fbpx
Tuesday, May 30, 2023

માત્ર 30 મિનિટમાં આ રીતે ઘરે બનાવો ‘કેરીનો ટેસ્ટી હલવો’, ખાઈને પરિવારજનો થઈ જશે ખુશ

ઘરમાં ખુશીનું વાતાવરણ હોય કે મહેમાનોને જમવા માટે ઘરે બોલાવવાના હોય ત્યારે કંઈક તો મીઠાઈ હોવી અનિવાર્ય છે. મીઠાઈમાં આપણે રવાનો હલવો અને ગાજરનો હલવો તો બનાવતા જ હોઈએ છીએ. હલવો એ ફૂડ મેનૂનો એક જરૂરી ભાગ છે. તમે આજ સુધી ઘણા પ્રકારના હલવાનો સ્વાદ ચાખ્યો હશે પરંતુ કેરીના હલવાનો સ્વાદ ખૂબ જ લાજવાબ હોય છે. કેરીનો હલવો કેરીમાંથી બનેલી સ્વાદિષ્ટ મીઠી વાનગી છે.

માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પણ આ હલવો પ્રોટીનથી પણ ભરપૂર હોય છે. તો ફટાફટ નોંધી લો તેની રેસીપી.

હલવો બનાવવા માટે સામગ્રી

  • સોજી – દોઢ કપ
  • કેરીનો પલ્પ – 2 કપ
  • ઘી – 1 કપ
  • દૂધ – 1 કપ
  • ડ્રાય ફ્રુટ્સના ટુકડા – 1 કપ
  • એલચી પાવડર – અડધી ચમચી
  • મેંગો એસન્સ- જરૂર મુજબ
  • ખાંડ – સ્વાદ મુજબ

કેરીનો હલવો બનાવવાની રીત

  • કેરીનો હલવો બનાવવા માટે પીળી મીઠી પાકી કેરી લો. સૌથી પહેલા કેરીને છોલી લો અને પલ્પ અલગ કરો. હવે ગેસ પર કડાઈ મૂકો અને તેમાં 1 ચમચી ઘી નાખીને ગરમ કરો.
  • ઘી ગરમ થાય એટલે તેમાં સોજી નાખીને શેકી લો. સોજી સોનેરી થાય એટલે ગેસ બંધ કરી દો. હવે શેકેલી સોજીમાં કેરીનો પલ્પ અને દૂધ મિક્સ કરો. સોજીને વધુ સમય સુધી ગરમ કડાઈમાં રહેવા ન દો, નહીં તો તે બળી જશે.
  • હવે મધ્યમ આંચ પર ગેસ ચાલુ કરીને સોજીમાં કેરીનો પલ્પ અને દૂધ નાખો. તેને સારી રીતે મિક્સ કરો. બરાબર મિક્સ થઈ જાય એટલે ડ્રાઇફ્રુટ્સના ટુકડા, ખાંડ, એલચી પાવડર અને થોડું કેરીનું એસેન્સ નાખીને મિક્સ કરો.
  • હવે પેનને ઢાંકી દો. વચ્ચે હલવો હલાવતા રહો. જ્યારે હલવોમાંથી સુંગધ આવવા લાગે, ત્યારે ગેસ પરથી કડાઈને ઉતારી લો. જે બાદ હલવાને કેસરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

Related Articles

નવીનતમ