
સામગ્રી:
150 ગ્રામ બાફેલી અડદ ની દાળ
150 ગ્રામ બાફેલા રાજમા
2 જીણી સમારેલી ડુંગળી
2 જીણા સમારેલા ટામેટા
3 નાની ચમચી માખણ
1-2 નાની ચમચી તેલ
2 નાની ચમચી લાલ મરચું
1/2 નાની ચમચી ગરમ મસાલા
1 નાની ચમચી જીરું
3 નાની ચમચી સમારેલું લસણ
2 નાની ચમચી આદું – મરચા ની પેસ્ટ
1/4 નાની ચમચી હળદર
મીઠું સ્વાદ પ્રમાણે
સજાવટ સામગ્રી:
3 નાની ચમચી તાજી મલાઈ
સમારેલી કોથમીર
બનાવવાની રીત:
- સૌ પ્રથમ 1 થી 2 ચમચી તેલ ગરમ કરીને એમાં માખણ નાખો. માખણ પીગળ્યા બાદ તેમાં જીરું નાખો જયારે જીરા નો રંગ બદલવા લાગે ત્યારે તેમાં લસણ અને આદું – મરચા ની પેસ્ટ નાખી ને સારી રીતે હલાવો ત્યાર બાદ તેમાં ડુંગળી નાખી ને જયારે ડુંગળી સોનેરી રંગ પકડવા લાગે ત્યારે તેમાં ટામેટા, હળદર અને મીઠું નાખો.
- હવે એમાં મરચું અને ગરમ મસાલો નાખીને સારી રીતે મેળવીને બાફેલી દાળ અને રાજમા નાખીને બધી જ સામગ્રીઓને સારી રીતે મેળવ્યા બાદ તેમાં ગ્રેવી બનાવવા માટે પાણી નાખો.
- હવે એમાં 3 નાની ચમ્મચી મલાઈ નાખી ને સારી રીતે હલાવો ત્યાર બાદ તેને 10 થી 15 મિનીટ સુધી ધીમા તાપે પકવો. 15 મિનીટ સુધી પકવ્યા બાદ કોથમીર થી સજાવો. તો તૈયાર છે સ્વાદિષ્ટ અને સરળ દાલ મખની .