જ્યોતિષ શાસ્ત્ર માં શુક્ર ગ્રહ ને ધન, વૈભવ, સુખ, ઐશ્વર્ય અને ભોગ- વિલાસ વગેરેનો સ્વામી માનવામાં આવે છે. શુક્રના રાશિ પરીવર્તન થી તમામ ૧૨ રાશિઓ પર તેનો પ્રભાવ જોવા મળશે. શુક્ર ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરી ચૂક્યો છે. મીન રાશિમાં શુક્ર ગ્રહના પ્રવેશથી અમુક રાશિઓને ઘણો લાભ થશે. આ દરમિયાન આ રાશિઓને આકસ્મિક ધન લાભ થઇ શકે છે. શુક્ર મીન રાશિમાં જવાથી ગુરૂ ગ્રહની સાથે યોગ પણ બનશે.
આ રાશિઓને થશે શુક્ર ગોચરનો વિશેષ લાભ
શુક્ર રાશિ પરીવર્તનથી મિથુન, ધન અને મીન રાશિના જાતકોને સૌથી વધુ લાભ મળશે. આ સિવાય વૃષભ, સિંહ, વૃશ્વિક, કુંભ, મેષ, કર્ક અને મકર રાશિના જાતકોને પણ લાભ મળશે.
શુક્ર ગોચરનો વિશેષ લાભ મળશે આ રાશિઓને
મિથુન રાશિ
શુક્ર ગોચરથી મિથુન રાશિના જાતકોને આકસ્મિક ધન લાભ થશે. આ ગોચર મિથુન રાશિના જાતકોની કુંડળીમાં દસમાં ભાવમાં થશે. આ દરમિયાન તમે કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો. નોકરી અથવા વેપાર કરનાર લોકોને પણ લાભ મળશે. નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળી શકે છે. આવકમાં પણ વૃદ્ધિ થશે.
કન્યા રાશિ
કન્યા રાશિના સાતમાં ભાવમાં શુક્ર ગોચર સકારાત્મક પરીણામ લાવશે. વૈવાહિક જીવન સુખદ રહેશે. પ્રેમ સંબંધોમાં સુધારો જોવા મળશે. સ્વાસ્થ્યમાં સુધારો રહેશે. આવક માં વધારો થશે.
તુલા રાશિ
તુલા રાશિવાળા માટે શુક્ર ગોચર છઠ્ઠા ભાવમાં થશે. શત્રુઓથી છૂટકારો મળશે. નોકરી અને વેપારમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. અચાનક ધન લાભ થઇ શકે છે. નોકરીમાં પગાર વધારો થઇ શકે છે.
કુંભ રાશિ
શુક્રના સંક્રમણથી બનેલો માલવ્ય યોગ આ રાશિના જાતકો માટે ફળદાયી સાબિત થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહી શકે છે અને નાણાંકીય લાભની પ્રબળ શક્યતાઓ પણ બની રહી છે. બીજી બાજુ નોકરી કરતા લોકોને પણ ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. કરિયરમાં આગળ વધવાની ઘણી તકો મળી શકે છે.
ધન રાશિ
શનિદેવના સંક્રમણ સાથે આ રાશિના લોકો પર ચાલી રહેલ શનિ સાડા સાતીનો અંત આવી શકે છે. બીજી બાજુ શુક્રના સંક્રમણથી આ લોકોના તમામ રોકાયેલા કામો પૂર્ણ થવા લાગશે. તમને જીવનમાં આગળ વધવાની ઘણી તકો મળી શકે છે. અવિવાહિત લોકોના લગ્ન ના પણ આ સમયગાળા દરમિયાન યોગ બની રહ્યા છે.
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.