ખાસ કરીને ગરમીમાં સ્કિન વધારે ડલ થઇ જાય છે. ડલ સ્કિન પર તમે પ્રોપર રીતે મેક અપ કરી શકતા નથી. આમ, ડલ સ્કિન પર તમે ગમે એટલો સારો અને મોંઘો મેક અપ કરો છો તો પણ રિઝલ્ટ સારું મળતુ નથી. આ માટે ડલ સ્કિનને દૂર કરવી ખૂબ જરૂરી છે. ડલ સ્કિનને દૂર કરીને ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવા માટે ખીરા કાકડી સૌથી બેસ્ટ છે. ખીરા કાકડીમાંથી તમે આ રીતે નેચરલ પેસ્ટ બનાવો છો તો ફેશિયલ કરતા પણ મસ્ત રિઝલ્ટ મળે છે અને સ્કિન મસ્ત થઇ જાય છે. તો આ રીતે ઘરે બનાવો નેચરલ પેસ્ટ..
સામગ્રી
અડધી ચમચી ગુલાબ જળ
બે ચમચી મલાઇ
આ રીતે પેસ્ટ બનાવો
- ખીરા કાકડીમાંથી પેસ્ટ બનાવવા માટે સૌ પ્રથમ ખીરા કાકડી લો અને એને ધોઇ લો.
- મિક્સર જાર લો અને એમાં ખીરા કાકડી નાખીને મેશ કરો.
- આ ખીરા કાકડીની સ્મૂધ પેસ્ટ બનાવો.
- આ પેસ્ટમાં એલોવેરા જેલ, મલાઇ અને ગુલાબ જળ નાખીને મિક્સ કરો.
- પછી આ પેસ્ટને ફેસ પર લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો.
- ત્યારબાદ 5 મિનિટ સુધી ચહેરા પર હળવા હાથે મસાજ કરો.
જાણો આ પેસ્ટના ફાયદાઓ
- આ પેસ્ટમાં ખીરા કાકડી આવે છે. ખીરા કાકડી ઠંડી હોય છે જે તમારા ફેસને અંદરથી ક્લિન કરીને ઠંડક પહોંચાડે છે. ખીરા કાકડીનો ગરમીમાં સલાડ બનાવીને ખાઓ છો તો હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે.
- ગુલાબ જળ તમારી સ્કિનને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે. ગુલાબ જળ ગરમીમાં સ્કિન માટે બેસ્ટ સાબિત થાય છે.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)