દાંતોમાં કૈવિટી થવી ખૂબ જ સામાન્ય બાબત છે. પણ તે જેટલી નોર્મલ દેખાય છે, હકીકતમાં તે એટલી હોતી નથી. ઘણી વાર પરેશાની એટલી વધી જાય છે કે લોકો ડેંટિસ્ટની પાસે જવાનું વધારે સારુ રહેશે. પણ અમુક લોકો બજેટ અથવા તો પછી બિઝી શિડ્યૂલના કારણે ડેંટિસ્ટની પાસે જાય છે. મેડિકલ ન્યૂઝ ટુડે અનુસાર કૈવિટીથી (Cavity problem) છુટકારો મેળવવા માટે અમુક ઘરેલૂ રીતની મદદ લઈ શકાય છે.

ઓયલ પુલિંગ ટ્રાઈ કરો- કૈવિટીમાંથી છુટકારો મેળવવા માટે આપ ઓયલ પુલિંગની મદદ લઈ શકશે. આપને જણાવી દઈએ કે, ઓયલ પુલિંદ ભારતીય આયુર્વેદનો વર્ષો જુનો નુસખો છે. તેના માટે આપ એક ચમચી તેલ અથવા તો નારિયળ તેલને મોંમા ભરી લો. બાદમાં આ ઓયલને મોંમાં બંધ કરીને મિનિટ સુધી આમતેમ ફેરવો. ત્યાર બાદ ઓયલને થુકીને સાફ પાણીથી કોગળા કરી લો

એલોવેરા-ટી ટ્રી ઓયલની મદદ લો- એલોવેરા ટૂથ જેલ અને ટી ટ્રી ઓયલ પણ ડેંટલ કેવિટીમાંથી રાહત અપાવવામાં મદદ કરી શકે છે. તેના માટે એન્ટી બેક્ટીરિયલ તત્વોથી ભરપૂર એલોવેરા ટૂથ જેલ અને ટી ટ્રી ઓયલને મિક્સ કરીને કૈવિટીવાળા ભાગ પર અપ્લાઈ કરો. થોડી વાર તેને લગાવી રાખી બાદમાં સાફ પાણીથી માઉથ વોશ કરી લો.

વિટામિન મિનરલથી ભરપૂર ડાઈટ લો- દાંતોની કૈવિટથી બચવા અને તેને સ્વસ્થ રાખવા માટે હેલ્દી ડાયટ લેવું પણ જરુરી છે. ત્યારે આવા સમયે વિટામિન ડી, કેલ્શિયમ, ફોસ્ફોરસ અને મેગ્નીશિયમથી ભરપૂર વસ્તુઓનું સેવન કરો. તેનાથી કૈવિટીથી તો છુટકારો મળી જશે, સાથે દાંતની મજબૂતી પણ વધશે.

મીઠી વસ્તુઓ ખાવાથી દૂર રહો- મીઠી વસ્તુઓ ડેન્ટલ કૈવિટીને ટ્રિગર કરવાનું કામ કરે છે. ત્યારે આવા સમયે જરુરી છે કે, કૈવિટી પ્રોબ્લેમને દૂર રાખવા માટે મીઠી વસ્તુઓથી દૂર રહો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે, WHO પણ શુગર ફ્રી વસ્તુઓ ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે. ખાસ કરીને રાતના સમયે સુતી વખતે મીઠી વસ્તુઓને જરાં પણ સેવન ન કરવું જોઈએ. તેનાથી દાંતને નુકસાન થઈ શકે છે.

શુગર ફ્રી ચ્યૂઈંગમ ચવાઓ- રોજ ખાવાનું ખાધા બાદ શુગર ફ્રી ચ્યૂઈંગમ ચાવવાથી પણ દાંતને ઈનેમલ ને નુકસાન પહોંચાડનારા બેક્ટીરિયાનું સ્તર ઓછું થાય છે. જેના કારણે દાંતનો ઈનેમલ મજબૂત બને છે. આવી રીતે મોંમાં બેક્ટીરિયા દાંતને નુકસાન નહીં પહોંચાડે અને દાંતને હેલ્દી રાખે છે.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)