Homeહેલ્થચૈત્ર મહિનામા લીમડો ખાવાના...

ચૈત્ર મહિનામા લીમડો ખાવાના છે અઢળક ફાયદા 99% લોકો આ નહી જાણતા હોય

જો કોઈને કલ્પવૃક્ષ કહેવું આ હોય તો તે છે આપણો ‘ લીમડો ‘ .શાસ્ત્રીય ઉપચારોની જેમ લીમડાના ઘરગથ્થુ ઉપચારો પણ અગણિત છે . વળી લીમડો સર્વને માટે કલ્યાણકારી પણ છે . આયુર્વેદમાં એટલે તેને ‘ સર્વતોભદ્ર ’ નામ આપવામાં આવ્યું છે . લીમડાનું આ ચૈત્ર મહિનામાં વિશેષ મહત્ત્વ છે . ચૈત્ર મહિનામાં લીમડો પીવાનું માહાભ્ય આપણા પૂર્વજોએ સ્થાપ્યું હતું . જે આજે ધીમે ધીમે ઓસરતું જાય છે . ચૈત્ર મહિના પહેલાં તેને ફૂલો ( મોર ) આવવા લાગે છે .

આયુર્વેદીય મતે સ્વાદમાં લીમડો કડવો અને તૂરો , પચવામાં હળવો , ઠંડો , વણ – ઘાની શુદ્ધિ કરનાર અને હૃદય માટે હિતકારી છે . તે કફ , સોજો , પિત્ત , ઊલટી , કૃમિ , હૃદયની બળતરા , કોઢ , થાક , અરુચિ , રક્તના વિકારો , તાવ અને ઉધરસને મટાડનાર છે . લીંબોળીનું તેલ કડવું તથા ગરમ હોય છે . તે હરસ – મસા , વણ , કૃમિ , વાયુ , કોઢ , રક્તના વિકારો અને તાવને મટાડે છે .

આપણા પ્રાચીન ઋષિ – મુનિઓએ આપણને એક નિયમ આપ્યો છે . ચૈત્ર મહિનામાં પવિત્ર મનથી લીમડાનાં કુમળાં પાન અને ફૂલ ( મોર ) નું મરી , હિંગ , સિંધવ , જીરું , અજમો , આમલી અને ગોળ મેળવીને સવારે અવશ્ય સેવન કરવું જોઈએ . આ મહિનામાં લીમડાના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આખું વર્ષ શરીર નિરોગી રહે છે . એક વ્યક્તિ ૩૦-૪૦ મિલિી , માત્રામાં આ રસ લઈ શકે . સમયગાળો પ , ૭ અથવા ૯ દિવસ . પુરુષો માટે અધિક માત્રામાં તેનું સેવન હિતાવહ નથી .

વણ – ઘા , ગુમડા , ચાંદી , સડો વગેરે ચામડીના રોગ માટે લીમડાનું તેલ ઉત્તમ ઔષધ છે . ૧૦૦ ગ્રામ લીમડાનાં પાન લઈ તેને લસોટીને ચટણી – પેસ્ટ જેવું બનાવી લેવું . પછી એ ચટણીની નાનીનાની ટીકડીઓ બનાવી , ૨00 ગ્રામ તલના તેલમાં તળવી . ટીકડીઓ લાલ રંગની થઈ જાય એટલે તેલ ઉતારીને ગાળી લેવું . આ તેલમાં ઘાને સ્વચ્છ કરી રૂઝ લાવવાનો ઉત્તમ ગુણ છે . નહીં રુઝાતા ઘાને લીમડાનાં પાનના ઉકાળાથી સ્વચ્છ કરીને આ તેલવાળું રૂનું પોતું મૂકી પાટો બાંધી દેવો . થોડા દિવસોમાં રૂઝ આવી જશે .

પ્રસૂતા સ્ત્રીઓ માટે લીમડાનાં પાનનો રસ ખૂબ જ હિતકારી છે . પ્રસૂતિ પછી પહેલા દિવસથી જ સવાર સાંજ બેથી ત્રણ ચમચી લીમડાનાં પાનનો રસ આપવાથી ગર્ભાશય ઝડપથી સંકોચાઈને તેની મૂળ સ્થિતિમાં આવી જાય છે , રક્તસ્ત્રાવ થતો અટકે છે , ગર્ભાશય અને તેની આસપાસનાં અંગોનો સોજો ઊતરે તાવ આવતો અટકે છે , ભૂખ સારી લાગે છે અને ઝાડો સાફ આવે છે .

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)

Most Popular

More from Author

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા,...

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી...

મારી ઈચ્છા છે કે પલંગની બીજી બાજુ પર પણ શાંતિથી સૂઈ શકું😅😝😂😜🤣🤪

એકવાર કોઈએ પૂછ્યું કે,લગ્ન ક્યારે થાય છે?મેં કહ્યું ,જ્યારે તમારો સમય...

બોસ : તમે તમારી પાછલી નોકરી કેમ છોડી દીધી? 😅😝😂😜🤣🤪

પપ્પુ તેની ઓફિસની સૌથી સુંદર છોકરી મીનાનેપ્રેમની વાતોથી પટાવી રહ્યો હતો.પપ્પુ...

Read Now

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા, પિતાજી!છગનલાલ : દાક્તરે તને બરાબરતપાસ્યો?રમેશ : બરાબર તો નહીં,પણ લગભગ ઠીક ઠીક તો તપાસ્યો.મારા ખિસ્સામાં ૧૩ રૂપિયા હતા અનેતેમણે ૧૨ રૂપિયાનું બિલ બનાવ્યું.😅😝😂😜🤣🤪 વિજય અને રમેશ હોટલમાં ગયા.આઈસક્રીમ ખાધા પછીરમેશ ચમચો પાણીથી ધોવા માંડ્યો.એ જોઈને વિજયે કહ્યું...

વૃશ્ચિક રાશિના લોકો લક્ષ્ય હાંસલ કરવા નવી યોજનાઓ બનાવશે, જાણો અન્ય રાશિઓનો દિવસ કેવો રહેશે

મેષ રાશિ- આજનો દિવસ કાર્યસ્થળમાં પ્રગતિ લાવવાનો રહેશે. માતા-પિતા સાથે તમારા સંબંધો સુધરશે. લોકો તમારો સાથ આપશે. તેનાથી તમારા મનમાં ખુશી જળવાઈ રહેશે. તમે દરેક પગલે સત્યનો સાથ આપશો. આજે તમને કોઈ ધાર્મિક પુસ્તક વાંચવામાં રસ હોઈ શકે છે. વૃષભ રાશિ- આજનો દિવસ મધ્યમ રહેશે. આજે તમે કાર્ય સંબંધિત પ્રવાસ પર...

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી ગયા તો તારક મેહતા નહિતર નરસિંહ મેહતા😅😝😂😜🤣🤪 જેને ગર્લફ્રેન્ડ મલવાની ઉમ્મીદ જખતમ થઇ જાય એ પછી એમ જ કહેશે કેઆ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે....