માતા મોગલ ના પરચા અપરંપાર છે. કચ્છમાં માતા મોગલ નું પવિત્ર ધામ આવેલું છે. અહીં દર્શન કરવા માત્રથી ભક્તોનું જીવન ધન્ય થઈ જાય છે. મોટી સંખ્યામાં ભક્તો અહીં પોતાની મનોકામના વ્યક્ત કરવા પહોંચે છે. માતા મોગલ પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતા નથી.
તેથી જ મંદિરમાં આવીને દર્શન કરવાની માનતા પણ કોઈ ભક્ત રાખે તો માતાજી તે અચૂક પૂરી કરે છે. આવી જ રીતે એક યુવકે પણ માનતા રાખી હતી. ગણતરીના દિવસોમાં જ પૂરી થઈ જતા તે માનતા પૂરી કરવા માટે 20,000 રૂપિયા લઈને કબરાઉ પહોંચ્યો હતો.કબરાઉ ખાતે મણીધર બાપુ પણ બિરાજે છે.
યુવક મણીધર બાપુને મળ્યો અને 20,000 રૂપિયા આપ્યા. ત્યારે મણીધર બાપુએ તેને પૂછ્યું કે તેની માનતા શેની હતી. યુવકે જણાવ્યું કે તે ઘણા સમયથી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યાર પછી તેણે માતા મોગલ ની માનતા રાખી અને માનતા રાખીને થોડા જ દિવસોમાં તેને સરકારી નોકરી મળી ગઈ.
માનતા ફરી કે તે તુરંત જ 20 હજાર રૂપિયા લઈને કબરાઉ આવી ગયો. મણીધર બાપુએ તેને જણાવ્યું કે તેને માતા પર વિશ્વાસ રાખ્યો તેથી તેને ફળ મળ્યું છે. સાથે જ 20,000 રૂપિયા તેના ફઈને આપી દેવા માટે મણીધર બાપુએ જણાવ્યું.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)