Friday, September 29, 2023

વજન ઘટાડવા માટે દરરોજ પાણી સાથે આ ચમત્કારિક ઉત્પાદનનું સેવન કરો, એક મહિનામાં વજન ઘટશે

એક્સરસાઇઝ કરીને વજન ઓછું કરી શકાય છે. પરંતુ આજ કારણે વધારે વજન વાળા લોકોને એક્સરસાઇઝ કરવાની સલાહ આપવામાં આવે છે. એટલું જ વજન ઓછું કરવા માટે એક્સરસાઇઝની સાથે સાથે ડાયટિંગ પર પણ ખાસ ધ્યાન દેવું જરૂરી છે. અને ડાયટિંગ માં ફક્ત લો-ફેટ વસ્તુઓ ને  જ સામેલ કરવી જોઈએ. જો કે એવા ઘણા લોકો છે જેને એક્સરસાઈઝ કરવી પસંદ હોતી નથી. જો તમે પણ એ લોકોમાંથી એક હોય તો આ લેખ જરૂર વાંચજો. કારણ કે આ લેખમાં અમે તમને વજન ઓછું કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપાયો બતાવી રહ્યા છે. આ ઉપાયોની મદદથી તમે એક જ મહિનામાં વજન ઓછું કરી શકો છો.

હિંગ

હિંગ પેટ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને આયુર્વેદમાં હિંગ ને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. રોજ ભોજનમાં હિંગ નો ઉપયોગ કરવાથી પેટ સંબંધી પરેશાની થતી નથી કબજિયાત, ગેસ જેવા રોગોમાં રક્ષણ મળે છે. આ ઉપરાંત જે લોકો સવારે હીંગ નું પાણી પીવે છે તેની ચરબી ઓછી થવા લાગે છે અને વજન ઘટવા લાગે છે.

હિંગ નાં પાણી નાં ફાયદાઓ

મેટાબોલીઝમ ફેટ બર્ન કરવાનું કાર્ય કરે છે. હિંગ નું પાણી મેટાબોલિઝમને ઝડપથી કામ કરવામાં મદદ કરે છે. જેના કારણે જે લોકો સવારે હિંગ નું પાણી પીવે છે તેની ફેટ ઝડપ થી બર્ન થવા લાગે છે અને શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી.

એક મહિનામાં વજન થઈ જશે ઓછું

જે લોકો નિયમિત રૂપથી હિંગ નાં પાણીનું સેવન કરે છે. તે લોકોનું વજન એક મહિનાની અંદર જ ઓછું થઈ જાય છે અને તેથી વજન ઓછું કરવા ઈચ્છતા લોકોએ રોજ સવારે હિંગના પાણીનું સેવન જરૂર કરવું. વજન ઓછું કરવાની સાથે હિંગ નું પાણી પીવાથી કોલેસ્ટ્રોલનું લેવલ પણ શરીરમાં યોગ્ય બની રહે છે અને હાર્ટ એટેક, સ્ટ્રોક અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી બચાવ થાય છે.

આ રીતે બનાવો હિંગ નું પાણી

હિંગ નું પાણી તૈયાર કરવું ખૂબ જ સરળ છે. હિંગ નું પાણી બનાવવા માટે તમારે બે ચપટી હિંગ અને પાણીની જરૂર પડશે. એક ગ્લાસ પાણી ને ગેસ પર ગરમ કરી ત્યારબાદ જ્યારે તે નવશેકુ ગરમ થઈ જાય ગેસ બંધ કરી તેને એક ગ્લાસમાં લઇ તેની અંદર હિંગ નાખવી પાણીમાં હિંગ નાખીને સારી રીતે મિક્સ કરવી. ત્યારબાદ આ પાણીનું સેવન કરવું.

ક્યારે પીવું હિંગ નું પાણી

હિંગ નું પાણી સવાર નાં સમયે પીવું સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. અથવા તો ભોજન કર્યા બાદ આ પાણીનું સેવન કરી શકો છો અથવા તો ખાલી પેટ પણ તેનું સેવન કરી શકો છો. જોકે એ વાતનું ધ્યાન રાખવું કે, આ પાણીનું સેવન કર્યા બાદ ઓછામાં ઓછી એક કલાક સુધી કંઈ ન ખાવું. જો તમને હિંગ નું પાણી પસંદ ન હોય તો તમે દહીંની સાથે પણ હિંગનું સેવન કરી ને વજન ઓછું કરી શકો છો.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)

Related Articles

નવીનતમ