Tuesday, October 3, 2023

13 મે ના રોજ બની રહી છે ચંદ્ર અને શનિ ની વિનાશકારી યુતિ, આ રાશિના લોકોની વધી શકે છે મુશ્કેલીઓ.

જ્યોતિષ અનુસાર ગ્રહ અન્ય ગ્રહોની સાથે યુતી કરવાથી શુભ-અશુભ યોગ બને છે. જેનો સીધો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, શનિ અને ચંદ્ર ગ્રહ ની યુતિને કારણે વિષયોગ નું નિર્માણ થવા જઈ રહ્યું છે. જ્યોતિષમાં આ યુતિ ખૂબ જ અશુભ ગણવામાં આવે છે. આ યુતિ થી આ રાશિના લોકોને હાનિ થશે, તો ચાલો જાણીએ તે રાશિઓ વિશે

કર્ક રાશિ

આ યોગ તમારી રાશિ ના આઠમાં ભાવ માં બનવા જઈ રહ્યો છે અને તમારી રાશિના સ્વામી પોતે આ ભાવમાં ચાલ્યા ગયા છે. સાથે જ તમારી શનિની સાડાસાતી પણ ચાલી રહી છે. માટે આ સમય દરમિયાન કોઈ નવા કાર્યની શરૂઆત કરવી નહીં અને ખાન પાનમાં વિશેષ ધ્યાન રાખવું. વાદવિવાદથી બચવું. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવું નહીં. ધનનું રોકાણ કરતા પહેલા ખૂબ જ વિચારીને આગળ વધો. આ સમય દરમિયાન વાહન ચલાવતી વખતે પણ સાવધાની રાખવી.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે આ યોગ હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના છઠ્ઠા ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેના કારણે આ સમય દરમિયાન ગુપ્તશત્રો તમને પરેશાન કરી શકે છે. સાથે જ કોઈ સાથે વાદવિવાદ થી વાત બગડી શકે છે. ઓફિસ માં કામ કરતી વખતે કોઈ બેદરકારી ના દાખવી. તેનાથી તમારા બોસ તમારાથી નારાજ થઈ શકે છે. તેમજ બિન જરૂરી ખર્ચાઓ થી બચવું. તેના કારણે તમારું બજેટ બગડી શકે છે. સાથે જ કોર્ટ કચેરીની બાબતમાં અસફળતા પ્રાપ્ત થઈ શકે છે.

મીન રાશિ

આ રાશિના લોકો માટે આ યોગ પ્રતિકૂળ સિદ્ધ થશે. કારણકે આ યોગ તમારી ગોચર કુંડળીના બારમાં ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેથી આ સમય દરમિયાન યાત્રા પર જવાનું થઈ શકે છે. યાત્રામાં કોઈ સાથે વાદવિવાદ પણ થઈ શકે છે યાત્રા દરમિયાન કોઈ સામાન ચોરાઈ શકે છે. તેથી વિશેષ સાવધાની રાખવી. સ્વાસ્થ્ય નાદુરસ્ત રહી શકે છે. તેમજ કોઈ ખોટો આરોપ પણ તમારા પર લાગી શકે છે. આ સમયે નવા કાર્યની શરૂઆત ન કરવી. અને કોઈને પણ ઉધાર આપવાથી બચવું. આ સમયે તમારા પર શનિ ની સાડાસતી પણ ચાલી રહી છે માટે સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખવું.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Related Articles

નવીનતમ