકદિવાળીમાં દાન કરવાથી શું...

દિવાળીમાં દાન કરવાથી શું લાભ થાય છે? ભગવાન શિવજીએ જણાવ્યું આ રહસ્ય

દિવાળીનો તહેવાર દર વર્ષે આસો માસની અમાસ તિથિએ ઉજવવામાં આવે છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ તહેવારને પાંચ દિવસનો તહેવાર પણ કહેવાય છે. આ વર્ષે દિવાળી 12 નવેમ્બર 2023ના રોજ આવી રહી છે.

વાર્તા

દંતકથા અનુસાર, એકવાર ભગવાન શિવના મોટા પુત્ર અને દેવતાઓના સેનાપતિ ભગવાન કાર્તિકેયએ તેમના પિતા ભગવાન શિવને પૂછ્યું કે દિવાળી પર શું કરવું જોઈએ.

આ તહેવાર પર ક્યારે દીવા પ્રગટાવવા. ભગવાન શિવે આના પર શું કહ્યું તે જાણીને કાર્તિકેય અભિભૂત થઈ ગયા.

ભગવાન શિવે તેમના પુત્ર કાર્તિકેયને કહ્યું કે જે કોઈ પણ વ્યક્તિ ભગવાન કેશવની સામે ઘી અને તલના તેલનો દીવો પ્રગટાવશે, તેને તમામ તીર્થોની યાત્રા સમાન ફળ મળશે. આ પાંચ દિવસ ખૂબ જ પવિત્ર છે. આસો વદ તેરસ અને કારતક સુદ ત્રીજ વચ્ચે જે પણ દાન કરવામાં આવે છે તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ભગવાન શંકરે કહ્યું કે આ સમય દરમિયાન જે વ્યક્તિ કોઈપણ બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને એક તલના દાણા જેટલું સોનું દાન કરે છે તે વિષ્ણુધામની પ્રાપ્તિ કરે છે. સાથે જ જો કોઈ ચાંદીના બે ટુકડા દાન કરે તો તેને ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે. તે જ સમયે, જે આ સમયગાળા દરમિયાન ગાયનું દાન કરે છે તેને પૃથ્વીના સમગ્ર અન્નનું દાન કરવા જેટલું જ પુણ્ય મળે છે. દિવાળીના 5 દિવસ સુધી ઘરના મંદિર સહિત તમામ મુખ્ય સ્થળોએ ઘીના દીવા પ્રગટાવવા જોઈએ. તેના દ્વારા પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ધનતેરસ પર ઘરની બહાર યમરાજ માટે દીવો પ્રગટાવવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે. રૂપ ચૌદસના દિવસે વહેલી સવારે સ્નાન કરવાથી નરકમાં જવાથી બચે છે. દિવાળીના દિવસે ઘરની મહિલાઓએ બ્રહ્મ મુહૂર્તમાં દેવી લક્ષ્‍મીની પૂજા કરવી જોઈએ. આના કારણે ધનની ખોટ ક્યારેય નથી થતી. ગોવર્ધન પૂજાના દિવસે મંદિરમાં 1.25 કિલો બાજરી અને ચોખાનું દાન કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધન ધાન્ય આવે છે. ભાઈ બીજનાં દિવસે બહેન દ્વારા તેમના ઘરે બનાવેલ ભોજન ખાવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત...

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😅😝😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને કહે છે કે,…😅😝😂😜😅😝😂😜

પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ...

Read Now

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત પાક્કું બદલી દઈશ.થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તોપીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો...

મિથુન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં સફળતા મળશે, આવકમાં વધારો થશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત વગાડ્યું🎵“કોઈ જબ તુમ્હારા 🫀હદય તોડ દે તડપતા હુવા તુમ્હે છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિયે🥰 મેરા ઘર🏡 ખુલ્લા હૈ ખુલ્લા હી રહેગા 😍તુમ્હારે લીયે…”આ 👂🏻સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો પત્ની🤵🏻‍♀️ આદુવાળી ☕️ચા...