Homeધાર્મિક5 શુભ યોગમાં ઉજવાશે...

5 શુભ યોગમાં ઉજવાશે દેવ ઉઠી એકાદશી, આ ઉપાય કરવાથી મેળવશો સુખ-સમૃદ્ધિ

આ વર્ષની દેવ ઉઠી એકાદશી વર્ષમાં આવતી બધી જ એકાદશી કરતા સૌથી મહત્વપૂર્ણ છે. દેવ ઉઠી એકાદશીના દિવસે પાંચ શુભ યોગ બની રહ્યા છે. જેમાં રવિ યોગ, સર્વાર્થ સિદ્ધ યોગ, વજ્ર યોગ, પરાક્રમ યોગ, બુધ આદિત્ય યોગનો સમાવેશ થાય છે. આ પાંચ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાનું વિશેષ ફળ મળે છે.

29 જૂન 2023 અને ગુરુવારે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં સુઈ ગયા હતા. દેવ શયની એકાદશી પછી 23 નવેમ્બર અને ગુરુવારે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન ચીર નિંદ્રામાંથી જાગશે. આ વર્ષની દેવ ઉઠી એકાદશી વર્ષમાં આવતી બધી જ એકાદશી કરતા સૌથી મહત્વપૂર્ણ છે. આ દિવસે ચાતુર્માસ સમાપ્ત થાય છે અને બધા જ માંગલિક કાર્ય જેમ કે લગ્ન, જનોઈ, ગૃહ પ્રવેશ વગેરે શરૂ થાય છે. 

5 સભ્યોમાં ઉજવાશે દેવ ઉઠી એકાદશી

દેવ ઉઠી એકાદશીના દિવસે પાંચ શુભ યોગ બની રહ્યા છે. જેમાં રવિ યોગ, સર્વાર્થ સિદ્ધ યોગ, વજ્ર યોગ, પરાક્રમ યોગ, બુધ આદિત્ય યોગનો સમાવેશ થાય છે. આ પાંચ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાનું વિશેષ ફળ મળે છે. દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાનના શાલીગ્રામ સ્વરૂપ સાથે તુલસી વિવાહ કરવાની પણ પરંપરા છે. આ વર્ષે તુલસી વિવાહનું મુહૂર્ત 23 નવેમ્બર ગુરુવારે સવારે 10:00 કલાક થી રાત્રે 9 કલાક સુધીનું છે.

દેવ ઉઠી એકાદશીના ઉપાય

– આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન વિષ્ણુને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો.

– ઘરમાં સુખ શાંતિ રહે તે માટે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો કરો અને ઘરના આંગણામાં તેમજ મુખ્ય દ્વાર પર પણ દીવા કરો.

– આર્થિક તંગી દૂર કરવા માટે આ દિવસે ઓમ હ્રિં ક્લીંમ મહાલક્ષ્મી નમઃ મંત્રની પાંચ માળા કરો.

– પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી ગાયત્રી મંત્રનો જાપ કરો અને તુલસીનો છોડમાં જળ ચડાવો.

– ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે તે માટે સંધ્યા સમયે તુલસીના છોડ પાસે ગાયના ઘીનો દીવો કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો.

– નોકરી અને વેપારમાં સફળતા માટે ૐ શ્રી હ્રં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ ૐ શ્રીં હ્રં શ્રીં ૐ ધન ધાન્ય સમૃદ્ધિ મહાલક્ષ્મયૈ નમ: લક્ષ્મી મંત્રની પાંચ માળા કરો.

– ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયીવાસ થાય તે માટે તુલસી વિવાહના દિવસે ભગવાનના શાલીગ્રામ સ્વરૂપના તુલસી સાથે વિવાહ કરાવો. આ દિવસે ઘરમાં વિવાહ કરાવવાથી તમામ પ્રકારની સમસ્યાઓ કલેશ, પાપ અને દુઃખ દૂર થઈ જાય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા,...

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી...

મારી ઈચ્છા છે કે પલંગની બીજી બાજુ પર પણ શાંતિથી સૂઈ શકું😅😝😂😜🤣🤪

એકવાર કોઈએ પૂછ્યું કે,લગ્ન ક્યારે થાય છે?મેં કહ્યું ,જ્યારે તમારો સમય...

બોસ : તમે તમારી પાછલી નોકરી કેમ છોડી દીધી? 😅😝😂😜🤣🤪

પપ્પુ તેની ઓફિસની સૌથી સુંદર છોકરી મીનાનેપ્રેમની વાતોથી પટાવી રહ્યો હતો.પપ્પુ...

Read Now

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા, પિતાજી!છગનલાલ : દાક્તરે તને બરાબરતપાસ્યો?રમેશ : બરાબર તો નહીં,પણ લગભગ ઠીક ઠીક તો તપાસ્યો.મારા ખિસ્સામાં ૧૩ રૂપિયા હતા અનેતેમણે ૧૨ રૂપિયાનું બિલ બનાવ્યું.😅😝😂😜🤣🤪 વિજય અને રમેશ હોટલમાં ગયા.આઈસક્રીમ ખાધા પછીરમેશ ચમચો પાણીથી ધોવા માંડ્યો.એ જોઈને વિજયે કહ્યું...

વૃશ્ચિક રાશિના લોકો લક્ષ્ય હાંસલ કરવા નવી યોજનાઓ બનાવશે, જાણો અન્ય રાશિઓનો દિવસ કેવો રહેશે

મેષ રાશિ- આજનો દિવસ કાર્યસ્થળમાં પ્રગતિ લાવવાનો રહેશે. માતા-પિતા સાથે તમારા સંબંધો સુધરશે. લોકો તમારો સાથ આપશે. તેનાથી તમારા મનમાં ખુશી જળવાઈ રહેશે. તમે દરેક પગલે સત્યનો સાથ આપશો. આજે તમને કોઈ ધાર્મિક પુસ્તક વાંચવામાં રસ હોઈ શકે છે. વૃષભ રાશિ- આજનો દિવસ મધ્યમ રહેશે. આજે તમે કાર્ય સંબંધિત પ્રવાસ પર...

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી ગયા તો તારક મેહતા નહિતર નરસિંહ મેહતા😅😝😂😜🤣🤪 જેને ગર્લફ્રેન્ડ મલવાની ઉમ્મીદ જખતમ થઇ જાય એ પછી એમ જ કહેશે કેઆ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે....