વધેલી પૂરી અને રોટલીને મોટાભાગે લોકો ફેંકી દેતા હોય છે તેમજ ગાયને ખવડાવતા હોય છે. એક વાર પૂરી ખાધા પછી એને બીજી વાર ખાવી ગમતી નથી. એમાં પણ ગરમા-ગરમ પૂરી ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. આમ, વાત કરવામાં આવે તો મોટાભાગના લોકો વધેલી પૂરી અને રોટલીને ફેંકી દેતા હોય છે, પરંતુ હવેથી તમે એને ફેંકતા નહીં. આજે અમે તમને એક મસ્ત રેસિપી જણાવીશું જેમાં તમે વધેલી રોટલી અને પૂરીનો ઉપયોગ કરી શકશો. તો જાણો અને નોંધી લો વઘેલી રોટલીમાંથી કેવી રીતે લાડવા બનાવશો.
સામગ્રી
એક ચમચી ઇલાયચી પાવડર
બે ચમચી કાજૂ પેસ્ટ
6 થી 7 બચેલી પૂરી તેમજ રોટલી
કટ કરેલા બદામ-પિસ્તા
ત્રણ ચમચી ઘી
એક કપ ખાંડ
એક કપ દૂધ
બનાવવાની રીત
- વધેલી રોટલી અને પૂરીમાંથી લાડવા બનાવવા માટે સૌ પ્રથમ એક પ્લેટ લો અને એમાં રોટલી અને પૂરીના કટકા કરીને મિક્સરમાં જારમાં ક્રશ કરી લો.
- આ ચુરાને એક બાઉલમાં લઇ લો.
- એક પેન લો અને એમાં ઘી નાખીને ગરમ કરી લો.
- ઘી ગરમ થઇ જાય એટલે એમાં કાજુ ફ્રાય કરી લો.
- કાજુ પછી બદામ અને પિસ્તા નાખીને રોસ્ટ કરી લો. હવે આ વસ્તુને એક પ્લેટમાં લઇ લો.
-
- 1 થી 2 મિનિટ પછી આમાં દૂધ નાંખો અને ગરમ કરી લો.
- દૂધ ઉકળવા લાગે એટલે એમાં ખાંડ મિક્સ કરો.
- જ્યારે ખાંડ ઓગળી જાય એટલે એમાં ચુરો મિક્સ કરો.
- હવે ચુરાને બરાબર મિક્સ કરો અને મિશ્રણને ઘટ્ટ થવા દો.
- ગેસ બંધ કરીને મિશ્રણને થાળીમાં ઠંડુ કરવા મુકો.
- થોડુ મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે એમાંથી લાડવા વાળવા લાગો.
- લાડવા વાળમા માટે હાથમાં થોડુ ઘી લગાવો અને પછી વાળો.
- તો તૈયાર છે વઘેલી પૂરી અને રોટલીમાંથી લાડુ.
- આ લાડુ ખાવાની બહુ જ મજા આવે છે.
- આ લાડુ ફટાફટ ઘરે બની જાય છે.