Tuesday, October 3, 2023

સાબુદાણાના ચીલ્લા’ ઉપવાસમાં ખાઓ, આખો દિવસ ભૂખ નહીં લાગે અને એનર્જી રહેશે  

સાબુદાણાના ચીલ્લા ટેસ્ટમાં બહુ જ મસ્ત બને છે. આ ચીલ્લા ઉપવાસમાં ખાવાથી આખો દિવસ એનર્જી રહે છે. આ ચીલ્લાની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે સરળતાથી એને ઘરે બનાવી શકો છો. આ ચીલ્લા તમે નોરતામાં ખાઓ છો તો થાક લાગતો નથી અને સાથે આખો દિવસ એનર્જીથી ભરપૂર રહે છે. સાબુદાણાના ચીલ્લા તમે બાળકોને પણ આપો છો તો એ હોંશે-હોંશે ખાવા લાગે છે. તો તમે પણ ઘરે બનાવો આ રીતે સાબુદાણાના ચીલ્લા.

સામગ્રી

એક કપ સાબુદાણા

અડધો કપ સિંગોડાનો લોટ

3 ચમચી સિંગદાણા

એક લીલુ મરચુ

સ્વાદાનુંસાર કાળુ મીઠું

જરૂર મુજબ તેલ

બનાવવાની રીત

  • સાબુદાણાના ચીલ્લા બનાવવા માટે સૌ પ્રથમ સાબુદાણાને સાફ કરી લો.
  • પછી એક બાઉલમાં પાણી એડ કરીને પલાળી રાખો.
  • સાબુદાણાને ઓછામાં ઓછા એક કલાક માટે પલાળી રાખો.
  • હવે સાબુદાણા નરમ થઇ જાય એટલે મિક્સરમાં પીસી લો.
  • પછી પેસ્ટને એક બાઉલમાં કાઢી લો.
    • સિંગદાણા અને લીલા મરચા મિક્સર જારમાં નાખીને અધકચરા પીસી લો.
    • મગફળી અને લીલા મરચાને સાબુદાણાની પેસ્ટમા નાંખીને મિક્સ કરી લો.
    • આ મિશ્રણમાં સિંઘોડાનો લોટ નાખો અને મિક્સ કરી લો.
    • આ મિશ્રણમાં સફેદ તલ અને સ્વાદાનુંસાર મીઠું મિકસ કરો.
    • બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લો અને થોડુ પાણી નાખતા જાવો અને ખીરું તૈયાર કરી લો.
    • હવે એક નોનસ્ટિક પેન લો અને એને ગરમ કરવા માટે મુકો.
    • પેન ગરમ થઇ જાય એટલે ચારેબાજુ તેલ નાંખીને ફેલાવી દો.
  • એક બાઉલ લો અને સાબુદાણાનું બેટર લઇને તવીમાં ગોળ ફેલાવી દો.
  • પછી ચીલ્લાને બન્ને સાઇડથી આછા બ્રાઉન રંગના શેકી લો.
  • તો તૈયાર છે ક્રિસ્પી સાબુદાણાના ચીલ્લા.

Related Articles

નવીનતમ