fbpx
Saturday, June 3, 2023

ગુજરાતનો ગઢ જીત્યા બાદ લોકસભા પહેલા પીએમ મોદીએ 2023માં આ મોટી પરીક્ષાઓ પાર પાડવી પડશે

ગુજરાતમાં ભાજપે જે રીતે 2017 સુધી જે રીતે ગ્રાફ નીચો આવતો હતો તેના સિલસિલાને અટકાવી દેવાની સાથે જૂના તમામ રેકોર્ડ તોડીને 156 બેઠકો પર જીત મેળવી છે. ગુજરાતમાં ભાજપે જે કમાલ કરી બતાવી છે તેની પાછળનું કારણ મોદી લહેર યથાવત હોવાનું પાર્ટી સ્વીકારે છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીએ મોટી પરીક્ષાઓનો સામનો કરવો પડશે. ગુજરાતમાં જે પ્રકારનું પરિણામ આવ્યું છે અને પાછલી લોકસભાની ચૂંટણીઓમાં રાજ્યમાં તમામ બેઠકો પર ભાજપે જીત મેળવી છે તેના પરથી આગામી પરિણામના આંકલન અને તેના માટેના ગણિતની તૈયારીઓ પણ શરુ કરી દેવાશે. લોકસભા પહેલા 5 ભાજપ શાસિત રાજ્યો સહિત ઘણાં રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટેની પાર્ટીનીએ તૈયારીઓ શરુ કરી દીધી છે.

ચૂંટણીની દ્રષ્ઠીએ ભાજપ માટે 2022નું વર્ષ શાનદાર રહ્યું છે જેમાં ભાજપે મજબૂત ગઢને રેકોર્ડ સાથે ફરી અહીં ભગવો લહેરાવ્યો છે તો ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને મણિપુરમાં ફરી બહુમતી સાથે સરકાર બનાવવામાં સફળતા હાંસલ કરી. હવે 2023નું વર્ષ ભાજપ માટે મહત્વનું સાબિત થશે, કારણ કે આ વર્ષમાં થનારી વિધાનસભાની ચૂંટણીઓ વર્ષ 2024માં આવી રહેલી લોકસભાની ચૂંટણીની દશા અને દિશા નક્કી કરશે.

 વર્ષે રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને જમ્મુ-કાશ્મીર સહિત 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભા ચૂંટણી થવાની છે. રાજસ્થાન અને છત્તીસઢમાં હાલ કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ મુક્ત ભારતના નારા સાથે ભાજપ આ બે રાજ્યોમાંથી પણ કોંગ્રેસને મુક્ત કરવાની તૈયારીઓમાં લાગી ગઈ છે. ભાજપ રાજસ્થાનમાં અશોક ગેહલોત અને છત્તીસગઢમં ભૂપેશ બધેલને હરાવીને ગાંધી પરિવારને મોટો આંચકો આપવા માગે છે. કારણ કે આ બન્ને નેતા ગાંધી પરિવાર સાથે નીકટના સંબંધ ધરાવે છે.

માટે જ લોકસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી સાથે ફરી સત્તામાં આવવા માટે નરેન્દ્ર મોદી સામે આ રાજ્યોમાં કંઈક નવું કરી બતાવવાની પરીક્ષા રહેશે. આ સાથે પોતાના ગઢને સાચવવા માટેના પણ પડકારો રહેશે.

આ વર્ષે કર્ણાટક અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ બન્ને રાજ્યોમાં હાલ ભાજપની સરકાર સત્તામાં છે અને આગામી ચૂંટણીમાં ભાજપની અહીં સીધી ટક્કર કોંગ્રેસ સાથે થશે. ભાજપ સામે પોતાના મજબૂત કિલ્લા મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતના કર્ણાટકમાં ફરી સરકાર બનાવવાનો પડકાર રહેશે. આ રાજ્યોમાં સત્તામાં રહેવા તથા બાકીના રાજ્યોમાં પણ ભગવો લહેરાવવા માટેની તૈયારીઓ ભાજપ દ્વારા શરુ કરી દેવાઈ છે.

ગુજરાતમાં ભવ્ય વિજય મળ્યો તેના બીજા જ દિવસથી આગામી લક્ષ્યને લઈને બેઠકોનો દોર અને રણનીતિની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

સંભાવનાઓ એવી છે કે આ વર્ષે જ જમ્મુ-કાશ્મીરમાં પણ ચૂંટણી થઈ શકે છે. આ ચૂંટણી ભાજપ માટે મહત્વની સાબિત થશે. જમ્મુમાં ભાજપ મજબૂત સ્થિતમાં છે, પરંતુ પાર્ટી આ વખતે કાશ્મીર વેલીમાં પણ મજબૂતી સાથે પોતાની જીત નોંધાવવા માટે પૂરજોશમાં કોશિશ કરશે. કલમ 370 દૂર કરાયા બાદ જમ્મુ-કાશ્મીરમાં સારું પ્રદર્શન તેના રાજકીય વિરોધીઓને બેકફૂટ પર લાવી શકશે. ત્રિપુરામાં પણ ભાજપે પોતાના મુખ્યમંત્રી બદલ્યા છે.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.

Related Articles

નવીનતમ