Homeધાર્મિકઆજે નવા વર્ષનું પહેલું...

આજે નવા વર્ષનું પહેલું પ્રદોષ વ્રત: આ કામ કરવાથી મળશે દેવાધિદેવના આશીર્વાદ, શુભ મુહૂર્ત સાથે નિયમ પાળજો

  • આજે વર્ષનો પ્રથમ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે
  • આજે ભગવાન શિવ અને માતા પાર્વતીનું પૂજન કરવાનો મહિમા
  • વિધિ અનુસાર પૂજન કરવાથી મનવાંછિત ફળ મળે છે

વર્ષ 2014નો પહેલો પ્રદોષ 9 જાન્યુઆરી એટલે કે આજે રાખવામાં આવશે. આ દિવસ ભગવાન શિવજીને સમર્પિત છે. હિંદૂ પંચાગ અનુસાર પ્રત્યેક માસમાં કૃષ્ણપક્ષ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ અને પ્રદોષનું વ્રત રાખવામાં આવે છે.

આ દિવસ શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે. આ દરમિયાન ભક્ત ઉપવાસ રાખે છે અને ભગવાન શિવનું પૂજન કરે છે. જો કે આ તહેવારને દેશનાં દક્ષિણી ભાગોમાં પ્રદોષમનાં નામે ઓળખવામાં આવે છે. તેવામાં જે સાધક આ દિવસે માતા પાર્વતી અને શિવજીની આરાધના કરે છે તેમની ઉપર ભગવાન હંમેશા પ્રસન્ન રહે છે.

પ્રદોષ વ્રતનું મહત્વ
આ વર્ષનો પહેલો પ્રદોષ વ્રત આજ રોજ છે જેને ભૌમ પ્રદોષનાં નામે પણ ઓળખવામાં આવે છે. આ શુભ દિવસે સમર્પણ અને ભક્તિની સાથે ભગવાન શિવ અને દેવી પાર્વતીનું પૂજન કરવાથી ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ભૌમ પ્રદોષ વ્રત પર દેવતાઓનું પૂજન કરવાથી સૌભાગ્ય, સમૃદ્ધિ અને સુખાકારી આવે છે. કેટલાક ભક્તો આ દિવસે નટરાજસ્વરૂપ ભગવાન શિવનું પૂજન કરે છે.

માન્યતા અનુસાર આ વ્રત કર્યા બાદ માતા પાર્વતીએ ભગવાન શિવ પામ્યા હતાં. તેથી આ વ્રતને રાખવાથી ઘર સહિત સમગ્ર પ્રકારની સુખાકારી અને મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. અને આ વ્રત માટે સાંજનાં સમયે ભગવાન શિવનું વિશેષ પૂજન કરવામાં આવે છે.

શુભ મુહૂર્ત
પંચાગ અનુસાર પૌષ મહિનાનાં કૃષ્ણ પક્ષની ત્રયોદષી તિથિ 8 જાન્યુઆરી રાત્રે 11.26થી જ શરૂ થઈ જાય છે. અને 9 જાન્યુઆરી રાત્રે 10.18 સુધી રહે છે. પ્રદોષ સમયમાં જ શિવજીનું પૂજન કરવામાં આવે છે તેથી 9 જાન્યુઆરીનાં રોજ વ્રત રાખવામાં આવશે. આજે સાંજે 5.13 વાગ્યાથી લઈને રાભે 8 વાગ્યા સુધી ભગવાન શિવનું પૂજન કરવાનો શુભ મુહૂર્ત છે.

શું છે નિયમો?
પ્રદોષ વ્રત પર ભગવાન શિવનું પૂજન કરવા માટે સાંજનો સમય સૌથી સારો માનવામાં આવે છે. તેથી શિવ ભક્તોને ભૌમ પ્રદોષનાં દિવસે સવારે જલ્દી ઊઠીને પવિત્ર સ્નાન કરવું જોઈએ. આ બાદ મંદિરને સાફ કરવું અને શિવ પરિવારની પ્રતિમા સ્થાપિત કરવી. દીવો પ્રગટાવી, ભગવાનને ફૂલ, મિઠાઈ અને ફળ અર્પિત કરવા. શિવ મંત્રોનો જાપ કરવો. આરતીની સાથે પૂજાનું સમાપન કરવું અને અંતમાં શંખનાદ કરવો. આ બાદ ભક્ત સાત્વિક ભોજનથી પોતાનો વ્રત ખોલી શકે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી...

મારી ઈચ્છા છે કે પલંગની બીજી બાજુ પર પણ શાંતિથી સૂઈ શકું😅😝😂😜🤣🤪

એકવાર કોઈએ પૂછ્યું કે,લગ્ન ક્યારે થાય છે?મેં કહ્યું ,જ્યારે તમારો સમય...

બોસ : તમે તમારી પાછલી નોકરી કેમ છોડી દીધી? 😅😝😂😜🤣🤪

પપ્પુ તેની ઓફિસની સૌથી સુંદર છોકરી મીનાનેપ્રેમની વાતોથી પટાવી રહ્યો હતો.પપ્પુ...

દીકરો : કઈં નહિ યાર,આજે વધારે ચોકલેટ માંગી લીધી,તો તમારી આઈટમે ધોઈ નાખ્યો.😅😝😂😜🤣

છોકરો બાઈક ચલાવી રહ્યો હતો.એક છોકરીએ સ્કૂટીથી તેને ઓવરટેક કર્યો.છોકરાએ બૂમ...

Read Now

વૃશ્ચિક રાશિના લોકો લક્ષ્ય હાંસલ કરવા નવી યોજનાઓ બનાવશે, જાણો અન્ય રાશિઓનો દિવસ કેવો રહેશે

મેષ રાશિ- આજનો દિવસ કાર્યસ્થળમાં પ્રગતિ લાવવાનો રહેશે. માતા-પિતા સાથે તમારા સંબંધો સુધરશે. લોકો તમારો સાથ આપશે. તેનાથી તમારા મનમાં ખુશી જળવાઈ રહેશે. તમે દરેક પગલે સત્યનો સાથ આપશો. આજે તમને કોઈ ધાર્મિક પુસ્તક વાંચવામાં રસ હોઈ શકે છે. વૃષભ રાશિ- આજનો દિવસ મધ્યમ રહેશે. આજે તમે કાર્ય સંબંધિત પ્રવાસ પર...

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી ગયા તો તારક મેહતા નહિતર નરસિંહ મેહતા😅😝😂😜🤣🤪 જેને ગર્લફ્રેન્ડ મલવાની ઉમ્મીદ જખતમ થઇ જાય એ પછી એમ જ કહેશે કેઆ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે....

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ રાખવાનો છે, મીન રાશિને મળશે નવી તક, વાંચો રાશિફળ

મેષ રાશિ આજનો દિવસ પડકારોને સ્વીકારવાનો અને તમારા વિશે વધુ જાણવાની આકર્ષક તકો પ્રદાન કરવાનો છે. કાર્યસ્થળ પર કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે. જવાબદારીઓ વધી શકે છે. વૃષભ રાશિઆજે તમે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો. મનમાં સંતોષની લાગણી આવી શકે છે. ઓફિસમાં તમને પ્રમોશન મળી શકે છે. રોમેન્ટિક...