Friday, September 29, 2023

24 કલાકમાં જ તમારું ભાગ્ય બદલી નાખવું હોય તો, અત્યારે જ આ 7 હનુમાનને સ્પર્શ કરી લો…

24 કલાકમાં જ તમારું ભાગ્ય બદલી નાખવું હોય તો, અત્યારે જ આ 7 હનુમાનને સ્પર્શ કરી લો…

દોસ્તો આપણા ભારત દેશમાં વિવિધ પ્રકારના દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. જે પૈકી અમુક મંદિરો પોતાના ચમત્કારો માટે દેશ-વિદેશમાં ખૂબ જ ખ્યાતનામ બન્યા છે. જેના લીધે આ મંદિરોમાં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ આવતી જતી રહે છે અને દેવી-દેવતાઓના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આજના આ લેખમાં અમે તમને આવા જ એક મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

આ મંદિરને ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે અને તેની પ્રસિદ્ધિ દેશની સાથે સાથે વિદેશમાં પણ છે. તમને જણાવી દઈએ કે આ મંદિર રાજકોટ શહેરથી ચાર કિલોમીટરના અંતરે આવેલું છે અને આ મંદિરમાં શનિવારના દિવસે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ લાગેલી રહે છે.

અમદાવાદ શહેરથી જ્યારે તમે રાજકોટ શહેર તરફ નેશનલ હાઈવે પર આવો છો ત્યારે તમને આ મંદિર જોવા મળે છે. આ મંદિરને સાથ હનુમાન મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરમાં હનુમાનજીની ભવ્ય પ્રતિમા આવેલી છે. આ મંદિર સ્વયંભૂ પ્રગટ થયેલું હોવાનું માનવામાં આવે છે. હનુમાનજીના આ મંદિરમાં તહેવારોના દિવસે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે.

વળી એક માન્યતા પ્રમાણે જે લોકો અહીં રડતા રડતા આવે છે તેઓના દુઃખો હનુમાનજી હરી લેતા હોય છે અને તેઓ હસતા ઘરે જાય છે. જેના લીધે આ મંદિર આજે પણ હનુમાનજીના મંદિર તરીકે ઓળખવામાં આવે છે અને તે ખૂબ જ ખ્યાતનામ છે. શનિવારના દિવસે આ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતું હોય છે.

ભક્તો જ્યારે અહીં આવીને માથું ટેકવે છે ત્યારે તેમના બધા જ દુઃખો દાદા હરી લેતા હોય છે અને તેમની મનોકામનાઓ પણ પૂરી કરતા હોય છે. અહીં જે ભક્તો સાચા મનથી આવે છે તેમના દુઃખો અવશ્ય દૂર થઈ જાય છે. તમને જણાવી દઈએ કે હનુમાનજીનું આ મંદિર ઘણા બધા વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે.

જે ભક્ત અહીં માનતા લઈને આવે છે તેની માનતા અવશ્ય પૂરી થઈ જતી હોય છે. એક વ્યક્તિએ અહીં આવીને પોતાના બાળકના વિઝા માટે માનતા રાખી હતી અને ભક્તની ઈચ્છા પણ હનુમાનજી પૂરી કરી હતી, જેના પછી પોતાની માનતા પૂરી કરવા માટે આ વ્યક્તિ અહીં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ મંદિરમાં હનુમાન જયંતીના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Related Articles

નવીનતમ