Friday, September 29, 2023

ઊગતા પોરની માં મેલડી વિશે આ વાતો તમે ભાગ્યેજ જાણતા હશો, માં મેલડીને માનતા હોય તો એક વાર અવશ્ય વાંચજો આ લેખ…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવીએ કે વરસો પહેલા ખાવોળ કરીને એક ગામ હતું. આ ખાવોળ ગામમાં કલીયો કાપડી નામનો ઉગતાની મેલડીનો ભુવો હતો. આ કલીયો બાળકુંવારો હતો અને મેલડી કલીયાને સનમુખ વાત કરતી. આમ કરતા કરતા કલીયાની ઉંમર 80 વરસની થઇ એટલે આ કલીયા કાપડીએ વિચાર કર્યો કે, હવે મારી ઉંમર થઇ ગઇ છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ક્યારે મારો દેહ પડી જાય તેનું નક્કી નથી. અને જો હું મરી જઇશ તો મારી ઉગતાની મેલડીની સેવા- પુજા કોણ કરશે. આવો વિચાર કરીને કલીયે મેલડીનું ત્રિશૂલ અને ચુંદડી લઇને ગુજરાત ફરવા નિકળ્યો કે, કોઇ સારો સેવક મળી જાય તો તેને મારી ઉગતાના પોરની મેલડી ધુણવા આપું.એટલે માલા કરોતરાને મેલડીનો મોહ લાગ્યો એટલે માલો બોલ્યો કે, કલીયા તું મને તારી ઉગતાની મેલડી ધુણવા આપ. હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તારી મેલડીની સેવા -પુજા કરીશ. એટલે આ કલીયો બોલ્યો કે, હું તને ઉગતાની મેલડી ધુણવા આપું પણ એક શરતે. તારે મને તારી આ કાબરી બકરી મને આપવી પડશે.

મિત્રો એટલે માલો બોલ્યા કે, સારું હું તમને મારી કાબરી બકરી આપું તમે મને મેલડી આપો. પણ માલો ફરી બોલ્યાં કે, કલીયા સાંભળ હું તને બકરી આપું અને તું બકરી લઇને જતો રહે પણ મને માલા કરોતરાને કેવી રીતે ખબર પડશે કે તારી ઉગતાની મેલડી મારી સાથે આવી છે.એટલે મને કાંઇ નિશાની આપતો જા. એટલે આ કલીયો બોલ્યો કે, માલા તું મારીથી 10 હાથ દૂર ઉભો રહે. હું અહીંથી આ મેલડીનું ત્રિશૂલ અને ચુંદડી છોડી મુકી અને આ ત્રિશૂલ અને ચુદડી ઉડીને તારા હાથમાં આવે તો એમ માનજે કે, મારી કલીયા કાપડીની મેલડીને તને આપી.એટલે આ કલીયો માલાથી 10 હાથ દૂર ઉભો રહીને ત્રિસુલ અને ચુદડી મુકી અને આ ત્રિસુલ અને ચુંદડી ઉડીને માલાના હાથમાં આવી.

માલો કરોતરો આ ત્રિસુલ અને ચુંદડી લઇને તેના ગામના મારગે પડ્યો અને કલીયો આ માલાની બકરી લઇને જતો રહ્યો.માલો કરોતરો આ ત્રિશૂલ અને ચુંદડી લઇને તેના ગામ ઉકેડી પાસે પહોંચ્યો એટલે વિચાર કર્યો કે, હું બકરાં લઇને સાંજે ઘરે જઇશ અને મારી દલી રબારણ કાબરી બકરી નહીં ભારે તો મારાથી ઝઘડો કરશે. એટલે માલો રબારીએ મેલડીનું ત્રિશૂલ અને ચુદડી ગામની પરવાડે એક રાયણના ઝાડની પોલમાં સંતાડીને ઘરે ગયો. જો દલી રબારણ બકરીનું પૂછશે તો કાંઇ આડા-ટોળા કાંઇક સમજાવશું. આવું વિચારીને માલો તેના ઘરે ગયો.

માલો ઘરે આવીને બકરાંને વાડામાં વાળીને ગામમાં ફરવા નિકળ્યા અને માલાના ઘરેથી દલી રબારણ બકરીઓ દોહવા વાડે આવી પણ પેલી કાબરી બકરી આ દલીને ક્યાંય દેખાણી નહીં. એટલે રાત્રે માલો કરોતરો ઘરે જમવા બેઠા એટલે દલી રબારણે માલાને કીધું કે, આપણી કાબરી બકરી દેખાતી નથી. તમે કાબરી બકરીને ક્યાં મુકીને આવ્યા છો?? એટલે માલો બોલ્યા કે, ગામની પરવાડે બે-ત્રણ ગામના બકરાં ભેગાં થયા હતા એટલે આપણી બકરી કોઇકના બકરાં ભેગી જતી રહી હશે. સવારે હું કાબરીને શોધીને લાવીશ માલો રબારી આવું જુઠું બોલ્યા.

સવારે માલો તેના બકરાં લઇને ગામની સીમાડે આવ્યો અને વિચાર કર્યો કે, અમારી કાબરી જેવી જ કોઇકને બકરી મળી જાય તો પૈસા આપીને બકરી ખરીદી લઉ. આમ માલો આખો દિવસ ફર્યા પણ કાબરી જેવી બકરી ક્યાંથી મળી નહીં. એટલે માલો થાકીને ઘરે આવ્યા. પેલી દલી રબારણી ફરી માલાને પૂછ્યું કે, આપણી કાબરી બકરી મળી?? એટલે માલો બોલ્યાં કે, આખો દિવસ કાબરી ગોતી છે પણ ક્યાંથી આપણી કાબરી બકરી મળતી નથી. મને એવું લાગે છે કે, આપણી કાબરીને કોઇ કુંતરા, શિયાળ કે નાવર મારીને ખઇ ગયા છે. આ બાજુ રાયણના ઝાડેથી મેલડીએ વિચાર કર્યો કે, આ માલો બીકમાંને બીકમાં કાંઇ બોલશે નહીં અને મારે આ રાયણના ઝાડી બેસી રહેવું પડશે લાવને દલી રબારણને સપને વાત માંડ.

રાતના 12 વાગ્યા અને ઉગતાની મેલડી દલી રબારણને સપનામાં આવી અને કીધું કે, દલી જાગો છો કે, ઉંઘી ગયા?? જો જાગતાં હોય તો મારી મેલડીની એક વાત સાંભળો. હું ખાવોળ ગામના કલીયા કાપડીની ઉગતાની મેલડી છું. તમારા માલાએ મને કાબરી બકરીના સાટે લીધી છે. પણ માલો બીકમાં કાંઇ બોલી શકતો નથી અને મને ગામના સીમાડે રાયણનાં ઝાડની પોલમાં મુકી છે. સવારે વાગતા ઢોલે મને ઉકેડી ગામમાં લાવો, જો દલી તમારૂં નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે ના પાડી દઉ તો હું ઉગતા પોરની મેલડી નહીં.

દલી સવારમાં ઉઠી અને માલાને કીધું કે, માલા આપણી કાબરી બકરી ખરેખર ખોવાઇ ગઇ છે કે તમે કોઇને આપી દીધી છે.એટલે માલો રબારી બોલ્યા કે, ખોવાઇ ગઇ છે. એટલે દલી બોલ્યાં કે, તો ગામના સીમાડે રાયણના ઝાડની પોલમાં શું સંતાડીને આવ્યા છો એટલે માલો રબારી બોલ્યા કે, તને કેવી રીતે ખબર પડી દલી બોલ્યાં કે, મેલડી મને સપનામાં આવી બધી વાત માંડી છે. હવે તમે ગામમાં જઇને ઢોલ અને નગરા વાળાને લઇ આવો. આપણે વાગતા ઢોલે મેલડીને લેવા જાવું છે.

વાગતો ઢોલે ગામના સીમાડે રાયણના ઝાડની પોલમાંથી ત્રિશૂલ અને ચુંદડી બહાર કાઢ્યા અને અને ઉગતાની મેલડી માલા કરોતરાને ધુણવા ઉતરી. મેલડીએ ધુણતા- ધુણતા કીધું કે, મને તમે ઉકેડી લઇ જાવ પણ આ રાયણના ઝાડે મારી એક દેરી બનાવીને અહીં દીવો ચાલું રાખજો. અને દલી અને માલો ઉગતાની મેલડીને ઉકેડી ગામમાં લાવ્યા. ઉકેડીમાં લાવીને માલાએ તેના ઘરના પાણીયારે મેલડીને બેસાડી. અને માલો અને દલી મેલડીની ભકિત કરવા લાગ્યા.આમ કરતા કરતા આઠ- દશ વરસ થયા એટલે માલાને કુદરતી ક્ષય રોગ થયો અને માલો માંદા પડ્યા. બે- ત્રણ મહિનાથી માલો ખાટલામાં પડ્યો હતો.

એટલે દલી બોલ્યાં કે, માલા તમારો જીવ ક્યાં ભરાઇ ગયો છે, તમે બે-ત્રણ મહિનાથી હેરાન થાવ છો મારાથી તમારૂં દરદ જોયું જાતું નથી. એટલે માલો બોલ્યો કે, દલી તમે મને એક વે’ણ આપો તો મારો જીવ સદગતીએ જાશે. એટલે દલી બોલ્યાં કે, તમે જે બોલો તે વે’ણ તમને આપ્યું. એટલે માલો કરોતરો બોલ્યાં કે, દલી હું મરી જાવું પછી તમે બીજે ક્યાંય ઘર ના માડતાં નહીં તો મારી મેલડીની સેવા- પુજા કોણ કરશે. એટલે દલીએ માલાને વેણ આપ્યું અને માલાએ દેહ છોડી મુક્યો.આમ દલી રબારણ મેલડીની સવાર- સાંજ પુજા કરે છે અને દિવસો પસાર કરે છે. પણ એક કાઠું વરસ આવ્યું. વરસાદ પડ્યો નહીં.

એટલે ઉકેડી ગામના રબારીઓ પોતાની ગાયો, ભેસો અને બકરાં બચાવવા માટે પરદેશની વાટ પકડીને નિકળી ગયા. અને દલી રબારણ એકલાં પડ્યાં. તોય હિમ્મત કરીને દલીએ બે- ત્રણ મહિના કાઢી નાખ્યા. પણ દુષ્કાળનું દુઃખ દલી સહન ના કરી શક્યા અને ઘરમાં પોક મુકીને રડવા માંડ્યા. અને કહેવા માંડ્યા કે, માલા રબારીને આ ઘર ના છોડવાનું વે’ણ આપ્યું અને મેલડીએ મને આ દુષ્કાળમાં એકલી પાડી. પણ મારી ઉગતાના પોરની મેલડી દલી રબારણની આ બધી વાત ઘરના દરવાજાની ઇહ પાછળ ઉભા – ઉભા કાનો કાન સાંભળતાં હતાં.

દલી રબારણ રડતાં રડતા સુઇ ગયા અને રાતના બાર વાગ્યે મેલડી દલીને મળવા આવી. દલીના આંસુ લુસીને મેલડી બોલ્યાં કે, દલી ઉભાં થાવ હું માલા કરોતરાની મેલડી હાજર જ છું. એટલે દલી બોલ્યાં કે, માં આ દુકાળનું દુઃખ મારાથી સહન થતું નથી. એક પૈસાનું પણ દુધણું રહ્યું નથી. હું રબારીની દિકરી અહીં એકલી કેવી રીતે દિવસો કાઢી કરી શકું?? એટલે મેલડી બોલ્યાં કે, દલી તમે છાંના રહો હું મેલડી તમારૂં પારખું લેતી’તી કે, તમે માલા રબારીને આપેલું વેણ પાડો છો કે નહીં.

દલી સાંભળો કાલે સવારે આપણાં ગામની પરવાડે મારવાડાની પોઠો નિકળશે. આ મારવાડા પાસે એક ગાય છે. આ ગાય આપણે લેવાની છે.એટલે દલી બોલ્યાં કે, મેલડી ગાય લેવાની છે એ વાત તો સાચી પણ મારી પાસે એક પૈસો પણ નથી. આ ગાય હું કેવી રીતે લઇશ. એટલે મેલડી બોલ્યાં કે, દલી તમે અહીં બેસો હું ગામમાં જઇને વાણીયાનાં છોકરાને વીંછી થઇને ડંખ મારૂં છું. આ વાણીયો તારી પાસે વીંછીનું ઝેર ઉતારવા આવશે.

મિત્રો આ વાણીયાનાં દિકરાને લીંબડાનો ઝાળો નાખીને ઝેર ઉતારજો. પછી આ વાણીયો મારા મેલડીના નામના પાંચ રૂપિયા આપશે. આ પાંચ રૂપિયા લઇને સવારે વણઝારાની ગાય ખરીદજો. જો આ ગાયને ટંકે સવા મણ દુધ ના આપું તો ફટ કેજે આ મેલડીને, મારૂં તને આ વે’ણ છે.અને મેલડી વાણીયાના દિકરાને ડંખ મારવા વાણીયાનાં ઘરે ઉતરી.ઉગતા પોરની મેલડીએ દલી રબારણને ગાયના પૈસા અપાવવા માટે વાણીયાના છોકરાને વીંછી બનીને ડંખ માર્યો. આ વાણીયો રાડ બુમ પાડતા તેનાં દિકરાને લઇને દલી રબારણ પાસે આવ્યો.

દલીએ મેલડીના નામનાં લીંબડાનો ઝાળો નાખીને આ દિકરાનું ઝેર ઉતાર્યું એટલે આ વાણીયાનો દિકરો રડતો સાનો રહ્યો. અને વાણીએ દલીને મેલડીનાં દિવાના કરીને પાંચ રૂપીયા આપ્યા.સવારે ઉકેડી ગામમાં વણઝારાની પોઠો નીકળી. અને દલી રબારણને મેલડીએ કીધું હતું કે, આપણે વણઝારાની ગાય લેવાની છે. સવારે આ વણઝારાને જોઇને દલી બોલ્યું કે, ઓ ભાઇ આ ગાય અમારે લેવી છે. એટલે આ વણઝારો બોલ્યો કે, બુન આ ગાય તો કોઇ દિવસ વીયાતી જ નથી. તમે આ ગાય લઇને શું કરશો. એટલે દલી બોલ્યાં કે, તોય મારે આ ગાય લેવી છે.

એટલે વણઝારો બોલ્યો કે, બુન આ ગાય હું મફતમાં તો નહીં આપું, આ ગાયનાં પાંચ રૂપીયા થાશે.દલીએ પાંચ રૂપીયા આપીને વણઝારીની ગોરી ગાય લીધી.પહેલા દિવસે દલી રબારણ ગાયને દોહવા બેઠાં એટલે ગાયે સવા સેર દૂધ આપ્યું, બીજા દિવસે પાંચ શેર દૂધ આપ્યું આમ કરતા કરતાં આ ગોરી ગાય ટંકે સવા મણ દુધ આપવા માંડી. અને પેલું કાઠું વરસ નીકળી ગયું અને સારૂં વરસ આવ્યું અને જે રબારીઓ પરદેશ ગયા હતા તે પાછા આવી ગયા.

ત્યારે બન્યું એવું કે, ઉકેડી ગામની બાજુમાં એક ભંકોડા કરીને ગામ હતું. આ ભંકોડા ગામમાં ભુપતસંગ સોલંકીનું રાજ ચાલતું હતું. આ ભૂતપસંગ સાહેબને ઘોડા પાળવાનો જબરો શોખ હતો. એક દિવસ ભૂપતસંગની ચાર ઘોડીઓએ થાન દીધું. (ચાર ઘોડી વીયાણી) એટલે ભૂપતસંગે વિચાર કર્યો કે, આ ચાર બચ્ચા મોટાં થાય ત્યાં સુધી દુધની જરૂર પડશે. એટલે ભૂપતસંગ તેમના સૈનીકોને આદેશ કર્યો કે, જાવ ફરતા ગામમાં જેમની પાસે વધારે બકરાં હોય તેમની પાસેથી એક- એક બકરૂં લેતાં આવો. આપણી ઘોડીના બચ્ચાને દૂધ પીવડાવવા.

આ સૈનિકો ફરતા ગામમાં એક-એક બકરૂં ઉઘરાવવા નીકળ્યાં ત્યારે બકરાંમાં કંટાળેલો એક રબારી બોલ્યો કે, તમે ફરતા ગામમાં એક- એક બકરી ભેગી કરશો તેના માટે એક ગોવાળની જરૂર પડશે. મારૂં કહેવું માનો ઉકેડી ગામમાં દલી કરીને રબારણ છે. આ દલી પાસે એક ગોરી ગાય છે. આ ગાય ટંકે સવા મણ દૂધ આપે છે. આ એક ગાય લઇ આવો તમારી બધી ઘોડીના બચ્ચાને દૂધ પહોંચી વળશે. એટલે આ બધા સૈનિકો ભૂપતસંગ પાસે આવીને દલી રબારણની ગાયની વાત કરી.આ ભૂપતસંગે આદેશ કર્યો કે, જાવ આ ગોરી ગાય લઇને આવો. અને આ દલી રબારણ ડોસી વિધવા છે.

જેટલા પૈસા બોલે એટલે પૈસા આપીને આવજો. ભુપતસંગ સોલંકીની સૂચનાથી સૈનિકો ઉકેડી ગામમાં આવ્યા. અને દલી રબારણના ઘરે આવ્યા.દલીના ઘરે આવીને આ સૈનિકો બોલ્યાં કે, ડોસીમાં ભંકોડાના ભૂપતસંગનો આદેશ છે કે, આ ગોરી ગાય અમારે લઇ જવાની છે. બોલો તમને કેટલા રૂપીયા આપીએ. એટલે દલી રબારણ બોલી કે, વીરા મારે આ ગાય વેચવાની નથી. આ ગાય તો મારી કરમની રેખ, મારી ઉગતાની મેલડીની છે. એટલે આ સૈનિકો બોલ્યાં કે, તો તારી ઉગતાની મેલડીને ભંકોડા ગામમાં ગાય લેવા મોકલજે.

આ ડોસીએ આ સૈનિકોને ઘણા સમજાવ્યા પણ આ સૈનિકો ડોસીને ધક્કો મારીને ગોરી ગાય લઇને ભંકોડા ગામના મારગે પડ્યા.દલી રબારણના ઘરેથી ભંકોડા ગામના ભુપતસંગના સૈનિકો ગોરી ગાય લઇ ગયા અને કહેતા ગયા કે, દલી તારી ઉગતાની મેલડીને ગોરી ગાય લેવા માટે ભંકોડા મોકલજે. એટલે દલીએ ઉગતાની મેલડીનો દીવો કરીને કીધું કે, હેં માં મેલડી, ભંકોડાનાં ભૂપતસંગ આપણી ગાય લઇ ગયા છે અને કહેતા ગયા છે કે, તારી મેલડીને ભંકોડા મોકલજે.

મળતી માહિતી મુજબ આમ તો રૂપીયા આપવાનું કહેતા હતા. પણ મેલડી તારૂં નામ લીધું એટલે આ ભૂપતસંગના માણસો ગાય મફતમાં લઇ ગયા છે. માં મેલડી જો તું ગાય લેવા નહીં જાય તો મારે દલીને ફરીથી રંડાપો આવશે. આવું મેલડી માતાના મઢે સમરણ કરીને દલી રબારણ રાતે કાધા-પીધા વગર જ સુઇ ગયા.મધરાત થઇ એટલે ઉગતાની મેલડી આવી અને દલીને જગાડ્યાં. દલી તમે ધરાઇને ખાઇ લ્યો. હું ઉગતાની મેલડી આપણી ગાય લેવા ભંકોડા જાઉ છું. ગાય લીધા વગર જો પાછી આવું તો દલી, ધીક પડે તમારી ભક્તીને.

મિત્રો મેલડી રથડો જોડીને ભંકોડા ગામમાં ઉતરી. ભંકોડા ઉતરીને મેલડીએ ચારણનું રૂપ લઇને ભૂપતસંગ સોલંકીના રાજમાં પાછળના દરવાજેથી ઉતરી.મેલડી રાજમાં આવી ત્યારે ભુપતસંગના રાજમાં ડાયરો જામેલો હતો. એટલે ચારણના રૂપમાં મેલડી બોલ્યાં કે, ભૂપતસંગ સાહેબ અમે મારવાડના ચારણ છીએ અને તમારા રાજમાંથી નિકળ્યા છીએ. અમે અફીણના બંધાણી છીએ.અને અમારે અફીણ ખુટ્યું છે. અને જો તમે થોડું અફીણ આપો તો અમારાથી આગળ વધાશે.

એટલે ભૂપતસંગે તેમના માણસોને કીધું કે, આ બેનને જેટલું જોઇએ એટલું અફીણ આપો. આ ભૂપતસંગના માણસો મેલડીને અફીણ કાપીને આપે છે. અને મેલડી અફીણ પી જાય છે. એક વખત, બે વખત, ત્રણ વખત આમ કરતા કરતા આઠ-દશ વખત અફીણ પીધું. એટલે ભૂપતસંગે વિચાર કર્યો કે, આટલું બધું અફીણ પીવે તો માણસ મરી જાય. આ છે કોણ?? એટલે મેલડીએ ભરી સભામાં માથાના ઝટીયાં ખંખેરીયા અને માથાના વાળમાંથી બે બીલાડી કાઢી. એક બીલાડી ઘોડીઓના વાડામાં ગઇ ત્યાં ઘોડીઓ ધૂણવા માંડી અને એક બીલાડી રાણીવાસમાં ગઇ ત્યાં રાણીઓ ધૂણવા માંડી.

એટલે ભૂપતસંગ સોલંકીને સમજતાં વાર ના લાગી અને મેલડીના પગમાં પડી ગયા. અને કીધું કે, માં, તમે કોણ છો. એટલે મેલડી બોલી કે, હું ઉકેડીની દલી રબારણની ઉગતાની મેલડી છું. મારી દલીની ગોરી ગાય તમે લઇ આવ્યા છો. હું મેલડી ગાય પાછી લેવા આવી છું. ભૂપતસંગ તમે ઉકેડીથી મારી દલીને બોલાવો અને તેના સારા સામૈયાં કરો. અને મારી દલીને બહેન બનાવીને સારી પહેરામણી આપો. એટલે ભૂપતસંગે દલીને ભંકોડામાં બોલાવીને સારા સામૈયા કર્યા અને દલીને કીધું.

મિત્રો તમારે જ્યારે પણ કાંઇ જરૂર હોય તો ભંકોડાનું રાજ તમારા માટે ખુલ્લું જ છે. અને સારી પહેરામણી કરીને દલીને કીધું કે, તમે તમારી મેલડીને વાળી જાવ. એટલે દલી ઉગતાની મેલડીને વાળીને ઉકેડીના મારગે પડી. એટલે ભૂપતસંગ બોલ્યા કે, દલી તમારી મેલડીનો કહોને કે, મારે ભૂપતસંગને તમારી મેલડીને મારા રાજમાં બેસાડવી છે. પછી મેલડીએ ભૂપતસંગ સોલંકીનાં રાજમાં આસન વાળ્યું.ભંકોડા ભૂપતસંગના રાજમાં મેલડી બેઠાં એટલે ભૂપતસંગને મેલડીની ભકિતનો રંગ લાગ્યો., ભૂપતસંગ દર રવિવવારે મેલડી માતાના મઢે દર્શન કરવા જતો.

મિત્રો એક દિવસ ભૂપતસંગ શિકાર કરવા નિકળ્યો અને કડીના રાજા મલ્હારરાવે તેના 200 સૈનિકો સાથે આ ભૂપતસંગને ઘેરી લીધા. ભૂપતસંગને નક્કી થઇ ગયું કે, હવે આપણે મર્યા સમજો. પણ આ દિવસે રવિવાર હતો. એટલે ભૂપતસંગને મેલડીનો ઓરતો આવ્યો કે, મેલડી હું મરૂં છું તેનો મને અફસોસ નથી. પણ આજે રવિવાર હતો. જો તારા દર્શન થઇ ગયા હોય તો મારો જીવ સદગતીએ જાત. એટલે ઉગતાની મેલડી ભંકોડામાં જાગૃત થઇને રથડો જોડીને ભૂપતસંગ પાસે આવી. અને કીધું કે, આ 200 સૈનિકોના ઘેરામાંથી બહાર કાઢવા હું દલીની ઉગતા પોરની મેલડી આવી છું.

એટલે ભૂપતસંગ બોલ્યા કે, મેલડી હવે મારે આ ઘોરામાંથી નથી નિકળવું. કારણ કે, તારા દર્શન થઇ ગયા બસ હવે મરી જાઉ તો પણ અફસોસ નથી. એટલે મેલડી બોલી કે, ભૂપતસંગ તને જો આજે આ 200 સૈનિકો સાથે મરવા દઉ તો ધીક પડે મારી દલીને તું તારા માથા ઉપર હાથ ફેરવ અને જો તને 10 ફુટ લાંબો નાગ બનાવી અને આ 200 સૈનિકોના ઘેરામાંથી બહાર ના કાઢું તો મને ઉગતાની મેલડીને જાણ કોણ. અને ભૂપતસંગે તેના માથા ઉપર હાથ ફેરવ્યો ત્યાં ભૂપતસંગ 10 ફુટ લાંબો નાગ બનીને 200 સૈનિકોના ઘેરામાંથી બહાર નિકળી આવ્યો. અને મેલડીએ આ નાગ ઉપર પાણીની અંજલી નાખી ત્યાં ફરી ભૂપતસંગ ખોંખારો ખાઇને ઉભાં થઇ ગયા.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Related Articles

નવીનતમ