fbpx
Saturday, June 3, 2023

વાળ પાતળા છે તો ઠંડીમાં ભૂલથી પણ આ ભૂલો ના કરો, નહીં તો ટાલ પડી જશે

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની સિઝનમાં ત્વચાની જેમ વાળની પણ અનેક રીતે કેર કરવી પડે છે. ખાસ કરીને જે લોકોના વાળ પાતળા હોય એમને વધારે કેર કરવાની જરૂર હોય છે. પાતળા વાળની કેર તમે પ્રોપર રીતે કરતા નથી તો એ ખરે છે અને સાથે વાળ ડેમેજ પણ થાય છે. ઠંડીની સિઝનમાં સ્કેલ્પનું મોઇસ્યુરાઇઝર ઓછુ થવા લાગે છે જે વાળને અસર કરે છે જેના કારણે હેરને અનેક ઘણું નુકસાન થાય છે. આમ, જો તમે ઇચ્છો છો કે તમારા વાળ સુંદર અને સારા થાય તો ભૂલથી પણ આ ભૂલો ના કરો. આ ભૂલો કરવાથી તમારા વાળને નુકસાન થાય છે. તો જાણો આ વિશે વધુમાં.

બજારમાં તમને અનેક પ્રકારના શેમ્પૂ મળી રહે છે. આ માટે તમે ઠંડીમાં તમારા વાળને ક્વોલિટી પ્રમાણે શેમ્પૂની ખરીદી કરો. ખાસ કરીને વાળ બહુ પાતળા છે તો એ ટાઇપનું શેમ્પૂ ખરીદો જે વાળને ડીપ ક્લિન કરે અને સાથે મોઇસ્યુરાઇઝ કરે. તમારા વાળ પહેલા કરતા ડ્રાય છે તો ક્રીમ બેસ્ડ શેમ્પુનો ઉપયોગ કરો. આનાથી તમારા વાળ ડ્રાય નહીં થાય અને સાથે સિલ્કી પણ થશે.

સ્કેલ્પનું ધ્યાન રાખો

સામાન્ય રીતે દરેક મહિલાઓના વાળની લેન્થ પર જ ધ્યાન આપતી હોય છે, પરંતુ એ ભૂલી જાય છે કે સ્કેલ્પની ક્વોલિટી પર પણ પૂરતું ધ્યાન આપવું જોઇએ. ઠંડીની સિઝનમાં સ્કિન ડ્રાય જલદી થઇ જાય છે જેના કારણે સ્કેલ્પ પર ઘણી વાર પોપડી જામી જાય છે. આમ, મોટાભાગે લોકો ગરમ પાણીથી હેર વોશ કરતા હોય છે જે વાળને અનેક રીતે નુકસાન કરે છે. આ માટે હંમેશા હુંફાળા પાણીથી હેર વોશ કરો જેથી કરીને પોપડી થાય નહીં.

હિટીંગ પ્રોડક્ટસનો ઉપયોગ ના કરો

વાળને સ્ટ્રેટ કરવા અને કર્લ કરવા માટે મહિલાઓ હિટીંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે ઠંડીની સિઝનમાં હેર ડ્રાયર તેમજ હેર સ્ટ્રેટનરનો ઉપયોગ કરવો જોઇએ નહીં. આમ કરવાથી વાળ ડેમેજ થાય છે.

કેમિકલ ટ્રીટમેન્ટ લેશો નહીં

ખાસ કરીને ઠંડીમાં કેમિકલ ટ્રીટમેન્ટ લેશો નહીં. કેમિકલ તમારા વાળને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. આમ, જો તમારા વાળ પાતળા છે તો તમારે આ અવોઇડ જ કરવુ જોઇએ.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.

Related Articles

નવીનતમ