- Vitamin D3ની ઉણપથી થાય છે આ સમસ્યાઓ
- આ ફૂડ્સનું સેવન કરવાથી ઘટશે તકલીફો
- જાણો Vitamin D3 સૌથી વધારે કયા ફૂડ્સમાંથી મળે છે
શું તમે પોતાના શરીરને બાકી દિવસોની તુલનામાં વધારે થાકેલું અનુભવો છો? શું આ થાક ઓછો નથી થતો અને આખો દિવસ અનુભવાઈ રહ્યો છે તો આ સ્ટ્રેસ નથી પરંતુ શરીરમાં ઘણી ન્યૂટ્રિએન્ટ્સની કમીના સંકેત છે.
જેવું કે જ્યારે શરીરમાં Vitamin D3ની કમી થાય છે તો શરીર દરેક સમયે થાક અનુભવે છે.

વિટામિન ડીની કમી તમારા હાડકા સહિત ઘણા ટિશ્યુઝને પ્રભાવિત કરે છે. એવામાં વિટામિન ડીની કમીના કારણે તમે વધારે થાક અનુભવી શકો છો કારણ કે આ તમારા ઉંઘની સાઈકલને ડિસ્ટર્બ કરી શકે છે અને શરીરમાં થાક ભેગો કરે છે. એવામાં અમુક ફૂડ્સનું સેવન તમને આ સમસ્યાથી બચાવી શકે છે.
Vitamin D3ની ઉણપમાં કયા કયા ફૂડ્સ ખાવા જોઈએ

ઈડાનો પીળો ભાગ
Vitamin D3ની ઉણપમાં તમારે ઈંડાનો પીળો ભાગ ખાવો જોઈએ. તેના ખાવાથી તમારા સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારના ફાયદા થઈ શકે છે. હકીકતે 2 ઈંડાની સરેરાશ સર્વિંગમાં 8.2 એમસીજી Vitamin D3 હોય છે જે આ ઉપણને દૂર કરીને તમારા શરીરને એનર્જી આપે છે.

દૂધ
દૂધમાં Vitamin D3 ભરપુર પ્રરમાણમાં હોય છે. દરરોજ 1 ગ્લાસ દૂધ પીવું, તમારા શરીરમાં Vitamin D3ની આપુર્તિ કરે છે તેની સાથે જ હાડકાના સ્વાસ્થ્યને યોગ્ય બનાવવામાં મદદ કરે છે. તેના ઉપરાંત આ સાંધાના દુખાવા જેવી સમસ્યાઓને પણ ઓછી કરવામાં મદદ કરે છે.
બદામનું દૂધ
બદામનું દૂધ, Vitamin D3થી ભરપૂર હોય છે સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારના ફાયદા આપે છે. આ દૂધ જ્યાં તમારા હાડકાઓને સ્વસ્થ્ય રાખે છે ત્યાં જ તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરે છે. આ હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓને પણ ફાયદો પહોંચાડે છે.
સંતરાનો જ્યુસ
સંતરાનો જ્યુસ શરીરમાં Vitamin D3ને ભેગુ કરવામાં મદદ કરે છે. સાથે જ તેમાં વિટામિન સી પણ હોય છે જે શરીરમાં કેલ્શિયમ અવશોષિત કરે છે અને હાડકાના સ્વાસ્થ્યને યોગ્ય બનાવવામાં મદદ કરે છે. તો શરીરમાં Vitamin D3ની કમીને દૂર કરવા માટે તમે આ ફૂડ્સનું સેવન કરી શકો છો.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.