લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની સિઝનમાં માર્કેટમાં એકદમ ફ્રેશ સ્ટ્રોબરી આવે છે. સ્ટ્રોબરી ખાવાની એક મજા હોય છે. સ્ટ્રોબેરી ટેસ્ટમાં થોડી ખટાશ પડતી હોય છે. સ્ટ્રોબેરી તમને હાલ બજારમાંથી સરળતાથી મળી રહે છે. સ્ટ્રોબેરીમાં વિટામીન સીનો સ્ત્રોત સારામાં સારો હોય છે. સ્ટ્રોબેરી વજન ઘટાડવાથી લઇને બીજી અનેક રીતે હેલ્થ માટે ફાયદાકારક છે. આ સાથે જ સ્ટ્રોબેરીમાં એન્ટી ઓક્સિડન્ટ્સનું પ્રમાણ સારું હોય છે જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. સ્ટ્રોબેરીમાં ખાવાથી મગજ પણ તેજ ચાલે છે. આ સાથે જ સ્ટ્રોબેરીમાં ફાઇબરનું પ્રમાણ ભરપૂર હોય છે જે શરીરની અનેક બીમારીઓમાંથી રાહત અપાવવાનું કામ કરે છે. તો જાણો તમે પણ સ્ટ્રોબેરીના આ અઢળક ફાયદાઓ વિશે.
સ્ટ્રોબેરી તમારે ખાસ કરીને સવારના સમયે ખાવી જોઇએ. સાંજના સમયે બને ત્યાં સુધી સ્ટ્રોબેરી ખાવાનું ટાળો. સવારમાં 9 થી 11 વાગ્યાની આસપાસ તમે સ્ટ્રોબેરી ખાઓ છો તો હેલ્થને અનેક ધણાં ફાયદાઓ થાય છે.
આ બીમારીઓમાંથી રાહત મળે છે
- સ્ટ્રોબેરીમાં એન્ટી ઓક્સિડન્ટ્સનું પ્રમાણ સારુ હોય છે જે સ્ટ્રેસ લેવલ ઘટાડવાનું કામ કરે છે. તમે સતત સ્ટ્રેસમાં રહો છો તો રોજ સવારમાં સ્ટ્રોબેરી ખાઓ. આ સ્ટ્રોબેરી ખાવાથી હેલ્થને અનેક ધણો ફાયદો થાય છે.
- સ્ટ્રોબેરીમાં રહેલા તત્વો તમારી સ્કિન પર નેચરલ ગ્લો લાવવાનું કામ કરે છે. તમને સ્કિનને લગતી કોઇ સમસ્યા છે તો તમે રોજ સ્ટ્રોબેરી ખાઓ. સ્ટ્રોબેરીમાં રહેલું આલ્ફા હાઇડ્રોક્સિ એસિડ તમારા સ્કિનને ટોન સુધારવાનું કામ કરે છે. આ સાથે જ નવા કોષો બને છે અને સ્કિન પરના કાળા ડાઘા દૂર થાય છે.
- તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો રોજ શિયાળામાં સવારમાં સ્ટ્રોબેરી ખાઓ. સ્ટ્રોબેરી ખાવાથી ભૂખ ઓછી લાગે છે જેના કારણે તમને બીજુ કંઇ ખાવાનું મન થતુ નથી.
- સ્ટ્રોબેરીમાં વિટામીન સી અને ફોલિક હોય છે જે કેન્સર જેવા રોગો સામે રક્ષણ આપવાનું કામ કરે છે. આ માટે દરેક લોકોએ શિયાળામાં રોજ સવારના સમયે સ્ટ્રોબેરી ખાવી જોઇએ.
નોંઘ. આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. gujarati.news18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી. આ માટે તમે નિષ્ણાંતની સલાહ લઇને અનુસરો.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.