કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં દર્દીએ કેળાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જો આ સમસ્યાઓમાં કેળાનું સેવન કરવામાં આવે તો તેનાથી ફાયદાને બદલે નુકસાન થાય છે. તો ચાલો તમને જણાવીએ કઈ કઈ સ્વાસ્થ્ય સમસ્યામાં વ્યક્તિએ કેળા ખાવાનું ટાળવું જોઈએ
કેળા એવું ફળ છે જેને નાના-મોટા સૌ કોઈ પસંદ કરે છે. કેળા પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. કેળા ખાવાથી સ્વાસ્થ્ય લાભ પણ થાય છે કારણ કે કેળામાં ઘણા પોષકતત્વો હોય છે. મોટાભાગના લોકો કેળા ખાતા હોય છે અને તેમને કોઈ સમસ્યા પણ થતી નથી. પરંતુ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં દર્દીએ કેળાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જો આ સમસ્યાઓમાં કેળાનું સેવન કરવામાં આવે તો તેનાથી ફાયદાને બદલે નુકસાન થાય છે. તો ચાલો તમને જણાવીએ કઈ કઈ સ્વાસ્થ્ય સમસ્યામાં વ્યક્તિએ કેળા ખાવાનું ટાળવું જોઈએ.
ડાયાબિટીસ
જે વ્યક્તિને ડાયાબિટીસ હોય અને બ્લડ સુગર વધારે રહેતું હોય તો તેમણે કેળું ખાવું જોઈએ નહીં. કારણ કે કેળામાં નેચરલ શુગર વધારે હોય છે તેના કારણે ડાયાબિટીસના દર્દીનું શુગર લેવલ વધી શકે છે.
કિડનીની સમસ્યા
કેળામાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. તેવામાં કિડનીની તકલીફ હોય તેવા લોકો માટે કેળા હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી કિડની સંબંધિત તકલીફ હોય તેમણે કેળાનું સેવન કરવું નહીં.
કબજિયાત
જે લોકોને વારંવાર પેટમાં ગેસ અને કબજિયાતની ફરિયાદ રહેતી હોય તેમણે પણ કેળાનું સેવન ટાળવું જોઈએ. કેળા ખાવાથી આ તકલીફ વધી શકે છે.
અસ્થમા
અસ્થમાના દર્દીઓએ પણ કેળા ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે કેળા ખાવાથી શ્વાસ સંબંધિત તકલીફ વધી શકે છે.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)