fbpx
Saturday, June 3, 2023

લંચ માં બનાવો મસાલેદાર ભીંડી, ઘરના લોકો આંગળા ચાટતા રહી જશે

ભારતીય ઘરોમાં શાકનું અનેરું મહત્વ હોય છે. તો આજે અમે તમને મસાલેદાર ભીંડીનું શાક બનાવતા શીખવાડીશું. મસાલા ભીંડીનું શાક તમે આ રીતે બનાવો છો તો ટેસ્ટમાં મસ્ત બને છે અને ખાવાની મજા આવે છે. આ શાક સરળતાથી તમે ઘરે બનાવી શકો છો. મસાલેદાર ભીંડી તમે આ રીતે બનાવશો અને રોટલી સાથે ખાઓ છો તો તમને મજ્જા પડી જશે. તો નોંધી લો આ રેસિપી અને ઘરે બનાવો અને મસાલેદાર ભીંડી.

સામગ્રી

2 મોટી ચમચી

200 ગ્રામ ભીંડી

2 ડુંગળી

બે ટામેટા

એક નાની ચમચી જીરું

કોથમીર

અડધી ચમચી હળદર

અડધી ચમચી લાલ મરચુ

અડધી ચમચી ગરમ મસાલો

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત

  • મસાલેદાર ભીંડીનું શાક બનાવવા માટે સૌ પ્રથમ ભીંડા લો અને એને ધોઇને કોરા કપડા લઇ લો.
  • પછી ભીંડાને કોટનના કપડામાં મુકી રાખો જેથી કરીને ભીંડા કોરા પડી જાય.
  • એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
    • તેલ ગરમ થઇ જાય એટલે એમાં જીરું નાખો.
    • પછી ડુંગળી નાખીને ફ્રાય કરી લો.
    • હવે ટામેટા નાખો અને મિક્સ કરો.
    • પછી લાલ મરચુ, હળદર, ધાણાજીરું અને મીઠું નાખીને એક મિનિટ માટે થવા દો.
    • કટ કરેલા ભીંડા નાખો અને મિક્સ કરો.
    • 15 થી 20 મિનિટ માટે થવા દો અને પછી ગેસ બંધ કરી દો.
    • ખાસ ધ્યાન એ રાખો કે ઢાંકવાનું નથી.
    • પછી ભીંડા પર ગરમ મસાલો નાખો અને મિક્સ કરો.
    • તો તૈયાર છે મસાલેદાર ભીંડીનું શાક.
  • મસાલેદાર ભીંડીનું શાક તમે આ રીતે બનાવશો તો ટેસ્ટમાં મસ્ત બનશે અને ખાવાની જોરદાર મજા આવશે.
  • આ રીતે મસાલેદાર ભીંડીનું શાક બનાવશો તો જરા પણ ચીકણાં નહીં બને.
  • મસાલેદાર ભીંડી તમે રોટલી તેમજ પરાઠા સાથે ખાઓ છો તો મજ્જા પડી જાય છે.
  • મસાલેદાર ભીંડીને તમે વધારે ક્રિસ્પી બનાવવા ઇચ્છો છો તો તેલમાં નાખીને પહેલાં ફ્રાય કરી લો અને પછી મસાલો કરો. આમ કરવાથી વધારે ટેસ્ટી બને છે.

Related Articles

નવીનતમ