fbpx
Tuesday, May 30, 2023

શનિવાર, 7 જાન્યુઆરી 2023 રાશિફળ

મેષ : (જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- મેષ રાશિ માટે ગ્રહ ગોચર યોગ્ય પરિસ્થિતિ તૈયાર કરી રહ્યું છે. તમે અંદરથી અદભૂત ઉર્જા અને આત્મવિશ્વાસ મહેસૂસ કરશો. તમારી કાર્ય ક્ષમતા વધશે. યુવાનોને તેમના મન મુજબ કોઈ પણ કામ કરવામાં રાહત મળશે.

નેગેટિવઃ- પરંતુ અમુક સમયે ભાવુકતા અને આળસના કારણે બનતા કાર્યોમાં વિધ્ન આવી શકે છે અને કેટલીક તક હાથમાંથી જઈ શકે છે. જેના કારણે તમને નુકસાનનો સામનો કરવો પડશે.

વ્યવસાયઃ- વ્યવસાય સંબંધિત કાર્યોની ગતિ પણ ધીમી રહેશે. તેથી સંયમ જાળવી રાખવો જરૂરી છે. નોકરી સંબંધિત કાર્યોમાં પણ પરિસ્થિતિ વિપરિત ચાલી રહી છે. અચાનક કોઈ સમસ્યા સામે આવી શકે છે.

લવઃ- મિત્રોની સાથે ફેમિલી ગેટ ટુ ગેધરના કારણે તણાવ દૂર થશે અને મન ઉત્સાહિત રહેશે.

સ્વાસ્થ્યઃ- થાકના કારણે માથામાં દુખાવો અને બેચેની મહેસૂસ થશે.


વૃષભ : (જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજ બપોર બાદ પરિસ્થિતિ તમારા પક્ષમાં હશે. દિવસની શરૂઆતમાં તમારા મહત્વપૂર્ણ કાર્યો સાથે સંબંધિત રૂપરેખા બનાવો. સંતાન તરફથી કોઈપણ શુભ સમાતાર મળવાથી રાહત મળશે.

નેગેટિવઃ- ઘરના વૃદ્ધોની ખાસ સંભાળ અને આદર કરવાની જરૂર છે. જેનાથી તેઓ પોતાની જાતને ઉપેક્ષિત મહેસસૂ ન કરે. ક્યારેક ક્યારેક તમારા સ્વભાવમાં સ્વાર્થના કારણે કોઈ પ્રિય મિત્ર સાથે સંબંધ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- આજે દરેક પ્રવૃત્તિ પર નજર રાખવી પડશે. બેદરકારીના કારણે નુકસાન થઈ શકે છે. અપમાનજનક સ્થિતિ પણ ઉત્પન્ન થવાની આશંકા છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. પ્રેમ સંબંધોમાં કોઈ પ્રકારની કડવાશ આવવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ- થાક અને કમજોરી મહેસૂસ થશે. યોગ્ય ખાણીપીણી અને આરામમાં પણ ધ્યાન આપવાની જરૂર છે.


મિથુન : (જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- થોડા સમયથી તમે તમારી અંદર અદ્ધુત પરિવર્તન મહેસસૂ કરી રહ્યા છો. અંદર છુપાયેલી પ્રતિભા અને નોલેજને ઓળખો તથા ઉપયોગ કરો. આ સમય દ્વારા કરવામાં આવેલી મહેનતથી નજીકના ભવિષ્યમાં યોગ્ય પરિણામ મળશે.

નેગેટિવઃ- પરંતુ વધારે વિચાર કરવાથી ઘણી તકો હાથમાં નીકળી શકે છે. તેથી શક્ય તેટલી વહેલી તકે તમારી યોજનાઓ બનાવો અને તેનું કાર્ય શરૂ કરો.

વ્યવસાયઃ- આજનો દિવસ પેમેન્ટ કલેક્ટ કરવા અને માર્કેટિંગ માટે અતિ શુભ છે. કેમ કે અટવાયેલું પેમેન્ટ મળવાથી આર્થિક સમસ્યાનું નિરાકરણ થશે. નોકરી કરતી વ્યક્તિઓને પણ તેમના મહેનતનું ફળ મળશે.

લવઃ- પરિવારમાં વૈચારિક મતભેદ રહેશે.

સ્વાસ્થ્યઃ- યોગ અને વ્યાયામ પર વધારે ધ્યાન આપવું.


કર્ક : (જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે કેટલાક કામમાં અપ્રત્યાશિત લાભની સ્થિતિ બની રહી છે. તમારા કામ પ્રત્યે એકાગ્ર રહેવું. તેના માટે કોઈપણ નાની યાત્રા પણ કરવી પડી શકે છે.

નેગેટિવઃ- આવકની સાથે ખર્ચાની પણ સ્થિતિ રહેશે. પરંતુ ક્યારેક ક્યારેક તમારા વહેમ અને જીદના કારણે કોઈની સાથે સંબંધ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- તમારા પબ્લિક રિલેશન તથા સંપર્ક સૂત્રો સારા હોવાને કારણે વ્યવસાય સંબંધિત નવી ડીલ મળી શકે છે. તેથી તેના પર ધ્યાન કેન્દ્રિત રાખવુ. ઈમ્પોર્ટ એક્સપોર્ટ સાથે સંબંધિત બિઝનેસ અત્યારે મંદ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સકારાત્મક રહેશે. પ્રેમ સંબંધોમાં સાત્વિકતા રાખવી જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની ફરિયાદ રહેશે.


સિંહ : (જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આ સમયે, મહેનતનું યોગ્ય પરિણામ મેળવવા માટે, વ્યક્તિએ મહેનત તો કરવી પડશે. તેથી તમારી ઉર્જાને ભરપૂર ઉપયોગ કરો. જો પ્રોપર્ટી સંબંધિત યોજના બનાવી રહ્યા છો તો આજે તેને શરૂ કરવાનો સમય આવી ગયો છે.

નેગેટિવઃ- તમે આજે તમારી કોઈ મહત્ત્વપૂર્મ વસ્તુ રાખીને ભૂલી શકો છો અથવા ખોઈ શકો છો. તેથી કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવી. મગજની નિર્ણય લેવો. ભવિષ્યની ચિંતાને છોડીને વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું.

વ્યવસાયઃ- વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. કેમ કે કર્મચારીઓમાં એકબીજાની વચ્ચે દરાર પડી શકે છે. જેની અસર તમારા વ્યવસાયની કાર્ય ક્ષમતા પર થશે.

લવઃ- પતિ-પત્નીમાં ભાવનાત્મક તથા વિશ્વાસપૂર્ણ સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.


કન્યા : (જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે ભાગ્ય તમારા પક્ષમાં છે. છેલ્લા કેટલાય સમયથી જે કાર્યોમાં અડચણ આવી રહી હતી, આજે તે કાર્યો પૂરા થવાનો સમય આવી ગયો છે. તમને તમારી મહેનતના અનુરૂપ યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ- ક્યારેક ક્યારેક તમારો શંકાસ્પદ સ્વભાવ તમારા અને બીજા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. તેથી તમારા વિચારોને સકારાત્મક રાખવા જરૂરી છે. કોઈપણ પેમેન્ટ પ્રાપ્ત થઈ શકે છે જેના કારણે આર્થિક સ્થિતિ થોડી કમજોર રહેશે.

વ્યવસાયઃ- કોઈ અજાણી વ્યક્તિથી દ્વારા અચાનક મિત્રતા થશે અને કોઈ મોટો ઓર્ડર પણ મળવાની સંભાવના બની રહી છે. તેથી તમારી વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવું.

લવઃ- ઘરના તમામ સભ્યો પોત પોતાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર અને થાઈરોડ છે તે લોકોએ બેદરકારી ન દાખવી.


તુલા : (જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે બહારની પ્રવૃત્તિઓ પર તમારું ધ્યાન વધારે કેન્દ્રિત કરો. તેમજ યોજનાબદ્ધ રીતે તમારા કાર્યને પૂરું કરો. તમને તમારા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- ક્યારેક ક્યારેક બેદરકારીને કારણે અમુક તક તમારા હાથમાં નીકળી જશે. જેના કારણે સ્વભાવમાં અકારણ ગુસ્સો અને ચીડિયાપણું રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સહયોગી અને કર્મચારીઓ પર વધારે વિશ્વનાસ ન કરીને તમામ નિર્ણય જાતે લેવા. કેમ કે કોઈ અન્યની સલાહ તમારા નુકસાનનું કારણ બની શકે છે.

લવઃ- તમારા કાર્યોમાં જીવનસાથીનો સહયોગ લાભકારક રહેશે.

સ્વાસ્થ્યઃ- નકાકાત્મક વિચારોના કારણે આત્મબળ ઓછું થઈ શકે છે.


વૃશ્ચિક : (જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- પ્રોપર્ટી સંબંધિત કોઈપણ પ્રકારના કાર્ય કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. ઘર માટે શોપિંગ પણ થશે. અત્યારે તમારી જીવનશૈલીમાં જે પરિવર્તન આવી રહ્યા છે તેનાથી તમારા સ્વાસ્થ્ય તથા પર્સનાલિટીમાં સુધારો આવશે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓનું અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત નહીં થાય. જેના કારણે સમસ્યા થઈ શકે છે. કોઈ જૂની નકારાત્ક વાત ફરીથી કરવાથી નજીકના સંબંધીઓ સાથે સંબંધ ખરાબ થવાની આશંકા પણ છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે. તેથી સારું રહેશે કે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી. સરકારી સેવામાં કાર્ય કરતા વ્યક્તિને કામના કારણે ઓવરટાઈમ કરવો પડી શકે છે.

લવઃ- પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક રીતે તણાવ ઉત્પન્ન થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- થાક અને આળસ જેવી સ્થિતિ મહેસૂસ કરશો. મેડિટેશન અને યોગા પર વધારે ધ્યાન આપવું.


ધન : (જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- ઘરના નવીનીકરણ અથવા સુધારા જેવી યોજના બનશે. કોઈ આર્કિટેક્ટની સાથે ચર્ચા કરવી. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. જો કે કોઈપણ કામ કરતા પહેલા બજેટ તૈયાર કરવું જરૂરી છે.

નેગેટિવઃ- તમારી વસ્તુની સંભાળ જાતે કરવી, ચોરી થવા અથવા ખોવાની સંભાવના છે. પ્રોપર્ટીના ચક્કરમાં કોઈ નજીકના સંબંધી અથવા ભાઈની સાથે ઝઘડો થવાની સંભાવના છે.

વ્યવસાયઃ- ઘરની સાથે કાર્યક્ષેત્રમાં પણ વ્યસ્તતા બની રહેશે. કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખવું, બેદરકારીના કારણે નુકસાન થઈ શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સંતુલિત બનાવીને રાખવું.

સ્વાસ્થ્યઃ- ખાણીપીણીના કારણે પાચન ક્રિયા સંબંધિત સમસ્યા થઈ શકે છે.


મકર : (જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે બીજાના કામમાં વધારે ધ્યાન આપવાની જગ્યાએ તમારા વ્યક્તિગત કાર્ય પર ધ્યાન વધારે કેન્દ્રિત રાખવું. બાળકોની તરફથી ચાલી રહેલી સમસ્યાનો આજે અંત આવશે. કોઈ લાભદાયક યાત્રા થઈ શકે છે.

નેગેટિવઃ- કોઈપણ ઉપલબ્ધિ મળવા પર તરત તેના પર કાર્ય કરો. વધારે વિચાર કરવાથી સમય હાથમાંથી જતો રહેશે અને તે ઉપરાંત કોઈ અજાણી વ્યક્તિની વાતોમાં ન આવવું.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં તમામ કામ સારી રીતે ચાલતા રહેશે. જેના કારણે તમે તમારા માટે થોડો સમય કાઢી શકશો.

લવઃ- વિવાહિત જીવન સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, શરદી અને તાવ આવી શકે છે.


કુંભ : (જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- ધર્મ-કર્મ તથા સમાજસેવી સંસ્થાઓમાં તમારી વિશેષ રૂચિ રહેશે. તેના કારણે તમારું સન્માન કરવામાં આવશે. વિદ્યાર્થીઓને પણ થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાથી રાહત મળશે.

નેગેટિવઃ- ધ્યાન રાખવું કેમ કે આજે વધારે ખર્ચા થઈ શકે છે. તે સાથે પાડોસીની સાથે આ વાતને લઈને ઝઘડો પણ થઈ શકે છે.

વ્યવસાયઃ- વર્તમાનમાં ચાલી રહેલા કાર્યોમાં ક્વોલિટી પર વધારે ધ્યાન આપવું. આ ઓર્ડર તમને વધારે નફો આપી શકે છે.

લવઃ- તમારા કાર્યમાં જીવનસાથીનો મહત્ત્વપૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- અકસ્માત અથવા ઈજા થવાની સંભાવના છે.


મીન : (જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- વૃદ્ધોને માન સન્માન આપવું. તેમના આશીર્વાદ અને સહયોગથી ભાગ્યોદયનું નિર્માણ થશે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય પૂરું થઈ શકે છે.

નેગેટિવઃ- સ્વભાવમાં ધીરજ અને નમ્રતા રાખવી. ઉતાવળ તમારા અને તમારા પરિવાર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

વ્યવસાયઃ- મીડિયા તથા કમ્પ્યુટર સાથે સંબંધિત વ્યવસાયમાં આજે લાભ થશે. નોકરી કરતા લોકોનો પણ ટાર્ગેટ પૂરો થશે.

લવઃ- વ્યસ્ત હોવા છતાં થોડો સમય પરિવારની સાથે મનોરંજનમાં પસાર કરવો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.


Related Articles

નવીનતમ