Homeહેલ્થકારેલા, કારેલા, ભીંડા, દૂધ...

કારેલા, કારેલા, ભીંડા, દૂધ અને પાલકના આ ફાયદા જો તમે લેશો તો તમારે ક્યારેય હોસ્પિટલના પગથિયાં ચડવા નહીં પડે!

લીલા શાકભાજીમાંથી પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને ખનિજો મળે છે. શાકભાજીમાં બધા પોષણ તત્વો જોવા મળે છે..સ્વસ્થ આહાર મગજ માટે વધુ ફાયદાકારક છે. નિયમિત ફળો અને શાકભાજી ખાવાથી તમારું આરોગ્ય વધુ સારું રહેશે અને તમે હંમેશાં યુવાન દેખાશો. તાજા શાકભાજી દરરોજ ખાવાના ઘણા ફાયદા છે. શાકભાજીમાં ઓછી ચરબી અને કેલરી હોય છે, જેનું સૌથી મોટું કારણ છે કે શાકભાજીમાં પૂરતા પ્રમાણમાં પાણી હાજર હોય છે. શાકભાજીના નિયમિત વપરાશ થકી, આપણે આપણા સ્વાસ્થ્યને સુધારી શકીએ છીએ.

લીલા શાકભાજીમાં લોહ અને કેલ્શિયમની ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે..લીલા શાકભાજીમાં મેગ્નેશિયમની માત્રા ખૂબ ઊંચી છે અને ગ્લાયકેમિક ઇન્ડેક્સની માત્રા ઓછી છે, જે ડાયાબિટીસને ઘટાડવા માટે મદદરૂપ સાબિત થાય છે. શાકભાજીમાં રહેલા આયર્ન અને કેલ્શિયમ આપણા વાળને ખરતા અટકાવે છે. લીલા શાકભાજીમાં વિટામીન એ, વિટામિન સી, કેલ્શિયમ અને આયર્નનો સમાવેશ થાય છે. શાકભાજીમાં પોટેશિયમ હોવાથી હાયપરટેન્શન ઘટાડે છે…મહત્વની વાત એ છે કે આપણા શરીરમાં પોષણને પરિપૂર્ણ કરવા માટે લીલા શાકભાજી કરતાં વધુ સારૂ કંઈ જ નથી.

ભીંડા:
1.ડાયાબિટીઝ – ભીંડામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે તેથી આ ડાયાબિટીઝના રોગીઓ માટે ખૂબ લાભકારી છે.

2.ઘૂંટણનો દુ:ખાવો – જો તમારા ઘૂંટણમાં દુ:ખાવો રહે છે તો ભીંડા ખાઓ. ભીંડામાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે અને સાંધાના દુ:ખાવામાં રાહત પહોંચાડે છે.
તેમા રહેલ ચિકણો પદાર્થ પણ આપણા હાડકા માટે ખૂબ સારો હોય છે.

3.અસ્થમા – ભીંડામાં વિટામીન સી જોવા મળે છે. જે અસ્થમાના લક્ષણને પાંગરતા રોકે છે. આ અસ્થમાના રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારી છે. આ ઉપરાંત ભીંડા ફેફ્સામાં સોજો અને ગળામાં ખરાશથી રાહત અપાવવામાં પણ મદદરૂપ છે.

4.આંખો માટે ફાયદાકારી – જે લોકોની આંખો નબળી છે. તેમને ભીંડા ખાવાથી ખૂબ ફાયદો થાય છે. તેમા જોવા મળતા વિટામીન એ આંખો માટે ખૂબ જ લાભકરી હોય છે. તેનાથી આંખોની રોશની વધે છે.

5.સ્વસ્થ વાળ – જો તમારા વાળ ડ્રાય અને નિસ્તેજ છે તો ભીંડા તમારા માટે ફાયદાકારી છે.. વાળને ચમકદાર બનાવવા માટે ભીંડાને ઉકાળો. જ્યારે તે એકદમ પાતળા થઈ જાય ત્યારે તેમા લીંબુ નીચોવી વાળમાં લગાવો. આનાથી વાળની કંડીશનિંગ થઈ જશે અને વાળ સિલ્કી તેમજ સ્મૂથ બની જશે.

કંકોડા:
આ શાકમાં આટલી તાકાત છે કે તેનો થોડા જ દિવસ સેવન કરવાથી શરીર ફોલાદી થઈ જશે. આ શાકનું નામ છે કંકોડા. આ શાકને મીઠા કારેલાના નામથી પણ ઓળખાય છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તેના વિશે આવું પણ કહેવાય છે કે તેમાં મીટથી 50 ગણું વધારે તાકાત અને પ્રોટીન હોય છે…કંકોડાની ખેતી દુનિયાભરમાં શરૂ થઈ ગઈ છે. તેના મુખ્ય રૂપથી ભારતના પર્વતીય ક્ષેત્રમાં ખેતી કરાય છે.
1.બીપી
કંકોડામાં રહેલ મોમોરડીસિન તત્વ ફાઈબરની વધારે માત્રા માટે રામબાણ છે. મોમોરેડીસિન તત્વ એંટીઓક્સીડેંટ, એંટીડાયબિટીજ અને એંટીસ્ટેર્સની રીતે કામ કરે છે. અને વજન અને હાઈ બ્લ્ડ પ્રેશરને નિયંત્રિત રાખે છે.
 
2.પાચન ક્રિયા
જો તમે આ શાક ખાવા નહી ઈચ્છતા તો તેનો અથાણું બનાવીને પણ સેવન કરી શકો છો. આયુર્વેદમાં ઘણા રોગોની સારવાર માટે આ ઐષધિમા રૂપમાં પ્રયોગ કરે છે. આ પાચન ક્રિયાને તંદુરૂસ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
 
3.શરદી-ખાંસી
કંકોડામાં એંટી એલર્જન અને એનાલ્જેસિક શરદી ખાંસીથી રાહત આપતા અને તેને રોકવામાં ખૂબ સહાયક છે.
 
4.વેટ લૉસ
કંકોડામાં પ્રોટીન અને આયરનથી ભરપૂર હોય છે જ્યારે કેલોરી ઓછી માત્રામાં હોય છે. જો 100 ગ્રામ કંકોડાની શાકનો સેવન કરો છો તો 17 કેલેરી મળે છે. જેનાથી વજન ઘટાડતા લોકો માટે આ સારું વિકલ્પ છે.

પાલક:
પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે.ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે પાલકનું સેવન લાભદાયક હોય છે.પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે.પાલકનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ પણ મજબૂત થાય છે. એટલે વિદ્યાર્થીઓ માટે પણ તે આદર્શ છે.પાલકમાં રહેલું ફ્લેવોનોઈડ્સ ‘એન્ટિ ઓકિસ્ડેન્ટ’ શરીરમાં રખડતો કચરો દૂર કરનાર રસાયણનું કામ કરે છે અને પાચન મજબૂત અને લોહી શુદ્ધ થતાં રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.પાલક નિયમિત ખાવાથી હૃદયસંબંધી બીમારીઓ પણ દૂર થાય છે.પાલકની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા પણ નિખરશે.વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જોઈએ…

દુધી:
1. ખૂબ તાવ હોય અને મગજમાં ગરમી ચડી ગઈ હોય તો દૂધી છીણી અથવા બે ફાડિયાં કરી માથે કે કપાળે બાંધવાથી ઠંડક થઈ રાહત થાય છે.

2. દૂધીના નાના ટુકડા કરી તેમાં આમલી અને સાકર નાખી ધીમા તાપે પાણીમાં ઉકાળી કપડા વડે ગાળીને પીવાથી મગજની ગરમી, માથાના દુ:ખાવમાં લાભ થાય છે.

3.ઘી અને જીરુ, વડે બનાવેલું દૂધીનું શાક ખાવાથી અને દૂધીના પાનનો રસ હરસ પર ચોપડવાથી હરસ મટે છે.

4. દાઝી જવાથી થયેલા વ્રણ પર દૂધીની લુગદી લગાડવાથી ફાયદો થાય છે.

5. મધમાખી, કાનખજૂરી જેવાં ઝેરી જતુના ડંખ પર દૂધીના ડીંટાને પાણી સાથે ઘસી લેપ કરવાથી ડંખના વિષનો નાશ થાય છે.

6. દૂધી નાખી પકાવેલું તેલ માથામાં નાખવાથી મગજને ઠંડક મળે છે.

ગુવાર:
લીલાછમ ગુવાર અચૂક તમને મળશે અને ઘણા લોકો ગુવારને જોઇને જ મો બગાડતા હોય છે પરંતુ તેઓ પણ જો ગુવારના આ ફાયદાને જાણશે તો ચોક્કસથી ચાલુ કરી દેશે ખાવાનુ. માટે ગુવારનુ શાક બનાવીને પણ ખાવામા આવે છે અને ગુવાર ઢોકળી બનાવીને પણ ખાવામા આવે છે માટે ગુવારના અદભુત ફાયદા ચોક્કસથી જાણવા જેવા છે.

હ્રદય માટે ખુબ ફાયદાકારક ગુવારમા કોલેસ્ટ્રોલ ઘટાડવાનો ગુણ અતિ ઉત્તમ ગુણ હોય છે. અને તેમા ફાઈબર અને પોટેશિયમ ભરપૂર માત્રામા હોય છે. જેના કારણે શરીરમા કોલેસ્ટ્રોલ વધતુ અટકાવે છે અને જે હ્રદય માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે.ગુવાર ખાવાથી હાડકા મજબૂત બને છે અને ગુવારમા કેલ્શિયમ અને મિનરલ અને પોષક તત્વો હોય છે જેનાથી હાડકા મજબૂત બને છે અને ગુવારમા ફોસ્ફરસ પણ સારી માત્રામા હોય છે માટે જે હાડકા મજબૂત બનાવે છે.ગુવાર ડાયાબિટિસમાં પણ ફાયદાકારક છે જો આ શાકનું નિયમિત સેવન કરવાથી શરીરની સુગરમા ઘટાડો થાય છે અને ઈન્સ્યુલિનની માત્રામા વધારો થાય છે.ગુવાર બ્લડ પ્રેશરને કંટ્રોલમા રાખે છે અને ગુવારમા હાઈપોગ્લેસેમિક અને હાઇપોલિપિડેમિક હોય છે જેનાથી હાઇપર ટેન્શનને દૂર ભગાડે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમા રાખે છે.ગર્ભાવસ્થા દરમિયાન તો ગુવારનુ ખાસ સેવન કરવુ જ જોઇએ કારણ કે ગુવારના શાકનુ સેવન કરવાથી શરીરના બધા જ પોષકતત્વોની ખોટ પૂરાઇ જાય છે અને ગુવારમા ફોલિક એસિડ ભરપૂર હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે.

કારેલા:
કારેલામાં ખૂબ જ પ્રમાણમાં વિટામીન એ, બી અને સી મળી આવે છે. આ ઉપરાંત કેરોટીન, લુટિન, ઝીંક, પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેગનીઝી જેવા તત્વો મળી આવે છે.કારેલામાં રહેલા ખનીજ અને વિટામીન શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે જેનાથી કેન્સર જેવી બિમારીનો સામનો કરી શકાય છે.કડવા કારેલામાં અઢળક પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન મળી આવે છે. કારેલાનું સેવન આપણે ઘણા રૂપોથી કરી શકીએ છીએ. આપણે ઇચ્છીએ તો એનો જ્યુસ પણ પી શકીએ છીએ. શાક અથવા અથાણું બનાવી શકીએ છીએ.કારેલા ઠંડા હોય છે એટલા માટે આ ગરમીથી પેદા થયેલી બિમારીઓના સારવાર માટે ખૂબ લાભકારી છે. જો તમારી પાચન શક્તિ નબળી હોય તો કારેલાનું દરરોજ સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત થાય છે.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)

Most Popular

More from Author

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા,...

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી...

મારી ઈચ્છા છે કે પલંગની બીજી બાજુ પર પણ શાંતિથી સૂઈ શકું😅😝😂😜🤣🤪

એકવાર કોઈએ પૂછ્યું કે,લગ્ન ક્યારે થાય છે?મેં કહ્યું ,જ્યારે તમારો સમય...

બોસ : તમે તમારી પાછલી નોકરી કેમ છોડી દીધી? 😅😝😂😜🤣🤪

પપ્પુ તેની ઓફિસની સૌથી સુંદર છોકરી મીનાનેપ્રેમની વાતોથી પટાવી રહ્યો હતો.પપ્પુ...

Read Now

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા, પિતાજી!છગનલાલ : દાક્તરે તને બરાબરતપાસ્યો?રમેશ : બરાબર તો નહીં,પણ લગભગ ઠીક ઠીક તો તપાસ્યો.મારા ખિસ્સામાં ૧૩ રૂપિયા હતા અનેતેમણે ૧૨ રૂપિયાનું બિલ બનાવ્યું.😅😝😂😜🤣🤪 વિજય અને રમેશ હોટલમાં ગયા.આઈસક્રીમ ખાધા પછીરમેશ ચમચો પાણીથી ધોવા માંડ્યો.એ જોઈને વિજયે કહ્યું...

વૃશ્ચિક રાશિના લોકો લક્ષ્ય હાંસલ કરવા નવી યોજનાઓ બનાવશે, જાણો અન્ય રાશિઓનો દિવસ કેવો રહેશે

મેષ રાશિ- આજનો દિવસ કાર્યસ્થળમાં પ્રગતિ લાવવાનો રહેશે. માતા-પિતા સાથે તમારા સંબંધો સુધરશે. લોકો તમારો સાથ આપશે. તેનાથી તમારા મનમાં ખુશી જળવાઈ રહેશે. તમે દરેક પગલે સત્યનો સાથ આપશો. આજે તમને કોઈ ધાર્મિક પુસ્તક વાંચવામાં રસ હોઈ શકે છે. વૃષભ રાશિ- આજનો દિવસ મધ્યમ રહેશે. આજે તમે કાર્ય સંબંધિત પ્રવાસ પર...

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી ગયા તો તારક મેહતા નહિતર નરસિંહ મેહતા😅😝😂😜🤣🤪 જેને ગર્લફ્રેન્ડ મલવાની ઉમ્મીદ જખતમ થઇ જાય એ પછી એમ જ કહેશે કેઆ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે....