ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આપણે ઘણીવાર સારા સ્વાસ્થ્ય કે તંદુરસ્તી માટે ઘીનો ઉપયોગ કરીએ છીએ. તેનો ઉપયોગ રસોઈ અથવા ખોરાકમાં ઉમેરવા માટે થાય છે. ઘી ના અસંખ્ય સ્વાસ્થ્ય લાભો છે. તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે સારું માનવામાં આવે છે.
દેશી ઘી પ્રોટીન, હેલ્ધી ફેટ, વિટામીન A, E અને Kનો મહત્વનો સ્ત્રોત છે. દેશી ઘી ત્વચા, વાળ, પાચન અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારૂં ગણાય છે.
સફેદ ઘીના ફાયદા
તેમાં રહેલ ફેટનું પ્રમાણ વધારે હોવાના કારણે તેને લાંબા સમય સુધી પ્રિઝર્વ કરી શકાય છે. તે હાડકાં ને મજબૂત બનાવી છે અને વજન વધારવાનું અને હૃદયની માંસપેશીઓની ગતિવિધિ વધારવાનું કામ કરે છે. ભેંસના દૂધમાંથી બનેલું ઘી મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા તત્વોથી ભરપૂર હોય છે.
પીળા ઘીના ફાયદા
ગાયનું ઘી વજન ઓછું કરવામાં ફાયદાકારક છે અને તેનું સરળતાથી પાચન પણ થઈ જાય છે. ગાયના દૂધમાં A2 પ્રોટીન હોય છે જે ભેંસના દૂધમાં નથી હોતું. A2 પ્રોટીન ફક્ત ગાયના ઘીમાંથી જ મળે છે. ગાયના ઘીમાં વધુ માત્રામાં પ્રોટીન, ખનીજ, કેલ્શિયમ, વિટામીન હોય છે. ગાયનું ઘી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને તેની સાથે ખતરનાક બ્લડ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરે છે.
કયુ ઘી છે ગુણકારી..
ભેંસની સરખામણીએ ગાયનું ઘી વધારે સારૂં માનવામાં આવે છે. તેમાં કૈરોટીન વિટામીન A હોય છે જે આંખ અને મસ્તિષ્ક માટે ફાયદાકારી છે. તે પાચન ક્રિયા માટે પણ શ્રેષ્ઠ છે અને તેમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે. ગાયના ઘીની તુલનામાં ભેંસના ઘીમાં વધારે ફેટ અને કેલેરી હોય છે. તે શરદી, ખાંસી અને કફ જેવી સમસ્યા ની સાથે સાંધાના દુખાવાને સારું કરવામાં પણ મદદ કરે છે.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)