ગરમીમાં ખાસ કરીને કોલ્ડ ડ્રિંક પીવાની મજા આવે છે. આ ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીવાથી પેટમાં ઠંડક થાય છે અને સાથે બીજી અનેક બીમારીઓમાંથી તમે બચી જાવો છો. ગરમીમાં ખાસ કરીને અનેક લોકો ગુલાબનો શરબત પીવાની મજા માણતા હોય છે. ગુલાબનો શરબત તમે આ રીતે ઘરે બનાવીને પીઓ છો મજ્જા પડી જાય છે. એક વાત જણાવી દઇએ કે બહાર ગુલાબનો શરબત ખાસ આ રીતે બનાવવામાં આવે છે. આ શરબત માત્ર ટેસ્ટી જ નહીં, પરંતુ હેલ્ધી પણ સાબિત થાય છે. તો નોંધી લો આ રીત અને ઘરે બનાવો ગુલાબનો શરબત.
સામગ્રી
એક કપ તાજી ગુલાબની પાંદડીઓ
એક બીટ
15 થી 20 તુલસીના પાન
એક ચમચી ફુદીનાના પાન
ઝીણી સમારેલી કોથમીર
5 થી 6 ઇલાયચી
2 લીંબુ
1 કિલો ખાંડ
બનાવવાની રીત
- ગુલાબનો શરબત બનાવવા માટે સૌ પ્રથમ ગુલાબની પાંદડીઓ લો અને એને સારી રીતે ધોઇ લો.
- એક વાસણમાં પાણી ઉકળવા માટે મુકો.
- પાણી ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો.
- પાણી હુંફાળુ થવા દો.
-
- હવે મિક્સર જારમાં ગુલાબની પાંદડીઓ અને હુંફાળુ પાણી નાંખીને સારી રીતે મિક્સ કરો.
- પીસેલી ગુલાબની પાંખડીઓને ગાળીને આ રસને એક બાઉલમાં લઇ લો.
- મિક્સર જારમાં કોથમીર, તુલસીના પાન, ફુદીના પાન નાખીને મિક્સ કરો.
- આ મિશ્રણને એક બાઉલમાં લઇ લો.
- આ બાઉલમાં એક કપ પાણી મિક્સ કરો.
- ધીમા ગેસે મિશ્રણને ઉકળવા દો.
- મિશ્રણ ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો અને પછી ઠંડુ થવા દો.
- મિશ્રણ જ્યારે ઠંડુ થઇ જાય ત્યારે ગળણીથી ગાળી લો.
- એક વાસણમાં ખાંડ લો અને એમાં પાણી મિક્સ કરીને ગેસ પર ગરમ થવા દો.
- ચાસણી બની જાય એટલે ગેસ બંધ કરી દો.
- આ ચાસણીમાં ઇલાયચી પાવડર નાખો અને ઠંડી થવા દો.
- ખાંડની ચાસણીમાં ગુલાબની પાંદડીનો રસ અને લીંબુનો રસ મિક્સ કરો.
- આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.
- જ્યારે તમે શરબત બનાવો ત્યારે 5 થી 6 મોટી ચમચી ગ્લાસમાં લઇ લો અને પછી એમાં તમે દૂધ તેમજ પાણી એડ કરી શકો છો.
- છેલ્લે શરબતમાં બરફના ટુકડા નાખીને ઠંડો કરવો.