અયોધ્યા: આપે હિન્દી ફિલ્મનું પેલું ગીત તો સાંભળ્યું હશે, ના ઉમ્ર કી સીમા હોય ન જન્મ કા હો બંધન, જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન….આ ગીત આજે રામનગરી અયોધ્યામાં સાકાર થતું જોવા મળી રહ્યું છે. રુદૌલીના કામાખ્યા દેવી મંદિરમાં 6 દીકરીઓના પિતાએ 23 વર્ષની યુવતી સાથે લગ્ન કરી લીધા. બંનેએ હિન્દુ રીતિ રિવાજ અનુસાર આ લગ્ન કર્યા છે. લગ્નમાં જાનૈયા અને કન્યાપક્ષ તરફથી લોકો હાજર રહ્યા હતા.
આ કિસ્સો જામિન હુસૈનપુર ગામનો છે. જ્યાં છ દીકરીઓના પિતા તથા ભાણેજ, જમાઈવાળા 65 વર્ષના વૃદ્ધે પોતાની ઉંમરથી 41 વર્ષ નાની છોકરી સાથે ધૂમધામથી લગ્ન કર્યા છે. વૃદ્ધ નકછેદ યાદવે પોતાની જાનમાં મન મુકીને નાચ્યા પણ હતા. રવિવારે થયેલા આ લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
દુલ્હનની ઉંમરની તો નકછેદ યાદવને એક નંદીની નામની દીકરી છે. તેમણે પોતાના આ બીજા લગ્ન હિન્દુ રીતિ રિવાજ અનુસાર રુદૌલી વિસ્તારમાં આવેલા કામાખ્યા દેવીના મંદિરમાં કર્યા હતા. આ લગ્નમાં 50 જાનૈયા અને કન્યાપક્ષના લોકો સામેલ થયા હતા.
લગ્ન કરવા પાછળનું કારણ બતાવ્યું
પોતાની દીકરીની ઉંમરની છોકરી સાથે લગ્ન કરનારા નકછેદ યાદવે જણાવ્યું કે, દીકરીઓના લગ્ન થઈ ગયા છે. તે પોતપોતાના ઘરે જતી રહી છે. અમને ખાવાનું બનાવામાં તકલીફ થઈ રહી છે. જેના કારણે હું બીજા લગ્ન કરી રહ્યો છું. લગ્ન કરાવનારા પંડિત શીતલા પ્રસાદે જણાવ્યું કે, લગ્ન આજે સવારે થયા. જેમાં હવન અને બાદમાં વરમાળાની રસમ પુરી કરવામાં આવી હતી. આ લગ્નમાં જાનૈયા અને કન્યાપક્ષના લોકો હાજર રહ્યા હતા. આ લોકો માટે ભોજનસમારંભનું પણ આયોજન રાખ્યું છે. લગ્ન બાદ બંને વર વધુ ખૂબ ખુશ જણાઈ રહ્યા છે.