ગુજરતને દેવી દેવતાની ભૂમિ કહે છે. જ્યાં દરેક લોકોને ભગવાન પર ખૂબ જ આસ્થા છે.આથી ગુજરાતમાં ઘણા મંદિરો આવેલા છે. અને તે મંદિરોમાં દેવી દેવતઓ બિરાજે છે.જ્યારે લોકોને મુશ્કેલી કે તકલીફ આવે ત્યારે તે દેવી દ્વવતાઓને યાદ કરે છે. અને દેવી માં તેના ભક્તોની તકલીફો દૂર કરે છે.
તો આજે અમે તમને એવો જ એક કિસ્સો જણાવીશું . જેમાં એક ખોડિયાર માતાનો ભક્ત હતો જે દરરોજ માં ખોડિયારના દર્શન કરવા માટે તે તેના બાજુના ગામમાં મંદિરે જતો . પરતું તેને આ મંદિરે દર્શન કરવા માટે તેના ગામ અને માતાજીના મંદિર વચ્ચે એક નદી હતી તો તે નદી પાર કરીને જવું પડતું.
ખોડિયાર માતાના પરચા અપરંપાર છે કોઈ પણે નિશ્ચાર્થ ભાવે માં ને યાદ કરે એટલે દરેકની મુશ્કેલી દૂર કરે છે માં ખોડલ . એક દિવસ બન્યું એવું કે માતાજીનો ભક્ત માતાના દર્શન કરવા માટે મંદિરે જતી હતો એટલે વચ્ચે નદી પાર કરતો હતો. અને અચાનક તેની સામે મગર આવી ગયો મગરને જોતા જ તે ખૂબ જ ડરી ગયો .
તે તરત જ માં ખોડિયારને પ્રાથના કરવા લાગ્યો માતાજી મારો જીવ બચાવો . પોતાના ભક્તનો જીવ જોખમમાં જોઈને માં ખોડિયારે પોતાનું ત્રિશૂલ મોકલ્યું . નદીમાં ભક્તની બાજુમાં ત્રિશૂલ તરતુ તરતુ આવે છે . તે ત્રિશૂલ જોઈને ભક્તે તેને પકડી લીધું અને મગરને ડ’રાવ’વા લાગ્યો ત્યાં તો મગર ત્યાંથી દૂર ચાલ્યો ગયો .
અને ભક્ત નદીમાંથી પોતાનો જીવ બચાવીને બહાર આવે છે. ત્યારે તે પોતાના હાથમાં રહેલું ત્રિશૂલ જોઈને સમજી જાય છે કે સાક્ષાત માં ખોડિયારે તેનો જીવ બચાવ્યો .મારો જીવ બચાવવા માટે માતાજીએ પોતાની ત્રિશૂલ મોકલ્યું .
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)