fbpx
Tuesday, May 30, 2023

રામાયનો ભાવાર્થ સંપાદિતમાં 1 : વાંચો ભગવાન શ્રીના રામનીક્ષોની, શિવજી પોતે અયોધ્યાની ગલીમાં આવ્યા હતા.

સંક્ષિપ્તમાં ભાવાર્થ રામાયણ.

રામાયણ – ૧

દશરથ રાજાને ત્રણ રાણીઓ હતી કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. છતાં કોઈ સંતતિ નહોતી.

દશરથ રાજા વસિષ્ઠ પાસે ગયા. વસિષ્ઠે કહ્યું – તમે પુત્રકામેષ્ઠી યજ્ઞ કરો. તમારે ત્યાં ચાર પુત્રો થશે.

રાજાએ યજ્ઞ કર્યો, અગ્નિદેવ ખીર લઈને યજ્ઞકુંડ માંથી બહાર આવ્યા છે, અને કહ્યું – આ પ્રસાદ તમારી રાણીઓને ખવડાવજો. આપને ત્યાં દિવ્ય બાળકો થશે.

વસિષ્ઠે આજ્ઞા કરી – કૌશલ્યાને અડધો ભાગ આપજો અને બાકી વધે તેના બે ભાગ કરી કૈકેયી – સુમિત્રાને આપજો.

મહારાજ કૈકેયીને પ્રસાદ આપવા છેલ્લે આવ્યા – એટલે કૈકેયીએ દશરથનું અપમાન કર્યું અને કહે છે કે મને છેલ્લે પ્રસાદ આપવા કેમ આવ્યા?

ત્યાં આકાશમાંથી ફરતી સમડી ત્યાં આવી અને પ્રસાદ ઉઠાવી ગઈ અને અંજનીદેવી તપશ્ચર્યા કરતાં હતાં ત્યાં આવી છે અને પ્રસાદ અંજનીદેવીને આપ્યો – જે તે આરોગી ગયા. આથી તેમને ત્યાં હનુમાનજીનું પ્રાગટ્ય થયું છે. હનુમાનજી પહેલાં આવે છે.

આ બાજુ કૈકેયી દુઃખી થઇ ગઈ – એટલે કૌશલ્યા અને સુમિત્રા એ તેમના ભાગમાંથી થોડો થોડો ભાગ આપ્યો.

ત્રણે રાણીઓ પ્રસાદ ગ્રહણ કરે છે.

દશરથ એટલે – દશે ઇન્દ્રિયોના ઘોડાઓને કાબુમાં રાખી જેનો રથ રામજી તરફ (પ્રભુ તરફ) જાય છે તે…

આવા દશરથને ત્યાં ભગવાન પુત્ર રૂપે આવે છે.

દશમુખ રાવણ વિષયોને હદ ઉપરાંત ભોગવે છે – એટલે રાવણ ને ત્યાં ભગવાન કાળરૂપે આવે છે.

નવ માસ પરિપૂર્ણ થયા છે, રાત્રે દશરથજી સૂતેલા હતા, તેમને સુંદર સ્વપ્નું દેખાયું,

“મારે આંગણે મહાત્મા ઋષિઓ આવ્યા છે, મને ઉઠાડે છે.“ સ્વપ્નમાં જ દશરથજીએ સરયુમાં સ્નાન કર્યું.

પ્રભુનો પંચામૃતથી અભિષેક કર્યો, અને સ્વપ્નમાં જ લક્ષ્મીનારાયણની આરતી ઉતારતા હતા.

દશરથ મહારાજ, નારાયણને વારંવાર વંદન કરે છે, પ્રભુ આજે તેમને હસતા દેખાય છે.”

દશરથ સ્વપ્નમાંથી જાગ્યા છે, વિચારે છે કે લાવ, ગુરુદેવ વશિષ્ઠને સ્વપ્નની વાત કરું.

તે વશિષ્ઠ પાસે આવ્યા. અને સ્વપ્નની વાત કરી.

વશિષ્ઠ કહે છે – આ સ્વપ્નનું ફળ અતિ ઉત્તમ છે, પરમાત્મા નારાયણ તમારે ઘેર આવવાના છે, તેનું સૂચક છે.

મને ખાતરી છે કે આ સ્વપ્નનું ફળ તમને ચોવીસ કલાકમાં મળશે.

રાજાનો આનંદ સમાતો નથી. પરમાત્મા મારે ઘેર પધારવાના છે.

રાજા સરયુમાં સ્નાન કરી નારાયણની સેવા કરે છે.

આ બાજુ કૌશલ્યા ધ્યાન માં છે, આજે પવિત્ર રામનવમીનો દિવસ છે.

ચાર વેદો શિવજીના શિષ્યો થયા છે, શિવજી અયોધ્યાની ગલીમાં શ્રી રામ શ્રી રામ બોલતાં ભમે છે.

કોઈ પૂછે તો કહે છે – મારું નામ સદાશિવ જોશી છે. (કહે છે કે શંકરના ઇષ્ટ દેવ બાળક રામ છે.)

પ્રાતઃ કાળથી દેવો, ગંધર્વો-પ્રતીક્ષા કરે છે. આતુરતા વગર ભગવાનનો જન્મ થતો નથી.

પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો છે, ચૈત્ર માસ, શુક્લપક્ષ, નવમી તિથી, બપોરના બાર વાગ્યે રઘુનાથજી પ્રગટ થયા છે. દશરથને ત્યાં પરબ્રહ્મ શ્રી હરિ પ્રગટ થયા છે.

જે પરમાત્મા નિર્ગુણ – નિરાકાર છે તે આજે ભક્તોને પ્રેમ વશ સગુણ-સાકાર બન્યા છે.

આકાશમાંથી દેવો – ગંધર્વો પુષ્પ વૃષ્ટિ કરે છે.

Related Articles

નવીનતમ