ગુજરાતની પવિત્ર ધરતી પણ ઘણા બધા નાના મોટા મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, દર્શન કરતાંની સાથે જ ભક્તો તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે, માં મોગલના મંદિર પણ ગુજરાતની ધરતી પણ ઘણા બધા આવેલા છે, માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે.
માં મોગલે અત્યાર સુધી ઘણા ભક્તોના દુઃખો દૂર કરીને ભક્તોને ખુબ જ ખુશ કરી દીધા છે, એવું માનવામાં આવે છે કે જે ભક્તો માં મોગલમાં આસ્થા રાખે છે તેમના જીવનમાં કયારેય દુઃખ આવતું નથી, માં મોગલએ અત્યાર સુધી ઘણા ભક્તોને સાક્ષાત પરચા પણ આપ્યા છે, હાલમાં એક તેવો જ યુવક કબરાઉ માં બિરાજમાન માં મોગલના ધામમાં માનલી માનતા પુરી કરવા માટે ૧૧૦૦૦ રૂપિયા લઈને આવી પહોંચ્યો હતો.
તો મણીઘર બાપુએ યુવકને પૂછ્યું કે બેટા તે શાની માનતા માની હતી તો યુવકે જણાવ્યું કે હું છેલ્લા ઘણા સમયથી પરિવાર સાથે અમેરિકા જવા માંગતો હતો અને તે માટે વિઝાની ફાઈલ પણ મૂકી હતી તો પણ આ કામ ઘણા સમયથી અટકી રહ્યું હતું, તેથી માં મોગલને યાદ કરીને તેમની માનતા માની હતી કે મારી માનતા પુરી થશે તો હું કબરાઉમાં આવીને ૧૧૦૦૦ રૂપિયા ચડાવીશ., તો મારી માનતા પુરી થઇ અને અમેરિકા જવા માટે વિઝા આવી ગયા હતા.
તેથી હું માનતા પુરી કરવા માટે કબરાઉ આવી પહોંચ્યો હતો. માં મોગલનો આ પરચો જોઈને આખો પરિવાર ખુબ જ ખુશ થઇ ગયો અને આખો પરિવાર માં મોગલના ધામમાં માનતા પુરી કરવા માટે આવી પહોંચ્યો હતો,
તો મણિધર બાપુએ કહ્યું કે બેટા માં મોગલમાં તારો વિશ્વાસ હતો એટલે માનતા પુરી થઇ છે અને આ પૈસા તું તારી બહેન દીકરીઓને આપી દેજે, માં મોગલે તારી માનતા ૧૫૧ ગણી સ્વીકારી.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)