ગુજરાતીઓના ઘરે રાત્રે જમવામાં ખીચડી દરરોજ બનતી હોય છે અને ખીચડી વધે એટલે ઘણાં તેને ફેંકી દેતા હોય છે તો કેટલાંક લોકો સવારે તેને વઘારીને ખાય છે. આજે અમે તમારી માટે ખીચડીના પકોડા બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. તો જાણો ખીચડીના પકોડા બનાવવાની રીત.
સામગ્રી
- ખીચડી
- મીઠું
- ચણાનો લોટ
- બાફેલા બટાકા
- લીલુ મરચું
- ગરમ મસાલો
- ધાણા
- લાલ મરચું પાવડર
- હળદર
- અજમો
- તેલ
બનાવવાની રીત
- સૌથી પહેલાં એક વાસણમાં ખીચડી, ચણાનો લોટ, બટાકા અને ધાણાને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ અન્ય તમામ મસાલા પણ તેમાં મિક્સ કરો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેલ ગરમ થઈ જાય ત્યારે ભજીયાની જેમ મિક્સ કરેલી ખીચડીને તેલમાં તળો.
- જ્યાં સુધી તે બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી તેને તેલમાં રાખો. ત્યારબાદ એક ડીશમાં કાઢીને સર્વ કરો. તો તૈયાર છે ખીચડીના પકોડા.