ગરમીમાં ખાસ કરીને કેરી બજારમાં મસ્ત આવતી હોય છે. ગરમીમાં કેરીનો રસ અને એમાંથી બનતી વાનગીઓ ખાવા-પીવાની મજા આવે છે. કેરીના રસમાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. કેરીના રસમાંથી તમે મેંગો કેચઅપ બનાવો છો તો સેન્ડવીચ, બ્રેડ જેવી અનેક પ્રકારની વાનગીઓ પર લગાવીને ખાવાની મજા આવે છે. મેંગો કેચઅપ બાળકોને પણ ભાવતી એક વાનગી છે. આ કેચઅપ તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ કેચઅપ તમે એક વાર બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે. તો નોંધી લો આ રીતે અને ફટાફટ ઘરે બનાવો.
સામગ્રી
5 કેરી
એક મોટો ટુકડો આદુ
3 મોટી ચમચી સરકો
એક નાની ચમચી મીઠું
અડધો કપ ખાંડ
અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર
એક લવિંગ
એક નાની ચમચી લવિંગનો પાવડર
એક નાની ચમચી તજનો પાવડર
અડધો કપ પાણી
બનાવવાની રીત
- મેંગો કેચઅપ બનાવવા માટે સૌ પ્રથમ કેરીને ધોઇને એના કટકા કરી લો.
- પછી આ કેરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પેસ્ટ બનાવો.
- આમાં અડધો કપ પાણી અને ખાંડ મિક્સ કરો.
-
- આ બધી વસ્તુઓને 10 મિનિટ માટે થવા દો.
- 10 મિનિટ પછી ગેસ બંધ કરી દો અને ઠંડુ થવા દો.
- ખાસ ધ્યાન રાખો કે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની નથી.
- તો તૈયાર છે મેંગો કેચઅપ.
- આ કેચઅપ તમે સેન્ડવિચ, કુલચા તેમજ રોટલી સાથે ખાઓ છો મજ્જા પડી જાય છે.
- આ કેચઅપ સરળતાથી તમે ઘરે બનાવી શકો છો.
- માત્ર 10 મિનિટમાં આ કેચઅપ ઘરે બની જાય છે.
- આ કેચઅપની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે ઘરે બનાવતા હોવાથી એમાં કોઇ પણ પ્રકારના કેમિકલ્સ આવતા નથી જેના કારણે હેલ્થને નુકસાન થતુ નથી. બહાર મળતા કેચઅપમાં અનેક વસ્તુઓ એવી એડ કરે છે જેના કારણે એ લાંબા સમય સુધી સચવાઇ રહે. આ વસ્તુઓ હેલ્થને નુકસાન પહોંચાડે છે.
- આ કેચઅપ તમે ઘરે મહિના સુધી સ્ટોર કરી શકો છો.