Friday, September 29, 2023

તહેવારમાં ગુજરાત ની ફેમસ એવી ચોળાફળી બનાવી હોઇ તો ફટાફટ અહિ ક્લિક કરો

ચોળાફળી બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ ચણાનો જીણો લોટ
  • 1/3 કપ અડદનો જીણો લોટ
  • ¼ કપ પાણી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ

મસાલો બનાવવા માટે સામગ્રી

  • ¼ ટી સ્પુન મરી પાવડર
  • ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર
  • ½ ટી સ્પુન સંચળ પાવડર અથવા ચાટ મસાલો

મસાલો બનાવાની રીત :

એક બાઉલમાં ¼ ટી સ્પુન મરી પાવડર, ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર અને ½ ટી સ્પુન સંચળ પાવડર અથવા ચાટ મસાલો ઉમેરી મિક્ષ કરી લ્યો.

ચોળાફળી બનાવવા માટેની રીત :

  1. સૌપ્રથમ ચણાની દાળ અને અડદની દાળનો લોટ લઈ પછી તેને ચાળીને એક બાઉલમાં લેવાનું પછી તેમાં થોડું મીઠું નાખીને ભેગું કરીને લોટ બાંધવાનું.
  2. અડધી કલાક લોટને ઢાંકી રાખવો પછી તેને મસળી લો નો જ્યાં સુધી લોટ લિસો થઈ જાય ત્યાં સુધી લોટને મસળો પછી તેના લુવા પાડવાના
  3. ત્યારબાદ તેને રોટલીની જેમ વણી નાખવાની અને એના પીસ પાડી લેવાના અને તેલમાં ધીમા તાપે તળી લેવાના.
  4. તળાઈ ગયા બાદ તેના પર ઉપર મસાલો છાટ્વો અને ઍક એર ટાયટ ડબ્બામાં મુકી સ્ટોર કરી સકો છો.

Related Articles

નવીનતમ