ભગવાન ગણેશને પ્રસન્ન કરવા બુધવારનો દિવસ ખાસ માનવામાં આવે છે. સામાન્ય રીતે સાતે દિવસમાંથી કોઈ ને કોઈ દિવસ કોઈને કોઈ ભગવાન સાથે સંબંધિત છે. જેમ સોમવારે ભગવાન શિવ પૂજાનું માહાત્મ્ય છે તેમ બુધવારે ગણેશજીની પૂજા કરવાથી અનેક લાભ થાય છે. બુધવારના દિવસે આ ઉપાય કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. જે લોકોને લાંબા સમયથી નોકરી-વેપારમાં સમસ્યાનો સામનો કરવો પડતો હોય અથવા તો પ્રયાસ કરવા છતાં આ પણ સફળતા ના મળતી હોય તો તેમણે અવશ્ય બુધવારના દિવસે ગણેશજીની પૂજા કરવી.
ભગવાન ગણેશને માંગલિક કાર્યોના પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે. હિંદુ શાસ્ત્રોમાં કોઈપણ શુભ કાર્ય કે કોઈ પણ પ્રકારની પૂજા કરતાં પહેલા પ્રથમ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. તે તમામ વિઘ્ન દૂર કરતાં હોવાથી તેમને વિઘ્નકર્તા કહેવાય છે. કહેવાય છે કે તમે નોકરી, કારોબાર કે સંતાન સંબંધિત સમસ્યાનો સામનો કરતા હોવ તો બુધવારે ભગવાન ગણેશ સાથે સંબંધિત આ ઉપાય કરવાથી તમામ કષ્ટ દૂર થશે. જે જાતકની કુંડળીમાં બુધગ્રહ નબળો હોય તેઓ આ ઉપાય કરી શક્તિ વધારી શકે છે.

ભગવાન ગણેશની પૂજા કરવા માટે સૌ પ્રથમ તેમની સ્થાપના કરો. સ્નાન કર્યા બાદ સુંદર વસ્ત્રો પહેરી કંકુ, ચોખા, અબીલ અને ગુલાલ ચઢાવો. તેમજ ભગવાન ગણેશને રંગોમાં લીલો રંગ અને વાનગીમાં મોદક વધુ પ્રિય છે. તેમને દુર્વા ચઢાવો અને બાદમાં ભોગમાં લાડુ તેમજ મોદકનો પ્રસાદ ધરાવો. આ પૂજા દરમ્યાન તમારે ‘ઓમ ગં ગણપતયે નમઃ’ મંત્રનું ઉચ્ચારણ કરવું.
જે જાતકની કુંડળીમાં બુધગ્રહ નબળો હોય તેમણે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા મગની દાળ (લીલી મગની ફોતરાવાળી દાળ) ને ચોખા સાથે મિશ્રણ કરી દાનમાં આપવું. તમે રાત્રે મગની દાળને પાણીમાં ડૂબાડી બીજા દિવસે પક્ષીઓને આપી શકો છો. તમે પોતે પણ મગની દાળનું સેવન કરી શકો છો. આમ કરવાથી ભગવાન ગણેશજી પ્રસન્ન થશે.
જે લોકો કોઈપણ કાર્ય કરે તેમાં તેમને સફળતા ના મળતી હોય તો તેમણે બુધવારે કોઈ મંદિરમાં જઈને લીલા રંગની વસ્તુઓનું દાન કરવું. તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિઓને લીલા રંગના વસ્ત્ર, લીલા રંગના અન્ન તેમજ ખાન-પાનની કોઈ વસ્તુ અથવા અન્ય કોઈ ઉપયોગી વસ્તુનું દાન કરવું જોઈએ. આમ કરવાથી બુધગ્રહનો દોષ ખતમ થશે સકારાત્મક પ્રભાવ વધશે.
ભગવાને ગણેશજીને દૂર્વા અત્યંત પ્રિય છે. તમે બુધવારે સ્નાન કર્યા બાદ મંદિર જાઓ અને ત્યાં દૂર્વા ઘાસની 11 અથવા 21 ઘાસની સળી ગણપતિ બાપ્પાના ચરણોમાં અર્પણ કરવી. આ ઉપાય કરવાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે. અને સફળતાના દ્વાર ખુલશે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)