
સામગ્રી:
250 ગ્રામ ટિંડોળા
1 નંગ ઝીણું સમારેલું ડુંગળી
1 નંગ ઝીણું સમારેલું ટમેટું
1 ચમચી ધાણા જીરું
1 ચમચી સાદા પૌંઆ નો ભૂકો
1/4 ચમચી હળદર
1 ચમચી લાલ મરચાનો પાઉડર
1/4 ચમચી ગરમ મસાલો
1/4 ચમચી જીરૂ
1/2 ચમચી ખાંડ
1 ચમચી લીંબુ નો રસ
1 ચમચી ઝીણી સમારેલી કોથમીર
2 ચમચી તેલ
ચપટી હિંગ
મીઠું જરૂર મુજબ
પાણી જરૂર મુજબ
રીત:
સૌથી પહેલા એક બાઉલ માં બધા જ સૂકા મસાલા લો તેમાં એક ચમચી ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટાં,કોથમીર,ઉમેરો અને લીંબુ નો રસ, ખાંડ અને મીઠું ઉમેરી મસાલો મિક્સ કરો.
હવે તાજા ટિંડોળા લો તેમાં વચ્ચે કાપા પાડી ને તૈયાર મસાલો ભરી લો.તૈયાર ભરેલા ટિંડોળા ને વરાળે બાફવા મુકો 10 થી 12 મિનિટ માં બફાઈ જસે.
હવે એક કડાઇ માં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ ઉમેરો જીરૂ ગુલાબી થાય એટલે તેમાં ચપટી હિંગ નાખો અને ડુંગળી નો વધાર કરો.ડુંગળી ગુલાબી થાય એટલે ટામેટાં ઉમેરો અને એકરસ ચઢી જાય એટલે ટિંડોળા ભરતા વધેલો મસાલો ઉમેરો અને મિક્સ કરો બે મિનિટ પછી તેમાં એક ગ્લાસ પાણી ઉમેરો અને તૈયાર બાફેલા ટિંડોળા મિક્સ કરી ધીમા ગેસ પર 7થી 8 મિનિટ રાખો તો તૈયાર છે ભરેલા ટિંડોળા ને શાક.