Friday, September 29, 2023

આ ભાઈને સતત સ્નાયુનો દુખાવો રહેતો હતો ડોકટરોએ ના પાડી હતી ત્યારે મોગલ માતાએ એવો પરચો આપ્યો કે 

આ કળિયુગમાં જે વ્યક્તિ સાચા મનથી અને શ્રદ્ધાપૂર્વક ભગવાનને યાદ કરે છે તેની અરજ સો ટકા ભગવાન સ્વીકાર કરે છે અને તેના દુખડા તરત જ હારી લેતા હોય છે. આજે એવા કેટલાય લોકો હોય છે સમાજમાં કે જેવો ભગવાન પર અટૂટ વિશ્વાસ અને શ્રદ્ધા રાખતા હોય છે.નિયમિત રીતે મંદિરમાં જઈને ભગવાન આગળ મસ્તક ટેકતા હોય છે.

આપણા રાજ્યમાં પણ એવા ઘણા બધા મંદિરો આવેલા છે કે જે તેમના ચમત્કાર માટે પરચાઓ માટે ખૂબ જ પ્રસિદ્ધ થયેલા છે.આજે અમે તમને એવા જ એક આપણા રાજ્યના ખૂબ જ પ્રસિદ્ધ થયેલા મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છે. આ મંદિર છે આપણા કચ્છ જિલ્લામાં આવેલા કબરાઉ ખાતે મોગલ ધામ કે જયાં મોગલ માતાનું મંદિર આવેલુ છે.અત્યાર સુધી તમે અવારનવાર સાંભળતા આવ્યા હશો કે મોગલ માતાએ તેમના ભક્તોને અવારનવાર ખૂબ જ ઘણા પડછા બતાવ્યા છે અને ભક્તોના દુઃખ પલવારમાં ફરી લીધા છે.જ્યારે નાનામાં નાની મુશ્કેલી પણ ભક્ત પર આવા દેતા નથી.તે મોગલ મા વિશે આજે આપણે અહીં વાત કરવા માટે જઈ રહ્યા છીએ. બે મિનિટ માટે પણ જો કોઈ સાચા મનથી માતાજીને યાદ કરે છે તો તેમના દુખડા તરત જ માતાજી હરી લે છે.કચ્છ જિલ્લામાં આવેલું કબરાઉ ખાતે મોગલ ધામ એ તેના પરચા માટે ખૂબ જ જાણીતું બન્યું છે અને આજે અમને તમને એવી જ એક વાત કરવા જઈ રહ્યા છીએ. એક વડીલ માતાજીના ભક્તને ઘણા લાંબા સમયથી શરીરમાં સ્નાયુઓનો દુખાવો સતત રહ્યા કરતો હતો અનેક વાર ડોક્ટરની સલાહ લીધી અનેક દવાઓ કરાવી તેમ છતાં તેમના દુખાવા માં કોઈ જ ફરક પડતો ન હતો પરિવારના સૌ લોકો ચિંતામા હતા.તેમના આ દુઃખથી ઘણા લાંબા સમયથી આ પીડાથી તેઓ પીડાઈ રહ્યા હતા. એક દિવસ અચાનક તેમને મોગલ માતાની યાદ આવે છે.મોરબીના આ ભક્તોનું નામ છે જયસુખભાઈ જયસુખભાઈ ને શરીરમાં જે દુખાવો હતો તે ડોક્ટરોએ પણ ના પાડી દીધી હતી કે હવે આ દુખાવો તમને કાયમ માટે રહેશે નહીં મટી શકે ત્યારે તેમને છેવટે દુખી મને નિરાશ થયેલા મને મોગલ માતાને યાદ કરે છે.કહેવાય છે કે જ્યારે વિજ્ઞાન પૂરું થાય છે ત્યારથી જ ધર્મની શરૂઆત થઈ જાય છે. તેઓ જેવા મોગલ માતાને યાદ કરીને માનતા રાખે છે તરત જ તેમની શરીરની અંદર એકાએક અચાનક દુખાવો ધીમે ધીમે બંધ થવા લાગે છે. એક દિવસ એવો આવે છે કે તેમના આ દુખાવામાં રાહત થઈ જાય છે.જયસુખભાઈએ રાખેલી માનતા મુજબ તેઓ કબરાઉધામ માતાજીના દર્શન કરવા માટે આવી પહોંચે છે માતાજીના દર્શન કરીને તેઓ ગાદી પર બિરાજમાન થયેલા મણીધર બાપુ જોડે મુલાકાત કરે છે અને કહે છે કે મેં માનતા રાખી હતી તે મુજબ મારી માનતા માતાજીએ પૂરી કરી છે.એમના ચરણોમાં હું 5100 અર્પણ કરું છું. હાજર મણીધર બાપુએ તેમને કહ્યું કે આ 5100 અને હું તેમાં એક રૂપિયા ઉમેરો છું તે આ તમામ રૂપિયા તમે પાછા લો અને આ તમારી દીકરી અને બહેન માટે ઉપયોગમાં લેશો માતાજી એ તમારી 50 ગણી માનતા સ્વીકારી લીધી છે.(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Related Articles

નવીનતમ