મેગીમાંથી તમે અનેક પ્રકારની વેરાયટી બનાવી શકો છો. મેગી ખાવાની બહુ જ મજા આવે છે. બજારમાં પણ મેગીની અનેક પ્રકારની રેસિપી તમને સરળતાથી મળી રહે છે. તડકા મેગી, સાદી મેગી, વેજીટેબલ્સ મેગી..વગેરે..મેગી એક એવી વાનગી છે જે નાના બાળકોથી લઇને એમ મોટા..દરેક લોકોને ભાવતી હોય છે. તો આજે અમે તમને મેગીમાંથી એક મસ્ત રેસિપી બનાવતા શીખવાડીશું જે છે મેગી ભેળ. મેગીની ભેળ તમે એક વાર ઘરે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે. તો નોંધી લો આ રેસિપી અને ઘરે બનાવો મેગી ભેળ.
સામગ્રી
એક પેકેટ મેગી
એક બાઉલ શેકેલી મગફળી
માખણનો એક ટુકડો
અડધી ડુંગળી
½ ખીરા
એક ટામેટા
બે લીલા મરચા
½ ગાજર
એક ચમચી કોથમીર
½ ચમચી લાલ મરચુ
½ નાની ચમચી મેજિક મસાલો
સ્વાદાનુંસાર મીઠું
એક ચમચી રેડ ચિલી સોસ
એક ચમચી ટોમેટો સોસ
બનાવવાની રીત
- મેગી ભેળ બનાવવા માટે સૌ પ્રથમ મેગીને ક્રશ કરી લો.
- પછી એક પેન લો અને ગેસ પર ગરમ કરવા માટે મુકો.
-
- આમાં એક ટુકડો માખણ નાખો.
- મેગી નાખો અને 10 મિનિટ માટે થવા દો.
- આ એક બાઉલમાં લઇ લો.
- બધા શાકભાજી લો અને એમાં ડુંગળી, ખીરા, ગાજર, ટામેટા, લીલા મરચા અને કોથમીરને કટ કરી લો.
- હવે રોસ્ટ કરેલી મેગીમાં ટોમેટો સોસ અને રેડ ચિલી સોસ એક-એક ચમચી નાંખીને સારી રીતે મિક્સ કરી લો.
- હવે આમાં રોસ્ટેડ સિંગ નાખો.
- પછી મીઠું, મેજિક મસાલો, લાલ મરચુ અને બધા ઝીણા સમારેલા શાકભાજી નાંખીને સારી રીતે મિક્સ કરી લો.
- બે મિનિટ રહીને ગેસ બંધ કરી દો.
- તો તૈયાર છે ચટપટી અને ટેસ્ટી મેગી ભેળ.
- તમે મેગી ભેળ એક વાર ઘરે આ રીતે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે.
- મેગી ભેળ ખાવાની બહુ જ મજા આવે છે.